મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

રાજ્યમાં પાણીની તીવ્ર તંગી છે ત્યારે દરિયા કિનારે વસેલા પોરબંદરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા મકાનોમાં ભૂગર્ભ ટાંકાનું નિર્માણ કરાયું હતું તે જોવા મળે છે....

ગાયત્રીનગરમાં રહેતા કમલેશભાઈ સાગલાણી અને કીર્તિબહેન કમલેશભાઈ સાગલાણી નામના વૃદ્ધ દંપતીએ બીજી મેએ રેસકોર્ષના બગીચામાં સજોડે કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલા દંપતીમાંથી સારવાર દરમિયાન કીર્તિબહેનનું મૃત્યુ થયું...

દેશમાં જીએસટી લાગુ થયા પછી દેશ આખામાંથી કેટલાય જીએસટી સંલગ્ન કૌભાંડ પકડાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી પણ એક પછી એક બોગસ બિલિંગ કૌભાંડો સામે આવી રહ્યા છે. હજુ એપ્રિલ માસમાં જ રાજકોટની ટીમે જૂનાગઢમાંથી રૂ. ૨૨૭.૮૦ કરોડનું કૌભાંડ ઝડપ્યું હતું.

ભારત - પાકિસ્તાન વચ્ચે હાલમાં તંગદિલીના માહોલમાં જખૌ દરિયામાં માછીમારી કરી રહેલી પોરબંદરની ૬ બોટ અને ૩૦ માછીમારોનાં સોમવારે પાકિસ્તાન મરિને અપહરણ કરી લીધાં હતાં. આ અપહરણ સહિત પાકિસ્તાનના કબજામાં રહેલી ભારતીય ફિશિંગ બોટોની સંખ્યા ૧૦૭૦ અને પાકિસ્તાની...

સીબીએસઇ ધો-૧૦નું પરિણામ સોમવારે જાહેર થયું છે. ૫૦૦માંથી ૪૯૯ માર્ક મેળવી ૧૩ વિદ્યાર્થીઓ રેન્કર થયાં છે. તેમાં ૬ વિદ્યાર્થિનીઓ છે. પરીક્ષાનું પરિણામ ૯૧.૧ ટકા છે. આ ટોપર્સમાં જામનગરનો આર્યન ઝા પ્રથમ અને આયુષી ત્રીજા ક્રમાંકે છે. 

પંથકની કેસર કેરીની જાહેર હરાજીનો રવિવારથી શુભારંભ થયો છે. પ્રથમ દિવસે તાલાળા યાર્ડમાં દશ કિલોગ્રામના ૧૫૦૨૫ બોક્સની આવક થઈ હતી અને ભાવ રૂ. ૨૫૦થી ૮૦૦ સુધીનો...

ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતી ચાર મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંતોક ઓડેદરા, નીતિમિકા ગોહિલ, અરુણા ગામેતી અને સિમ્મી માલેએ જાનની બાજી ખેલીને લૂંટ અને હત્યાના આરોપી જૂનાગઢના જુસબ અલ્હાર ખાનને પકડી પાડ્યો હતો. બોટાદ નજીકના દેવદરી...

શ્રીલંકા અને બાંગ્લાદેશમાં તાજેતરમાં તબાહી મચાવનારા ફેની વાવાઝોડાની અસર ભારતના પૂર્વીય ક્ષેત્રોમાં પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે વાવાઝોડાના કારણે ટ્રેન રદ થતાં જગન્નાથપુરી ગયેલા જામનગરના ૩૭૫ જેટલા યાત્રિકો ફસાતાં તેમના પરિવારજનોમાં ચિંતાની...

ચાંડુવાવ ગામની સરકારી શાળામાં બાળકોની અનોખી બચત બેંક પાંચ વર્ષથી કાર્યરત છે અને હવે તો રૂ. ૧૨.૨૫ લાખના ભંડોળ સાથે વટવૃક્ષ બનીને પ્રેરણારૂપ બની છે. વેરાવળ તાલુકાના ચાંડુવાવ ગામે આવેલી સરકારી પે સેન્ટરના શાળાના આચાર્ય જગદીશભાઈ વાળા જણાવે છે કે,...

ગઢપુર ગઢડા સ્વામીનારાયણના શ્રી ગોપીનાથજી દેવમંદિર ટેમ્પલ બોર્ડની વહીવટી કમિટીની ચૂંટણી ૧૩ વર્ષ પછી પાંચમી મેએ યોજાઈ હતી અને આ ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય...



to the free, weekly Gujarat Samachar email newsletter