સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

મોરબી પુલ કેસઃ હાઇકોર્ટે ઓરેવાની ઝાટકણી કાઢી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી છે. 

પંજાબના પટિયાલામાં શહીદ થયેલાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના લટુડા ગામના મહેશભાઇ છગનભાઇ ટમાલિયાના મૃતદેહને આઠમીએ વતન લવાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના લટુડાના વતની મહેશભાઈ છગનભાઈ ટમાલિયા છેલ્લા વીસ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા....

બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામીજી પર ૮મી મેએ મોડી રાત્રે ચોરીના ઇરાદે આવેલા ૪ તસ્કરોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવાયા હતા.ઢસા ગામના સ્વામીનારાયણ ગુરુકુળમાં...

વન્ય પ્રાણીઓના આદાન-પ્રદાન અંતર્ગત જૂનાગઢ શક્કરબાગ ઝૂમાંથી આઠ સાવજોને ઉત્તર પ્રદેશના ગોરખપુર મોકલવા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી અપાઈ છે...

દ્વારકા વિધાનસભા ચૂંટણીને ગુજરાત હાઇ કોર્ટે રદ કરી છે ત્યારે હવે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના ધારાસભ્ય તરીકેના તમામ અધિકાર છીનવી લેવામાં આવ્યા છે....

તાજેતરમાં અક્ષય તૃતીયાના દિવસે પાલીતાણામાં આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુભગવંતોની નિશ્રામાં ૬૦૦ જેટલા વર્ષીતપના તપસ્વીઓએ ઈક્ષુરસથી પારણા કર્યાં હતાં. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન દર વર્ષે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા કરવામાં આવે...

વડતાલ તાબા હેઠળનાં શ્રી રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષની જીત સાથે પક્ષે સત્તા જાળવી રાખી છે. ૧૩મીએ સવારથી શરૂ થયેલી મતગણતરીમાં સંત વિભાગની બે બેઠકો અપેક્ષા મુજબ જ દેવ પક્ષનાં ફાળે ગઈ હતી. જ્યારે પાર્ષદ વિભાગની ૧ બેઠક તેમજ ગૃહસ્થ...

રાજ્યમાં પાણીની તીવ્ર તંગી છે ત્યારે દરિયા કિનારે વસેલા પોરબંદરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા મકાનોમાં ભૂગર્ભ ટાંકાનું નિર્માણ કરાયું હતું તે જોવા મળે છે....

ગાયત્રીનગરમાં રહેતા કમલેશભાઈ સાગલાણી અને કીર્તિબહેન કમલેશભાઈ સાગલાણી નામના વૃદ્ધ દંપતીએ બીજી મેએ રેસકોર્ષના બગીચામાં સજોડે કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલા દંપતીમાંથી સારવાર દરમિયાન કીર્તિબહેનનું મૃત્યુ થયું...

દેશમાં જીએસટી લાગુ થયા પછી દેશ આખામાંથી કેટલાય જીએસટી સંલગ્ન કૌભાંડ પકડાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી પણ એક પછી એક બોગસ બિલિંગ કૌભાંડો સામે આવી રહ્યા છે. હજુ એપ્રિલ માસમાં જ રાજકોટની ટીમે જૂનાગઢમાંથી રૂ. ૨૨૭.૮૦ કરોડનું કૌભાંડ ઝડપ્યું હતું.

ભારત - પાકિસ્તાન વચ્ચે હાલમાં તંગદિલીના માહોલમાં જખૌ દરિયામાં માછીમારી કરી રહેલી પોરબંદરની ૬ બોટ અને ૩૦ માછીમારોનાં સોમવારે પાકિસ્તાન મરિને અપહરણ કરી લીધાં હતાં. આ અપહરણ સહિત પાકિસ્તાનના કબજામાં રહેલી ભારતીય ફિશિંગ બોટોની સંખ્યા ૧૦૭૦ અને પાકિસ્તાની...



to the free, weekly Gujarat Samachar email newsletter