મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    સમરમાં કમ્ફર્ટની સાથે અપ ટુ ડે...

    મહિલાઓ પાસે સ્ટાઇલિંગ ઓપ્શન્સની કોઈ કમી નથી. ખાસ કરીને તમે કેઝ્યુઅલ્સમાં કયા વેસ્ટર્ન વેર પહેરવા ઇચ્છો છો તો એકદમ કમ્ફર્ટેબલ પણ છે. એમાં તમે બેગી પેન્ટ્સને સ્ટાઇલ કરી શકો છો. આ પેન્ટ થોડાં લૂઝ હોય છે. ગરમીમાં ખાસ કરીને વધારે આરામદાયક ફીલ થાય છે. તેને આખો દિવસ પહેરવામાં કોઇ તકલીફ પડતી નથી. બેગી પેન્ટ્સની સૌથી સારી વાત એ છે કે તેને અલગ અલગ રીતે સ્ટાઇલ કરી શકાય છે. આ લૂઝ પેન્ટ પહેરીને તમે રોજ નવો લુક ક્રિએટ કરી શકો છો. તો આજે બેગી અલગ અલગ રીતે સ્ટાઇલ કરવાની રીત અંગે જાણીએ.

    મહિલાઓના આરોગ્ય માટે કેળાં મહ

    કેળાં સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે અને મહિલાઓ માટે તે ખૂબ જ જરૂરી છે. શું તમે જાણો છો કે રોજ એક કેળું ખાવાથી મહિલાઓ અનેક ગંભીર બીમારી ટાળી શકે છે? દરરોજ કેળા ખાવાથી મહિલાઓમાં નબળાઈની સમસ્યા દૂર થાય છે.

    વિશ્વ અન્ડર-૨૦ એથલેટિક્સ ચેમ્...

    ઢીંગ એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લ... રમતગમત જગતમાં આ હુલામણા નામ કોનાં છે એ જાણો છો ? એથલેટિક્સના જાણકાર તરત જ આ સવાલનો જવાબ વાળશે : હિમા દાસ...ભારતીય દોડવીર. વિશ્વ અન્ડર-૨૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય મહિલા. ફિનલેન્ડમાં આયોજિત પ્રતિયોગિતામાં ૫૧.૪૬ સેકન્ડમાં ચારસો મીટરની દોડ પૂર્ણ કરીને, સુવર્ણચંદ્રક મેળવીને દેશની આન, બાન અને શાન વધારનારી પ્રથમ ભારતીય મહિલા અને એક જ મહિનામાં પાંચ પાંચ સુવર્ણચંદ્રક મેળવનારી પ્રથમ ભારતીય ખેલાડી ...!

    તમે પહેલા ક્રમે આવો કે છેલ્લા ક્રમે, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમને બસ એવું લાગવું જોઈએ કે તમે કંઈક અલગ કર્યું છે... આ શબ્દો છે નતાલી ડાઉના. નતાલીએ માત્ર 12 દિવસમાં 1000 કિમીની થાઈલેન્ડ-સિંગાપોર અલ્ટ્રામેરાથોન જીતીને અનોખો વિક્રમ સર્જ્યો છે.

    ઓવેરીઅન કેન્સર સામે લડતની પ્ર

    એજવેરના મિડલસેક્સમાં રહેતાં સમીક્ષાબેન ફાર્માસિસ્ટ અને વેલબીઈંગ કોચ તરીકે કામ કરતાં હોવાં છતાં, તેમને 49 વર્ષની વયે ઓવેરીઅન કેન્સરનું ચોથું સ્ટેજનું નિદાન કરાયું ત્યારે પણ અંડાશયના કેન્સરનાં ચેતવણીજનક લક્ષણોની જાણકારી ન હતી. આ નિદાનની શારીરિક-માનસિક અસર તેમનાં રોજિંદા જીવન પર થઈ હતી કારણ એ હતું કે લગભગ અંધ કહી શકાય તેવા તેમના પતિની સારસંભાળ લેનારા તો મુખ્ય વ્યક્તિ હતાં.

    રાજ્યસભામાં નામનિયુક્ત પ્રથમ...

    સાદિર અટ્ટમ નૃત્યશૈલી અંગે સાંભળ્યું છે ? આ સવાલનો જવાબ ભાગ્યે જ હકારમાં સાંભળવા મળશે. પણ જો એવું પૂછવામાં આવે કે ભરતનાટ્યમ વિશે જાણો છો તો નકારમાં ઉત્તર વાળનાર કો’ક જ મળશે. ભરતનાટ્યમનું પ્રાચીન નામ સાદિર અટ્ટમ છે. દેવદાસીઓનાં નૃત્ય તરીકે પ્રચલિત સાદિર અટ્ટમ શૈલી લગભગ મરણતોલ અવસ્થામાં પહોંચી ગયેલી. પણ એને ભરતનાટ્યમના નામે એક નારીએ નવજીવન આપ્યું. સાદિર અટ્ટમ માટે સંજીવની સાબિત થયેલાં એ મહિલા એટલે રુક્મિણીદેવી અરુંડેલ... રાજ્યસભામાં નામનિયુક્ત થયેલાં પ્રથમ સ્ત્રી !

    હૈયે જો હામ હોય તો... જોડિયા સંત

    નાસિકનાં તન્વી ચવ્હાણ-દેવરે 32 કિલોમીટર લાંબી ઇંગ્લિશ ચેનલ પાર કરનારાં દેશનાં પ્રથમ મહિલા બન્યાં છે. જોડિયાં સંતાનોની માતા તન્વીએ એટલાન્ટિક મહાસાગરમાં માઇનસ 16 ડિગ્રી તાપમાનમાં 17 કલાક અને 42 મિનિટ સુધી તરીને ચેનલ પાર કરી હતી.

    મહિલા સશક્તિકરણના પ્રખર હિમા

    માઇક્રોસોફ્ટના પૂર્વ સ્થાપક બિલ ગેટ્સ અને તેમની પૂર્વ પત્ની મેલિન્ડા ગેટ્સ લોકોના કલ્યાણ માટે એક મિશન ચલાવવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમના ગેટ્સ ફાઉન્ડેશને સ્વાસ્થ્ય સહિત અનેક ક્ષેત્રો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.

    અવંતિકાબાઈ ગોખલેઃ ગાંધીજીના

    ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ ક્રમાંકે જેની ગણના થાય છે એવા ચંપારણ સત્યાગ્રહમાં એ સહભાગી થયેલાં, મહાત્મા ગાંધીજીનાં પ્રથમ ભારતીય પટ્ટશિષ્યા બનેલાં અને ગાંધીજીનું પહેલું ચરિત્ર પણ એમણે જ લખેલું.... ઓળખ્યાં એમને?

    એશિયન ખેલોમાં સુવર્ણચંદ્રક જ

    જો તમે રમતગમત જગત વિશે જાણતા હો તો તમને ખબર હશે કે સ્પ્રિંટ એટલે ટૂંકા અંતરની વેગીલી દોડ...સામાન્યપણે આ દોડસ્પર્ધા બસ્સો કે ચારસો મીટરની હોય છે. પંજાબની કમલજીત સંધૂ ૧૯૭૦માં એશિયાઈ ખેલોમાં ચારસો મીટરની ટૂંકા અંતરની વેગીલી દોડમાં એટલા વેગથી દોડી કે ૫૭.૩ સેકન્ડમાં દોડ પૂરી કરીને ભારત માટે સુવર્ણ ચંદ્રક લઇ આવી. આ સુવર્ણ ચંદ્રક જીતીને કમલજીત સંધૂએ ઈતિહાસ સર્જેલો, કારણ કે એશિયાઈ ખેલોમાં સુવર્ણ ચંદ્રક જીતનારી એ પહેલી ભારતીય મહિલા હતી !