ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૭ માટે જાહેર કરાયેલા રાષ્ટ્રીય એવોર્ડ પૈકીના શિલ્પગુરુ સહિતના ચાર એવોર્ડ કચ્છના કારીગરોને મળ્યા છે. આ તમામ એવોર્ડ બાંધણી માટે જાહેર કરાયા છે. સર્વોત્તમ શિલ્પગુરુ પુરસ્કાર ભુજનાં નૂરબાનુ મોહમદ ખત્રીને મળ્યો છે. આ ઉપરાંત ભુજનાં જ અન્ય એક મહિલાની નેશનલ એવોર્ડ અને નેશનલ મેરિટ માટે પસંદગી થઈ છે. આગામી સમયમાં દિલ્હીમાં યોજાનારા સમારોહમાં એવોર્ડની સાથે રોકડ પુરસ્કાર તેઓને અર્પણ કરાશે. ટેક્સટાઇલ ક્ષેત્રે શિલ્પગુરુ એવોર્ડ છેલ્લા ચાર દાયકાથી બાંધણીની કળા સાથે સંકળાયેલા નૂરબાનુ (ઉં ૬૪)ને મળ્યો છે. નૂરબાનુએ ત્રણ પીસમાં બનાવેલી બાંધણી શિલ્પગુરુ એવોર્ડ માટે પસંદ કરાઇ છે. જેના માટે તેમને રૂ. બે લાખ રોકડા તેમજ સુવર્ણ અને તામ્રપત્ર અપાશે. નૂરબાનુના પતિ મોહમદભાઇ ખત્રી અને પુત્ર જુનેદ તથા સલમાન પણ આ કળા સાથે જ સંકળાયેલા છે. આ કુટુંબ દેશ વિદેશમાં બાંધણીના પ્રદર્શનમાં ભાગ લે છે અને આ કળા શીખવે પણ છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
માત્ર ૧૩ વર્ષની કુમળી વયે એસિડ અટેકનો ભોગ બનેલી દિલ્હીની રહેવાસી અનુપમાનાં તાજેતરમાં જગદીપ સિંહ નામના યુવક સાથે લગ્ન થયાં. અનુપમાના લગ્ન પ્રસંગે ફિલ્મસ્ટાર શાહરુખ ખાને તેને અભિનંદન પાઠવ્યા હતા. અનુપમા જ્યારે નાની હતી ત્યારે તેનો સિનિયર ઘણા સમયથી તેનો પીછો કરતો હતો. તે અનુપમા અને તેની બહેનનું ધ્યાન ખેંચવા માટે વારંવાર તેમની પર કોઈને કોઈ વસ્તુઓ ફેંકતો રહેતો હતો. અનુપમાને શરૂઆતમાં એવું લાગ્યું હતું કે થોડા સમયમાં આ બધું બંધ થઈ જશે, પણ તેના સિનિયરે આ બંને બહેનોનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. એક દિવસ અનુપમાએ આ વાત પરિવારને કહી હતી. અનુપમાનો ભાઈ આ બધું સાંભળીને તે સિનિયરના ઘરે ગયો અને આ બધું તાત્કાલિક બંધ કરવાનું કહ્યું હતું. સિનિયર સુધરવાને બદલે ગુસ્સે ભરાયો હતો અને એક સાંજે તે અચાનક અનુપમા અને તેની બહેનના રૂમમાં ગયો. ત્યાં તેણે બંને બહેનો પર એસિડ ફેંક્યું.
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતી એબરને ટેટુ કરાવવાની ઘેલછા કક્ષાનો શોખ છે. તેમણે પોતાના શરીર પર ૨૦૦થી વધારે ટેટુ બનાવ્યા છે. એબરને ટેટુમેકિંગની દુનિયામાં ‘ડ્રેગન ગર્લ’ના નામથી ઓળખવામાં આવે છે. જોકે ટેટુ કરાવવાનું ઝનૂન તેમના માટે હાલમાં ખતરનાક સાબિત થઈ રહ્યું છે.
તાજેતરના એહેવાલો પ્રમાણે, થોડા સમય પહેલાં એબરે આંખમાં ટેટુ કરાવ્યું હતું. આંખમાં ટેટુ કરાવ્યા બાદ તેણે આંખની રોશની ગુમાવી દેવાનો વારો આવ્યો છે. આંખમાં ટેટુ બનાવવા તેમણે ૨૬૦૦૦ ડોલર એટલે કે અંદાજે રૂ. ૧૮.૩૭ લાખનો ખર્ચ કર્યો હતો. સફેદ આંખને તેઓ વાદળી રંગની બનાવવા ઇચ્છતી હતી. જોકે તેમની દુનિયા રંગહીન થઈ ગઈ છે અને તેઓ પોતાની સારવાર માટે પ્રયત્ન કરી રહી છે.
ચેન્નઇની ૬ વર્ષની બાળકી સી. સારાને તમિલનાડુ ક્યૂબ એસોસિયેશને વિશ્વની સૌથી નાની જિનિયસનો ખિતાબ આપ્યો છે. આ બાળકીએ તાજેતરમાં આંખે પાટા બાંધીને કવિતા ગાતાં ગાતાં ૨ મિનિટ ૭ સેકન્ડમાં ૨ બાય ૨ રુબિક ક્યૂબ સોલ્વ કરી દીધો હતો. તેની આ સિદ્ધિને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. પહેલા ધોરણમાં ભણતી સારાએ ૪ મહિના પહેલાં જ રુબિક ક્યૂબથી રમવાનું શરૂ કર્યું હતું.
રોજિંદા જીવનમાં બદલાતી ઋતુ અને પોલ્યુશન વચ્ચે ત્વચાની સંભાળ રાખવી જરૂરી બની જાય છે. અહીં કેટલીક જુદી જુદી ટીપ્સ છે જેનાથી તમારી ત્વચાને નિખારી શકો છો.
નેપાળની ક્રિકેટર અંજલિ ચંદે તાજેતરમાં ઇતિહાસ રચ્યો છે. સાઉથ એશિયન ગેમ્સના મહિલા ક્રિકેટ મુકાબલામાં એક પણ રન આપ્યા વગર તેને ૬ વિકેટ ઝડપી છે. અંજલિએ નેપાળના પોખરામાં રમાયેલી એક મેચમાં માલદીવ મહિલા ટીમ વિરુદ્ધ આ ઉપલબ્ધિ મેળવી છે. આપને જણાવી દઈએ કે સાઉથ એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની આ પહેલી મેચ હતી. જેમાં અંજલિએ ઇતિહાસ રચ્યો.
ભારતીય નૌકાદળમાં પ્રથમ મહિલા પાઇલટ તરીકે તાજેતરમાં સબ-લેફ્ટનન્ટ શિવાંગીની નિમણૂક થઈ છે. કેપ્ટન શિવાંગી ભારતીય નૌકાદના સર્વેલન્સ વિમાન ડોર્નિયરની પાઇલટ બની છે. તેની નિમણૂક કોચી ખાતેના નૌકામથકમાં થઈ છે. તે ડોર્નિયર ઉડાવશે. ૪ ડિસેમ્બરે નૌકાદળ દિવસની ઉજવણી પહેલાં ઈન્ડિયન નેવીમાં આ ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો.
અમેરિકાના ટેકસાસ સ્ટેટમાં એક યુગલ ગ્રાહકે વેઇટ્રેસને બ્રાન્ડ ન્યૂ કાર ગિફ્ટ આપી છે. વેઇટ્રેસ એન્ડ્રિયા એડવર્ડની સંઘર્ષની ગાથા સાંભળીને એક યુગલે તેની મદદ કરવાનું નક્કી કર્યું અને ક્રિસમસ હોલિ-ડે સિઝન શરૂ થાય તે પહેલાં તેને કાર ગિફ્ટ કરી છે. એન્ડ્રિયા ગેલેવિસ્ટન શહેરની ડેનિસ રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસની નોકરી કરે છે. તેની પાસે વાહન ન હોવાથી તે રોજ ૨૨ કિલોમીટર ચાલીને નોકરી પર આવતી હતી.
લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી છે. આ સમયમાં દુલ્હા-દુલ્હન પોતાના શણગાર અને કપડાં બાબતે ખૂબ જ સજાગ જોવા મળે છે. દુલ્હન પોતાના જીવનના આ પ્રસંગને ખૂબ જ અલગ રીતે યુનિકનેસ સાથે યાદગાર બનાવવા માટે પ્રયત્ન કરતી જ હોય છે. આઉટફિટ્સના કંઈ અલગ જ અને નવા ટ્રેન્ડમાં હમણાં સ્લોગન વેર ખૂબ જ પ્રખ્યાત થયાં છે. સ્લોગન બ્રાઈડલ આઉટફિટ માટે ડિઝાઈનર્સ પણ ઘણી મહેનત કરી રહ્યાં છે. દુલ્હા દુલ્હન કે તેમના પરિવારજનોની માગને સંતોષવા માટે નવા નવા સ્લોગન, સૂત્રો વિવિધ રીતે આઉટફિટ પર કંડારાઈ રહ્યાં છે.
અમેરિકાની જુલિયા વેબ્બે તેની ૧૦ મહિનાની દીકરીને પ્રેમ (બાબાગાડી)માં સાથે રાખીને હાફ મેરેથોન પૂરી કરી છે, એટલું જ નહીં, પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. ત્રણ સંતાનોની માતા જુલિયાએ ઓક્લાહોમામાં હાફ મેરેથોનનું ૨૧.૦૯૭૫ કિ.મી.નું અંતર માત્ર ૧ કલાક, ૨૧ મિનિટ, ૨૩ સેકન્ડમાં દોડીને સ્પર્ધા જીતવા સાથે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.
