સામાન્ય રીતે સ્ત્રીઓ રોજેરોજ ત્વચાની માવજત કરી શકતી નથી. દર અઠવાડિયે કે પછી મહિનામાં બે વાર બ્યટિશિયન પાસે કે સ્પામાં જવાનો સમય પણ ભાગ્યેજ મળે છે. વળી, બ્યુટિ ટ્રીટમેન્ટ ખૂબ ખર્ચાળ પણ નીવડે છે. આ ખર્ચ બધાને પોષાતો પણ નથી. આ ઉપરાંત નેચરલ સ્પા કે પછી કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ પણ શક્ય રહેતો નથી. ચહેરાની ત્વચાને સ્વસ્થ રાખવા માટે ફેશિયલ જરૂરી છે પણ મોટાભાગની બ્યુટિ પ્રોડક્ટ્સમાં કૃત્રિમ ઘટકો અને પદાર્થો હોય છે. જે લાંબે ગાળે ત્વચા પર નકારાત્મક અસર કરે છે. જો આપને આપનો ચહેરો નિસ્તેજ લાગે, તેની ત્વચા શુષ્ક જણાય તો તમે તેને સુંવાળી, એકદમ ચમકતી અને તરોતાજા ઘરગથ્થું ઉપાયો દ્વારા કરી શકો છો. રસોડામાં વપરાતી ચીજોના ઉપયોગથી થયેલું ફેશિયલ પણ ત્વચાને સુંદર નિખાર આપે છે. ત્વચા સોફ્ટ અને ચમકીલી રહે છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
લંડનઃ બ્રિટનની પ્રથમ અંધ અને બધિર ડોક્ટર બનવા જઈ રહેલી ચોથા વર્ષની ૨૫ વર્ષીય તબીબી વિદ્યાર્થિની એલેક્ઝાન્ડ્રા આદમ્સનું કહેવું છે કે માત્ર જોવાં અને સાંભળવાથી જ તમે સારા ડોક્ટર બની શકતા નથી. એલેક્ઝાન્ડ્રા માને છે કે તેણે મક્કમ મનોબળ અને દૃઢ આત્મવિશ્વાસ થકી જ પોતાની અક્ષમતા પર વિજય મેળવ્યો છે. તેને પૂછાયું કે વિશ્વમાં કોઈ સ્થળે અંધ અને બધિર ડોક્ટર વિશે સાંભળ્યું છે? તો પ્રશ્નનો નકારમાં ઉત્તર આપતાં એલેકઝાન્ડ્રા કહે છે ‘તેનો અર્થ એવો નથી કે આમ થઈ ન શકે.’
અફઘાનિસ્તાનમાં સ્ત્રી સશક્તિકરણ માટે જંગે ચડનારી મોજદા જમાલદાનો ટીવી ચેટ શો દર શુક્રવારે રજૂ થાય છે. મોજદા મહિલા શોની કર્તાહર્તા છે. ‘ધ મોજદા શો’માં મહિલાઓની સમસ્યા દર્શાવાતી હતી અને મહિલાઓ પરના અત્યાચાર પર અવાજ ઉઠાવવામાં આવતો હતો. આ શો પર જોકે પ્રતિબંધ પણ લાગ્યા. જોકે મોજદા જરાય પરેશાન ન થઇ. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓ માટેનો જંગ જારી રાખ્યો. હવે તે સોશિયલ મીડિયા પર જ પોતાનું અભિયાન ચલાવી રહી છે. આ વાત તેણે તેના જીવન પર બનેલી ફિલ્મ ‘વોઇસ ઓફ રિબેલિયન’માં જણાવી છે, જે તાજેતરમાં રિલીઝ થઇ છે.
મહિલાઓ સામાન્ય રીતે ઘરેણાની ખરીદી એવી રીતે કરે છે કે તે યુનિક હોય અને લાંબા સમય સુધી ટકી પણ રહે. ખાસ કરીને હાથમાં પહેરવાની રિંગની ખરીદીમાં મહિલાઓ ખૂબ જ સાવધ રહે છે. યુવતીઓ અને મહિલાઓ એવી રિંગ પસંદ કરે છે કે તે આસાનીથી મનફાવે તે રીતે પહેરી શકે તેમજ તે ધ્યાનાકર્ષક પણ હોય. આ જ્વેલરીના ટ્રેન્ડમાં અત્યારે કોકટેલ રિંગ ખૂબ જ માનીતી છે. કોકટેલ રિંગ સામન્ય રીતે હેવિ જ હોય છે. સિમ્પલ અને નાજુક હોતી નથી. કોકટેલ રિંગ હાઇ એન્ડ હેવિ જ્વેલરીમાં જ સ્થાન પામે છે. કોકટેલ રિંગની ખાસિયત એ છે કે તમામ પ્રકારના કપડાં પર તે શોભી ઊઠે છે.
સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જાય છે, પરંતુ કેટલીક સાવચેતી અને યોગ્ય પ્રકારના ખાનપાનથી તેના જોખમને ઘટાડી શકાય છે.
છત્તીસગઢ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા રાયપુરમાં રાષ્ટ્રીય યોગ સ્પર્ધાનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. ૧૧ વર્ષની અન્વી ઝાંઝારૂકિયાએ પણ તેમાં ભાગ લીધો હતો અને ગોલ્ડમેડલ મેળવ્યો હતો. અન્વી નોર્મલ બાળકો કરતાં અલગ છે. અન્વીને જન્મજાત ડાઉન સિન્ડ્રોમ બીમારી છે. જેથી તેનું આંતરડુ પણ ૭૦ ટકા ખરાબ થઈ ગયું છે. જોકે અન્વી હિંમત હારતી નથી. યોગ સ્પર્ધામાં તો તે સ્વસ્થ બાળકોને ટક્કર આપે છે. છત્તીસગઢ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા રાયપુરમાં આયોજિત રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો એ પછી તે યોગમાં વધુ ને વધુ આગળ વધવા માગે છે.
રાજસ્થાનના બિકાનેરમાં રહેતી મેઘા હર્ષે ૭૦ ફૂટ ઊંચું અને ૭૦ ફૂટ પહોળું પેઇન્ટિંગ બનાવીને સાઇપ્રસનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ પેઇન્ટિંગને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. મેઘાએ આ ચિત્ર ૧૭ દિવસમાં જ તૈયાર કર્યું હતું. અગાઉનો રેકોર્ડ સાઇપ્રસના એલેક્સના નામે હતો. એલેક્સે ૫૯ ફૂટ લાંબુ અને તેટલું જ પહોળું પેઇન્ટિંગ બનાવ્યું હતું.
વાળમાં ખોળો થવો, વાળ ખરવા અને વાળમાં ડ્રાયનેસ આવવા જેવી સમસ્યાઓ બહુ સામાન્ય બનતી જાય છે. અનિયમિત જિંદગી, તણાવ અને વાતાવરણમાં પ્રદૂષણની પણ વાળ પર ખૂબ જ ખરાબ અસર થાય છે. દરેક સમસ્યાઓ વચ્ચે પણ વાળને હેલ્ધી રાખવાનું મુશ્કેલ છે પણ અશક્ય નથી. તમારા વાળ તમારા વ્યક્તિત્વને રજૂ કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી વાળને હેલ્ધી રાખવા માટે જ અહીં કેટલીક ઘરેલુ અને વાળ માટે ગુણકારી ટિપ્સ આપી છે. જેને અનુસરીને તમે પણ ચમકદાર, ઘટાદાર અને રેશમી ઝુલ્ફો મેળવી શકશો.
પેપ્સિકોનાં પૂર્વ વડાં ભારતીય અમેરિકન ઈન્દ્રા નૂઇ ઉં (૬૪)ને યુએસની પ્રતિષ્ઠિત નેશનલ પોટ્રેટ ગેલેરીમાં સામેલ કરાયા છે. નૂઇને તેમની સિદ્ધિઓ, અમેરિકાનાં વિકાસ અને સંસ્કૃતિ પર તેમનાં પ્રભાવના કારણે આ ગેલેરીમાં સ્થાન મળ્યું છે. ગેલેરીમાં સ્થાન મેળવ્યા પછી નૂઇએ એક મુલાકાતમાં જણાવ્યું કે, એ મહત્ત્વનું નથી કે તમારો જન્મ ક્યાં થયો છે અને તમારો વારસો શું છે? મને લાગે છે કે જો તમે મહેનત કરો, તમે તમારા કામમાં સકારાત્મક યોગદાન આપો અને તમે ઇમાનદાર હો તો અમેરિકા તમને એ બનવાની તક આપે છે જે તમે બનવા માગો છો.
ડેનિમની ફેશન વર્લ્ડમાં સરતાજ સમાન ગણાય છે. સ્ત્રી હોય કે પુરુષ તેઓ ડેનિમ ફેબરિક મરજી મુજબ પહેરી શકે છે. ડેનિમ જેકેટ્સથી લઈને શોર્ટસ અને પેન્ટ્સથી લઈને સ્કર્ટસની ફેશન ક્યારેય જૂની થવાની નથી. ડેનિમ મટીરિયલના હવે તો કુર્તા પણ લોકપ્રિય થઈ રહ્યાં છે. ડેનિમ કુલ સાથે સાથે ટફ લૂક આપે છે. ડેનિમના કોઈ પણ આઉટફિટમાં બ્લ્યૂ કલર વિશેષ લોકપ્રિય છે. તેની માગ સૌથી વધુ રહેતી હોય છે. એમાં પણ ડાર્ક બ્લ્યૂ કલર વિશેષ લોકપ્રિય છે. વિશ્વમાં તે ટોચના બેસ્ટ સેલરમાં સામેલ છે. જોકે હવે ફેશન પરસ્ત લોકો ડેનિમમાં પણ જુદા જુદા રંગોની માગ કરે છે અને તે આઉટફિટ ટ્રાય પણ કરે છે. ડેનિમમાં જોકે આજે પણ વ્હાઈટ સિવાય ડાર્ક કલર જ વધુ જમાવટ કરે છે. જેમ કે બ્લેક, મરુન, ખાખી, ગ્રીન, મિલિટરી ગ્રીન, કોફી, ચોકલેટી વગેરે કલરની પણ બોલબોલા છે. સામાન્ય રીતે ડેનિમ મટીરિયલમાં પણ નીતનવી ફેશન ટ્રેન્ડી બની છે.
