વુડબ્રીજ નજીકના સફોકમાં રહેતાં ૮૧ વર્ષના નીના સ્નેલિંગે યુવા દેખાવ માટે ન તો કોઇ પણ પ્રકારની સર્જરી કરાવી છે કે ન તો ક્યારેય હેરડાય લગાવી છે. આમ છતાં પણ તેઓ આજે ૪૫ વર્ષનાં લાગે છે. નીના જણાવે છે કે, ‘મારી આ સુંદરતા કાયમ રહેવાનું એક કારણ કદાચ એ હોય શકે કે હું અપરિણીત છું. જ્યારે લોકો મને મળે છે ત્યારે એમ જ માને છે કે મારી ઉંમર ૪૦-૪૫ વર્ષની છે.’ નીનાની વાતમાં સહેજ પણ અતિશ્યોક્તિ નથી.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
એક બાળક હોય તેના ઉછેરમાં જ આજકાલની યુવા માતાઓ થાકી જતી હોય ત્યારે 25 વર્ષની ઉંમરમાં 22 બાળકોની માતા બની રહેવાનું કેટલું મુશ્કેલ બને તે કલ્પી શકાય તેવું છે. જોકે, રશિયન માતા ક્રિસ્ટિના ઓઝતુર્કને તો કુલ 105 બાળકોની માતા બની હર્યોભર્યો પરિવાર ઉછેરવો છે અને ધનવાન હોવાથી ઓઝતુર્ક દંપતીને પોસાય તેવું છે. જોકે, તે ખરેખર કેટલા બાળકોની માતા બની શકશે તે માત્ર સમય કહી શકે છે. હકીકત એ છે કે આટલાં બધાં બાળકોમાંથી ક્રિસ્ટિનાએ લગ્ન પહેલા માત્ર 17 વર્ષની વયે સૌથી મોટી દીકરી વિકાને જન્મ આપ્યો હતો અને બાકીના બાળકો સરોગસી મધરની સહાયથી મેળવ્યાં છે.
સ્ટ્રીમિંગ ડેટા ટેકનોલોજી કંપની કોન્ફ્લુઅન્ટની ભારતીય અમેરિકન સહસ્થાપક નેહા નારખેડેએ ઈન્ડિયા‘ઝ રિચ લિસ્ટ 2022માં સ્થાન હાંસલ કર્યું છે. IIFL વેલ્થ હુરુન રિચ લિસ્ટના જણાવ્યા મુજબ 37 વર્ષીય નેહા નારખેડે ભારતીય રિચ લિસ્ટમાં સ્વબળે આગળ આવેલી સૌથી યુવાન મહિલા એન્ટ્રેપ્રીન્યોર છે. તેની સંપત્તિ અંદાજે રૂપિયા 4700 કરોડ (522.5 મિલિયન પાઉન્ડ/ 580.5 મિલિયન ડોલર) છે અને 1103 ધનપતિઓના IIFL વેલ્થ હુરુન રિચ લિસ્ટમાં 336મો ક્રમ ધરાવે છે.
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને એકટર પ્રિયંકા ચોપરા જોનાસે એક લીડરશીપ ફોરમમાં એક મંચ શેર કર્યો ત્યારે પોતાના ભારતીય મૂળ, લગ્નમાં સમાનતા અને જળવાયુ પરિવર્તન વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
મલયાલી લેખિકા સારાહ થાનકમ મેથ્યુઝને અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત લિટરેચર એવોર્ડ ‘નેશનલ બૂક એવોર્ડ’ ના ફાઈનલિસ્ટ તરીકે શોર્ટલિસ્ટ કરાયાં છે. ફિક્શન શ્રેણીમાં સારાહની પ્રથમ બૂક ‘ઓલ ધીસ કુડ બી ડિફરન્ટ’ને નેશનલ બૂક ફાઉન્ડેશનના વાર્ષિક સાહિત્યિક એવોર્ટ માટે શોર્ટલિસ્ટ માટે પસંદ કરાઈ હતી. વિજેતાનું નામ 16 નવેમ્બરે જાહેર કરવામાં આવનાર છે.
ફેશનપ્રેમી યુવતીઓ હંમેશાં સુંદર દેખાવા ઇચ્છતી હોય છે. યોગ્ય સ્ટાઇલની સ્લીવ્ઝ સાવ સાદા આઉટફિટને પણ ગ્લેમરસ લુક આપી શકે છે. આ સ્લીવ્ઝની પસંદગી કરતી વખતે બોડી ટાઇપનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જો આટલી વાતનું ધ્યાન રાખવામાં આવે તો તમે બહુ ઓછી મહેનતે આકર્ષક લાગી શકો છો.
આપણે પર્વો-તહેવારોમાં ફેસ અને હાથ-પગની ત્વચાની વિશેષ કેર કરીએ છીએ તે સાચું, પણ આ તો તહેવારોના તહેવાર દિવાળીની વાત છે. ત્વચાની ચમકદમક તો નીખરવી જ જોઇએને... અને આ માટે જરૂરી છે બોડી પોલિશિંગ.
યુએસ પ્રમુખ જો બાઇડેને કાશ્મીરી મૂળનાં મહિલા શેફાલી રાઝદાન દુગ્ગલને નેધરલેન્ડનાં રાજદૂત બનાવ્યાં છે. ઉપપ્રમુખ કમલા હેરિસે રાજદૂત તરીકે શેફાલીને શપથ લેવડાવ્યાં હતાં.
લિઝ ટ્રસ વડાં પ્રધાન બન્યાં તે સાથે જ બ્રિટન એવો 31મો દેશ બની ગયો છે કે જ્યાં હાલમાં સરકારના વડા કે રાષ્ટ્રાધ્યક્ષ કોઇ મહિલા છે. લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાં પ્રધાન બન્યા છે. તેમના પહેલાં ત્રણ મહિલાઓને દેશના વડાં તરીકે ચૂંટનારો એકમાત્ર દેશ આઈસલેન્ડ હતો.
આ સાથેની તસવીર વેસ્ટ આફ્રિકાના બેનિનના કોટોનોઉ શહેરની છે, જ્યાં ડાહોમી રાજ્યની વીરાંગનાઓથી પ્રેરિત થઇને 30 મીટર ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઇ છે.
