મહિલાઓમાં 50 વર્ષ જૂના શબ્દો પણ યાદ રાખવાની ક્ષમતા હોય છે અને તેમનું મગજ પુરુષો કરતાં વધુ સક્રિય હોય છે. નોર્વેની બર્ગન યુનિવર્સિટીના એક રિસર્ચમાં આ ખુલાસો થયો છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
એક પ્રાચીન ગ્રીક બ્યૂટી સ્ટાન્ડર્ડને એપ્લાય કરી કમ્પ્યુટર દ્વારા તૈયાર કરાયેલી વિશ્વની સુંદરતમ દસ સ્ત્રીઓમાં ભારતમાંથી એકમાત્ર દીપિકા પાદુકોણનો સમાવેશ કરાયો છે. દીપિકાને નવમો ક્રમ અપાયો છે. આ યાદીમાં જોડી કોમહ પહેલા નંબરે છે.
દેવદિવાળીના આગમન સાથે જ લગ્નસરા શરૂ થઇ જશે. સ્વાભાવિક રીતે જ જેમના લગ્ન તે વખતે નિર્ધાર્યા હશે તેમણે તૈયારી શરૂ કરી દીધી જ હશે. અને લગ્નની ખરીદીમાં સૌથી પહેલા નવોઢાના વસ્ત્રો આવે. પોતાના જીવનના સૌથી મહત્ત્વના દિવસે કોઇ પણ દુલ્હન સૌથી સુંદર દેખાવા ઇચ્છતી હોય છે.
અમેરિકામાં દુર્લભ અને ખતરનાક યુટરિન કેન્સર (ગર્ભાશયનું કેન્સર)ના કેસની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. 15 વર્ષ પહેલાં યુટરિન કેન્સરના 39 હજાર કેસ હતા હવે આ આંકડો 66 હજાર પર પહોંચી ગયો છે.
પ્રસંગ નાનો હોય કે મોટો, દરેક સ્ત્રીને સાજશણગાર કરવાનું બહાનું જ જોઈતું હોય છે. જોકે વાત પાર્ટીની વાત હોય ત્યારે તો પરફેક્ટ મેકઅપ અતિશય મહત્ત્વપૂર્ણ બની જાય છે. દિવાળી પાર્ટી હજુ ચાલી રહી છે, અને આવતા મહિને તો ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ જશે. આવો આજે જાણીએ પાર્ટી મેકઅપ વિશે કેટલીક મહત્ત્વપૂર્ણ ટિપ્સ. આ ટિપ્સ અપનાવીને મેકઅપ કરશો તો પાર્ટીમાં હાજર બધાની નજર તમારા તરફથી હટશે નહીં.
મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા, મહિલાઓની ‘સેવા’ થકી વિશ્વવિખ્યાત થયેલાં અને ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ ઈલાબેન રમેશભાઈ ભટ્ટ (જન્મઃ 7 સપ્ટેમ્બર 1933)નું બીજી નવેમ્બરે નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા. ઈલાબહેને 1972માં સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (‘સેવા’) નામની સંસ્થા સ્થાપીને સતત 24 વર્ષ સુધી તેના જનરલ સેક્રેટરી પદે રહ્યા હતા. એ દરમિયાન એમણે કરેલી મહિલા ઉત્કર્ષની નિરંતર સેવાઓને લીધે ઈલાબહેનને ભારત સરકારે 1985માં પહેલા પદ્મશ્રી અને પછી 1986માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતાં.
મોંઘવારી બધાં જ સેક્ટરમાં છે અને એમાંથી ફેશન-ઇન્ડસ્ટ્રી પણ બાકાત નથી. એને કારણે ફેશન મર્ચન્ડાઇઝ વધુને વધુ મોંઘી થતાં જાય છે. અસલી ચીજો મોંઘી થવાને કારણે લોકો નકલી ખરીદવા પ્રત્યે પ્રેરાય છે અને આવામાં અસલની આબેહૂબ નકલ કરતી કંપનીઓ ધૂમ કમાય છે. એક વખત જોવામાં ભલે નકલી પણ ગમી જાય, પરંતુ લાંબા સમય માટે એ સારું નથી. જો તમારા હાથમાં ક્યાંક ફેક ચીજ આવી ગઈ તો તમે એ ફેવરિટ બ્રાન્ડ જીવનભર વાપરવાનું બંધ કરી દો એવું પણ બને.
પતિના અવસાન બાદ હતાશ થવાની જગ્યાએ એક નવું જીવન શરૂ કરીને લોકો માટે પ્રેરણા બનનાર હીરાનગરી સુરતના અડાજણ વિસ્તારમાં રહેતાં 78 વર્ષીય બકુલાબેન પટેલ હવે ઓસ્ટ્રેલિયામાં દરિયામાં સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઇ વર્લ્ડ રેકોર્ડ બનાવશે. વોટર ફોબિયા હોવા છતાં તેઓ દૃઢ નિર્ધાર વડે દેશ-વિદેશની સ્વિમિંગ સ્પર્ધાઓમાં ભાગ લઇને 2 ગોલ્ડ અને 6 આંતરરાષ્ટ્રીય મેડલ સહિત 499 મેડલ જીત્યાં છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારે મહિલાઓ પર દમન અને અત્યાચારનો સિલસિલો આગળ વધાર્યો છે. અગાઉ અનેક પ્રતિબંધો મૂક્યા પછી હવે તાલિબાની શાસકોએ મહિલાઓ જીમ અને મનોરંજન પાર્કમાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
શું તમારે સ્લિમ ટ્રીમ દેખાવ મેળવવો છે? અહીં સૂચવેલા આઇડિયા અજમાવી જોવા જેવા છે. તમે સ્લિમ લુક આપે એવાં આઉટફીટ્સ અને એકસેસરીઝ પસંદ કરીને નમણી નાર જેવા દેખાઇ શકો છો.
