યુએસના ફ્લોરિડાના ક્લેરમોન્ટનાં આશા મન્ડેલાએ તેના સૌથી લાંબા ડ્રેડલોક વાળ માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
ભારતના દિગ્ગજ કોર્પોરેટ હાઉસ રિલાયન્સની તાજેતરમાં યોજાયેલી એન્યુઅલ જનરલ મિટીંગ (એજીએમ)માં દેશમાં ફાઇવ-જીના લોન્ચિંગથી માંડીને ગ્રૂપના ભાવિ આયોજનો સંદર્ભે અનેક મહત્ત્વની જાહેરાતો થઇ. જોકે આ બધામાં સૌથી વધુ ધ્યાનાકર્ષક જાહેરાત હતી રિલાયન્સ રિટેલની.
મા તે મા બીજા બધા વગડાના વા કંઇ અમસ્તું નથી કહેવાયું. મધ્યમ પ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં એક માતા તેના 15 મહિનાના બાળકને બચાવવા માટે વાઘ સાથે લડી હતી. વાઘના નખ મહિલાનાં ફેફસાં સુધી ઘૂસી ગયા હતા પણ તેણે હિમ્મત હારી નહોતી. તે 20 મિનિટ સુધી લડતી રહી અને વાઘનાં જડબાંમાંથી દીકરાને છોડાવી લાવી. મહિલાની સ્થિતિ ગંભીર હોવાને કારણે તેને જબલપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના રોહનિયા ગામની છે.
યુવતીઓ પોતાની સુંદરતાને અનોખો નિખાર આપવા અવનવી એક્સેસરીનો ઉપયોગ કરતી હોય છે. યુવતીઓની ફેવરિટ ેક આવી જ એક્સેસરી છે બ્રેસલેટ. નાજુક અને આકર્ષ બ્રેસલેટ ઓફિસમાં પહેરવા માટે સૌથી સારો વિકલ્પ છે.
છેલ્લા થોડાક સમયથી નેઇલ એક્સટેન્શનનો ક્રેઝ માત્ર કોલેજ ગોઇંગ યુવતીઓમાં જ નહીં, પરંતુ મધ્યમ વયની સ્ત્રીઓમાં પણ વધી રહ્યો છે. નેઇલ એક્સટેન્શનમાં ઓરિજિનલ નેઈલ પર એક્રેલિક નખ ચોંટાડવામાં આવે છે, જે નખને ખૂબ જ આકર્ષક દેખાવ આપે છે. અલબત્ત, આ પછી જો તેની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે બગડી શકે છે. એટલું જ નહીં, નખને પણ નુકસાન થઇ શકે છે. નેઇલ એક્સટેન્શન લાંબા સમય સુધી ટકી રહે તે માટે કેટલીક બાબતોની કાળજી લેવી આવશ્યક છે. અહીં કેટલીક ટિપ્સ આપી છે જે તમારા નખને લાંબા સમય સુધી સુંદર રાખી શકે છે. નેઇલ એક્સટેન્શન કરાવતી વખતે આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખો.
આયેશા અલ મંસૂરીએ યુએઈની પ્રથમ મહિલા કમર્શિયલ કેપ્ટન બનીને ઈતિહાસ બનાવ્યો છે. એતિહાદ એરલાઈન્સ સાથે પાઇલટ તરીકે જોડાયેલી 33 વર્ષની આયેશા સુપર જમ્બો પેસેન્જર એરક્રાફ્ટનું સુકાન સંભાળશે.
યુવતીઓને ઘરેણાં પહેરવાનો શોખ હોય છે. પછી એ ટીનેજર હોય કે હાઉસવાઇફ. એમાંય અત્યારે લાઇટવેઇટ જ્વેલરીની ફેશન ચાલી રહી છે. યુવતીઓ બીજા બધા દાગીના પહેરે કે ના પહેરે પણ આંગળીમાં રિંગ પહેરવાનું તેઓ બહુ પસંદ કરે છે. દરેક વર્ગ હેવી અને ક્લાસી લુકમાં રિંગ્સને પસંદ કરી રહી છે. તો આજે વાત કરીએ ક્લાસી રિંગ્સની.
એનએચએસમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતી 26 વર્ષીય અમ્રિતા સૌંદ પોતાની પ્રથમ સૌંદર્યસ્પર્ધામાં જ મિસ બર્મિંગહામનો ખિતાબ જીતવા સાથે આગામી મહિને યોજાનારી મિસ ઈંગ્લેન્ડની ફાઈનલમાં પહોંચી છે. નોંધપાત્ર બાબત એ છે કે અમ્રિતાને 12 વર્ષની નાની વયથી જ ત્વચા પર સફેદ દાગનો રોગ વિટિલિગો (Vitiligo) થયો હતો જેનાથી તેનો આત્મવિશ્વાસ ઘટી ગયો હતો પરંતુ, તેણે પરિસ્થિતિ પર કાબુ મેળવી સૌંદર્યસ્પર્ધામાં વિજય હાંસલ કર્યો છે. અમ્રિતાના દિવંગત પિતા પંજાબના હતા જ્યારે તેના માતા બિમલા સૌંદ સિમલાના છે.
લેક ડિસ્ટ્રિક્ટના વિન્ડરમીઅરની 24 વર્ષીય સાહસિક યુવતી અન્ના ટેઈલર 100 બ્રિટિશ પર્વતશિખરોને સાંકળી લેતા રૂટ્સને પૂર્ણ કરી યુકેની પ્રથમ પર્વતારોહક બની છે. તેણે 53 દિવસના સાહસમાં 1250 માઈલ્સનું સાયકલિંગ, 210 માઈલ્સ દોડવા કે ચાલવા સાથે 39,000 ફૂટ (12,402 મીટર)થી વધુની ઊંચાઈ સર કરી માનવશક્તિનું પ્રદર્શન કર્યું છે.
દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે તેનું ઘર સૌથી સુંદર લાગે. અને ઘરની સુંદર સજાવટ માટે વોલપેપર બહુ સારો વિકલ્પ સાબિત છે. ઘરને સજાવવા માટે આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની સામગ્રીઓ મળતી હોય છે. જો તમે તમારા ઘરને ઓછા ખર્ચામાં એકદમ અલગ લુક આપવા ઇચ્છતાં હો તો દીવાલને વોલપેપર દ્વારા સજાવી શકો છો.
