એક સમય હતો જ્યારે નવવધૂ જ્વેલરીના હરતી-ફરતી દુકાન જેવી દેખાતી હતી, પણ હવે દિવસો બદલાયા છે. આવી બ્રાઇડ હવે ફક્ત ઇતિહાસમાં કે ફેશન શોના રૅમ્પ પર જ જોવા મળે છે. આજકાલની યુવતીઓને તો દેખાવમાં અને ખાસ કરીને વજનમાં હલકા-ફૂલકા હોય એવા ડ્રેસ પહેરવા ગમે છે. બ્રોકેડના મોટિફવાળા નેટના લહેંગાની જગ્યા હવે રિફ્રેશિંગ કલર્સ અને લાઇટ ફેબ્રિકે લઈ લીધી છે. જોઈએ આ લાઇટ વેઇડ બ્રાઇડલવેઅરના ટ્રેન્ડમાં બીજું શું છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
સોશિયલ મીડિયામાં દરેક વસ્તુઓ પળવારમાં વાઈરલ થઇ જાય છે. આના લાભ છે તો ગેરલાભ પણ છે. મહિલાઓ કેન્દ્રીત એક અભ્યાસનું તારણ કહે છે કે સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવાથી મહિલાઓમાં તણાવ વધે છે. આમાં પણ માતૃત્વ અને પેરેન્ટિંગને લઇને જે માતાઓ સોશિયલ મીડિયા પર વધુ કન્ટેન્ટ જુએ છે તેઓ વધુ તણાવનો શિકાર બનતી હોવાનું અભ્યાસમાં જણાયું છે. નિષ્ણાતોના મતે આનું કારણ એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલિવરી બાદ માતા પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને બીજા સાથે સતત તુલના કરતી રહે છે.
યુવતીઓ સામાન્યપણે લીડર બનવા માંગતી નથી, પરંતુ જ્યારે તેઓના આત્મસન્માન પર વાત આવે છે ત્યારે તેઓ અડગ રહીને તેનો સામનો કરે છે. આ રિસર્ચના મેટા-વિશ્લેષણ અનુસાર મહિલા નેતૃત્વની રણનીતિઓ પુરુષોની તુલનામાં વધુ અસરકારક હોય છે.
રાતની નીંદર આપણા તનમનને તાજગી બક્ષે છે. પૂરતી નિંદ્રા પછીની સવારે કેટલી હળવાશ અનુભવાય છે. બિલકુલ તે જ રીતે ત્વચા માટે સવારની કાળજી જરૂરી છે. ત્વચા નિષ્ણાતો કહે છે કે સવારના ઉઠીને તરત જ ચામડીની ચોક્કસ પ્રકારે કાળજી જરૂરી છે. ત્વચા પ્રત્યે બેપરવાઇ દાખવવાના બદલે કેવી વિશેષ કાળજી લેવી જોઇએ તે જોઇએ...
ગુજરાતથી એકલા સાઈકલ ચલાવીને 14 દિવસમાં અરુણાચલ પ્રદેશ પહોંચેલાં 45 વર્ષીય પ્રિતી મસ્કે નવો કિર્તીમાન હાંસલ કર્યો છે. બે સંતાનોનાં માતાએ સાઈકલ પર લગભગ 4000 કિલોમીટરની મુસાફરી કરીને સાબિત કર્યું છે કે, જો ઈરાદા મજબૂત હોય તો ઉંમર તેને આડે નથી આવતી.
અહેવાલ અનુસાર, પ્રીતિ મસ્કે પહેલી નવેમ્બરે પાકિસ્તાનની સીમા પાસે આવેલા કોટેશ્વર મંદિરથી પોતાની યાત્રા શરૂ કરી હતી
શરીરની જેમ વાળ પણ આપણને પહેલેથી સંકેત આપી દે છે કે વાળની વિશેષ સારસંભાળનો સમય આવી ગયો છે. જેમ કે, વાળ ખરવા, પાતળા થઈ જવા, વાળ બરછટ થવા વગેરે. વાળનો ગ્રોથ વધારવા કે તેને લાંબા અને મુલાયમ બનાવવા માટે હોમમેડ હેરપેકનો નિયમિત ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
દુનિયાનાં ટોપમોસ્ટ મેગેઝિનમાં જેની ગણના થાય છે એ ‘ફોર્બ્સ’ દ્વારા તાજેતરમાં એશિયાની 20 મહેનતુ બિઝનેસ વુમનની યાદી જાહેર થઇ છે. ભારતીયો માટે ગૌરવપ્રદ બાબત એ છે કે આ 20 સુપરપાવર મહિલાઓની યાદીમાં ત્રણ ભારતીય છે. આમાંનું એક નામ એટલે સોમા મંડલ. તેઓ ભારત સરકારના પબ્લિક સેક્ટર યુનિટ અને ‘સેઇલ’ના ટૂંકા નામે જાણીતી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં ચેરપર્સન છે. તમને જાણીને નવાઇ લાગશે કે ‘ફોર્બ્સ’ની આ યાદીમાં એવાં નારીરત્નોની પસંદગી કરાઇ છે, જેમણે કોવિડકાળના અનિશ્ચિત સંજોગો છતાં પોતાના વ્યવસાયને સફળતાપૂર્વક આગળ ધપાવ્યો છે.
દિલ્હીની રશ્મિ કુમારી કેરમ બોર્ડર પર પોતાનો દબદબો બનાવી રાખતા ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બની છે. તેના નામે 11 નેશનલ ટાઈટલ પણ છે. તે 3 વખત વર્લ્ડ ચેમ્પિયન બનનાર દેશની પ્રથમ કેરમ પ્લેયર પણ બની છે.
દુલ્હનના શ્રૃંગારમાં ઘરેણાંનું બહુ મહત્ત્વ હોય છે. માથાથી પગ સુધી અલગ અલગ જગ્યાએ પહેરવામાં આવતાં તમામ ઘરેણાંનું અલગ અલગ મહત્ત્વ હોય છે. તમામ ઘરેણાંની જેમ પાયલનું દુલ્હનના શ્રૃંગારમાં આગવું સ્થાન છે. હાલના આધુનિક સમયમાં યુવતીઓ પરંપરાગત અંદાજની સાથે કમ્ફર્ટને વિશેષ પ્રાધાન્ય આપે છે. આ કારણે યુવતીઓ ભારે પાયલને બદલે હળવી ડિઝાઇનવાળી પાયલ વધારે પસંદ કરતી થઇ ગઇ છે.
થોડાં વર્ષો પહેલાં આભૂષણોની દુનિયામાં ચાંદી તેમજ સોનું સૌથી વધુ મહત્ત્વનું સ્થાન ધરાવતાં હતાં, પરંતુ છેલ્લા થોડા સમયથી હીરાએ પણ આભૂષણોની દુનિયામાં પોતાનું મહત્ત્વનું સ્થાન બનાવી લીધું છે. જેટલી લોકપ્રિયતા સોનાની છે તેટલી જ આજકાલ હીરાની પણ છે. હીરાની વીંટી તેમ જ કાનની બૂટ્ટી વધુ લોકપ્રિય છે.
