ભારતનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન્, બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર શો, નાયકાના સ્થાપક ફાલ્ગુની નાયર, રોશની નાદર મલ્હોત્રા, માધવી પુરી બુચ, સોમા મંડલ એમ કુલ છ સન્નારીએ ‘ફોર્બ્સ’ના વિશ્વનાં 100 સૌથી પ્રભાવશાળી મહિલાની યાદીમાં સ્થાન મેળવ્યું છે. નિર્મલા સીતારામને વિશ્વનાં 100 પ્રભાવશાળી મહિલાની યાદીમાં સળંગ ચોથા વર્ષે સ્થાન મેળવ્યું છે. 2021માં તેઓ 37મા, 2020માં 41 તો 2019માં 34મા ક્રમે હતા. આ વૈશ્વિક યાદીમાં યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન ટોચના સ્થાને બિરાજે છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
એક સમયનાં મહાન દોડવીર પી.ટી. ઉષાને ઇંડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ)ના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ સાથે જ ભારતીય રમત પ્રશાસનમાં એક નવા યુગની શરૂઆત થઈ છે એમ કહી શકાય. તેઓ આ સંગઠનનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા છે. 58 વર્ષીય ઉષાએ એશિયન ગેમ્સમાં બહુવિધ મેડલ જીત્યા હતા અને 1984 લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમમાં 400 મીટર હર્ડલ્સમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. પી.ટી. ઉષાને આ ટોચના હોદ્દા પર બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા.
મેકઅપ કરતી વખતે યુવતીઓ અલગ અલગ કલર્સ અને શેડ્સની સાથે એક્સપેરિમેન્ટ કરવાનું પસંદ કરે છે. તે ફક્ત આઇ મેકઅપમાં જ ડિફરન્ટ કલર્સ એપ્લાય કરે છે એવું નથી. યુવતીઓ લિપ મેકઅપ કરતી વખતે પણ અનેક શેડ્સને અજમાવે છે. દરેક લિપસ્ટિક શેડનો પોતાનો ગ્રેસ હોય છે. તેથી તેને યોગ્ય રીતે કેરી કરવું જરૂરી છે.
જામનગરમાં ટાઉન હોલ ખાતે અનોખા પ્રકારનો ફેશન શો યોજાઈ ગયો. આ ફેશન શોની વિશેષતા એ હતી કે તેમાં ટીનેજર્સની સાથેસાથે દાદીમાઓએ પણ કેટવોકના જલવા દેખાડ્યા હતા.
લિપસ્ટિક, આઈલાઇનર, આઇ શેડો જેવી મેકઅપ પ્રોડક્ટ્સ વેનિટી બોક્સમાં હોય છે, પરંતુ પરફેક્ટ લુક માટે જરૂરી મેકઅપ ટુલ્સ તમારી પાસે રાખો છો? કયા બ્યુટી ટૂલ્સ વેનિટી બોક્સમાં હોવા જોઇએ? એ અંગે જાણીએ.
ભારતની 17 વર્ષની ચેરિશા ચંદાએ મિસ ઇકો ટીનનો ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય ટીનેજર બનીને ઇતિહાસ સર્જ્યો છે.
જમ્મુ-કાશ્મીરની યુવતી સરગમ કૌશલે પ્રતિષ્ઠિત મિસિસ વર્લ્ડ-2022 બ્યૂટિ કોન્ટેસ્ટ જીતી છે. સરગમે 63 દેશોની સુંદરીઓને પાછળ મૂકીને આ ટાઇટલ જીત્યું છે. અગાઉ 2001માં અદિતિ ગોવિત્રીકરે આ તાજ મેળવ્યો હતો. આમ 21 વર્ષ બાદ ભારતે આ ટાઇટલ ફરી મેળવ્યું છે. મિસિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી સરગમ માત્ર બીજી ભારતીય યુવતી છે. સરગમે આ સફળતાનું શ્રેય તેના પિતા અને પતિને આપ્યું છે. મિસિસ વર્લ્ડના ખિતાબ માટેની જ્યુરી પેનલમાં સોહા અલી ખાન, વિવેક ઓબેરોય અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન પણ સામેલ હતા.
ભારતીય બોક્સર વિજેન્દરે પ્રોફેશનલ બોક્સિંગમાં લડવાનો નિર્ણય જાહેર કર્યા બાદ હવે દેશની મહિલા રેસલર સોનિકા કાલીરમને પણ પ્રો. રેસલિંગમાં ફાઇટ લડવાનો નિર્ણય કર્યો છે. આ ફાઇટ ૨૭મી ડિસેમ્બરે કેનેડામાં યોજાશે જ્યાં સોનિકાનો સામનો પાકિસ્તાન મૂળની કેનેડાની રેસલર સામે થશે. પ્રસિદ્ધ પહેલવાન ચંદગીરામની પુત્રી સોનિકાએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં તે રેસલિંગમાંથી સન્યાસ લઈ ચૂકી છે, પણ આ ફાઇટ માટે તેને કેનેડાની આરબીસી બેન્ક દ્વારા છ મહિના પહેલાં પ્રસ્તાવ મળ્યો હતો. તે સમયે તેણીનો પુત્ર ત્રણ મહિનાનો હોવાથી કોન્ટ્રાક્ટ સાઇન કર્યો નહોતો, પરંતુ ફરીથી આ પ્રસ્તાવ અપાયો તો ભારતને વુમન રેસલિંગને નવી ઊંચાઈ આપવા આ ફાઇટમાં લડવાનો નિર્ણય કર્યો હતો.
કેમ્બ્રિજ ડિક્શનરીએ વુમન (મહિલા)ની પોતાની વ્યાખ્યાને અપડેટ કરી છે. ડિક્શનરી અનુસાર જન્મના સમયે કોઇ પણ લિંગ કેમ ન હોય પણ મહિલાના રૂપમાં ઓળખાતી કોઇ પણ વ્યક્તિને હવે વુમન કહેવાશે.
જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો સામનો કરીને જે આગળ વધે છે એ જ ભવિષ્યમાં સફળતાના શિખરને સર કરી શકે છે. સમય-સંજોગો સામે બાથ ભીડનારા આવા વીરલા જૂજ હોય છે અને આમાં કિરણ કનોજિયાનો સમાવેશ થાય છે.
