અમેરિકાની બોને ગેબ્રિએલ મિસ યુનિવર્સ બની છે. આ સિવાય વેનેઝુએલાની અમાન્ડા ડુડામેલ ન્યૂમેન અને ડોમિનિક રિપબ્લિકની એન્ડ્રીના માર્ટિનેઝ ટોપ-થ્રીમાં પહોંચી હતી.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
અમેરિકામાં વસતી બે ભારતવંશી બહેનોએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે દાદા-દાદીને પત્ર લખવાની તેમનું એક સામાન્ય પગલું દુનિયાભરનાં લોકો માટે પ્રેરક બની જશે. મેસેચ્યુસેટ્સની શ્રેયા પટેલ અને તેમની નાની બહેન સેફ્રોનની સાથે પણ આવ્યું બન્યું છે.
આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓની ટીમે ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલનો ઉપયોગ કરવા સામે ચેતવણી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ પર જ કોઈ પણ પ્રકારની પેઇનકિલર અથવા પેરાસિટામોલનું સેવન કરવું જોઈએ. અન્યથા જન્મનાર બાળક પર અનેક પ્રકારે ખરાબ અસર થઈ શકે છે. તેમાં ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસને નુકસાન થાય છે અને જન્મ બાદ બાળકને મગજને લગતી સમસ્યા થઈ શકે છે.
ન્યૂઝીલેન્ડનાં 42 વર્ષનાં વડા પ્રધાન જેસિન્ડા આર્ડેર્ને દુનિયાને ચોંકાવતા રાજીનામાની જાહેરાત કરી છે. 19 જાન્યુઆરીએ તેમણે કહ્યું હતું કે હવે પરિવાર સાથે સમય વિતાવવા માટે પદ - જાહેર જીવન છોડી રહ્યાં છે.
ભારતીય સેનાનો ચહેરો બદલાઇ રહ્યો છે. નારીશક્તિને બરાબરીની તક આપવાની પહેલ હેઠળ લેફ્ટનન્ટ કર્નલના હોદ્દા પર કાર્યરત 108 મહિલા અધિકારીને કર્નલ રેન્કમાં બઢતી આપવાનો નિર્ણય ઉચ્ચ સ્તરે લેવાયો છે. આ માટે સૈન્ય બોર્ડ પણ રચવામાં આવ્યું છે.
સ્ત્રી કોઇ પણ ઉંમરની હોય, જ્વેલરી સાથે તેમને વિશેષ લગાવ હોવાનો જ. ઘરેણાંને લઈને મહિલાઓને જે આકર્ષણ હતું એ પહેલાં કરતાં આજે જરાય ઓછું થયું નથી. આમ જોવા જઇએ તો આજની યુવતીઓ જ્વેલરી અંગે વધુ અવેર થઇ છે. સમયના વહેવા સાથે તે જ્વેલરીમાં આવતાં પરિવર્તનોમાં અને ટ્રેન્ડમાં વધારે રસ લેતી થઇ છે. આથી જ તો આજે મહિલાઓ અલગ અલગ પ્રકારની જ્વેલરીનો ઉપયોગ પોતાની જાતને અલગ અને ટ્રેન્ડી બનાવવા માટે કરે છે. આજની માનુનીઓ પાસે જ્વેલરીમાં એટલી બધી વેરાઇટી ઉપલબ્ધ છે કે તેને તમે અલગ લુક, સ્ટાઇલ અને ડ્રેસની સાથે કેરી કરી શકો છો.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે મહિલાઓ પર અનેક પ્રતિબંધ ફરમાવ્યા છે. મહિલાઓને એકલાં બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકાયો છે તો યુવતીઓ કોલેજોમાં પણ જઈ શકતી નથી. મહિલાઓને બહાર નીકળવું હોય તો પગથી માથા સુધી શરીર ઢાંકીને જ નીકળવાનું ફરમાન થયું છે. તાલિબાનની સરકાર આટલેથી અટકી નથી, હવે તેણે મહિલાઓના પૂતળાઓનાં મોં ઢાંકવાનું શરૂ કર્યું છે. અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં કપડાંના શો-રૂમ બહાર રાખેલા મહિલાઓના પૂતળાંના મોં ઢાંકી દેવાયા છે, એની તસવીરો વાયરલ થઈ છે.
એ સમય હતો વર્ષ 2011નો હતો. મારા પતિ નીલેશ જાનીને કેન્સરની બીમારીનું નિદાન થયું. ઓપરેશન, દવાઓ, રેડિએશન આ બધાને પહોંચી વળવા માટે લાખો રૂપિયાની જરૂરત ઊભી થઈ. અમારાં પર તો જાણે આભ તૂટી પડ્યું. એ પછી પારાવાર સંઘર્ષ કરીને તેમને કેન્સરમાંથી મુક્ત કર્યા. આ શબ્દો વર્ષાબેન જાનીના છે.
ચહેરાની સુંદરતા વધારતા મેકઅપને રાતના સૂતાં પહેલા દૂર કરવાનું જરૂરી છે. મેકઅપને ચહેરા પરથી દૂર કરવા માટે નેચરલ મેકઅપ રિમૂવરનો ઉપયોગ કરવો જોઇએ. આનાથી તમારો મેકઅપ તો દૂર થશે જ સાથોસાથ ત્વચાને પોષણ મળતાં તે વધુ ચમકીલી બનશે. જેમ કે, એન્ટી ઓક્સિડન્ટના ગુણોથી ભરપૂર વિટામિન-ઇ સ્કિનને મુલાયમ કરે છે. આ માટે 60 એમએલ જોજોબા ઓઇલ અને એક વિટામિન ઇ કેપ્સ્યુલને ભેળવીને એક શીશીમાં રાખી દો અને જરૂર પડે ત્યારે તેને ઉપયોગમાં લો. આ મિશ્રણથી વોટરપ્રૂફ મસ્કરા, લિકવિડ આઇલાઇનર વગેરે પણ રિમૂવ કરી શકાય છે. આ સિવાય પણ કેટલાક હાથવગા પદાર્થો એવા છે જેના ઉપયોગ વડે તમે ત્વચાને ચમકીલી બનાવવાની સાથોસાથ મેકઅપ પણ દૂર કરી શકો છો.
દોઢેક વર્ષ પહેલા ટ્રેઇની પાઇલટ અંશિતાનું એરક્રાફ્ટ સાતપુડાની પર્વતમાળામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. સાથે બેસેલા ટ્રેનરનું તો ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. સદનસીબે અત્યંત ગંભીર ઇજા છતાં અંશિતાનો જીવ બચી ગયો હતો. જટિલ સર્જરી થઈ, બંને પગમાં રોડ નાંખવા પડ્યા, અને તેમ છતાં તે હામ હારી નથી. અંશિતાનો જુસ્સો હજુ કાયમ છે. મહારાષ્ટ્રના શિરપુરની ટ્રેનિંગ એકેડમીમાં તેણે ફરી વાર એવા જ વિમાન સાથે ટ્રેનિંગ શરૂ કરી દીધી.
