આજના વ્યસ્ત જીવનમાં તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે કારણ કે તેની સીધી અસર તમારા સંતાનોના આરોગ્ય પર પણ પડતી હોય છે. જે માતાની જીવનશૈલી તંદુરસ્ત હોય તેની દીકરીઓમાં ડિપ્રેશનના લક્ષણો ઓછા જોવા મળતા હોવાનું એક અભ્યાસનું તારણ છે. જોકે, છોકરાઓ ૫૨ આવી કોઈ અસર દેખાતી નથી.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વર તાલુકાના ઝઘડિયા નજીક આવેલા રાણીપુરા ગામે યોજાયેલા લગ્નપ્રસંગે આમંત્રિત મહેમાનો આશ્ચર્યચકિત કરી દે દેવી ઘટનાના સાક્ષી બન્યા.
ઘરમાં નાનુંમોટું ફંક્શન હોય કે લગ્ન અથવા તો પાર્ટી હોય એમાં આઉટફિટની સાથે સરસ મજાની જ્વેલરી પહેરવી એ દરેક યુવતીઓનું સપનું હોય છે. કોઈ પણ ફંક્શનમાં પરફેક્ટ લુક મેળવવો બહુ જરૂરી છે. આ ઉપરાંત ફેશન ટ્રેન્ડમાં શું ચાલી રહ્યું છે એ બાબતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. સિત્તેરના દાયકામાં જે ઇન ટ્રેન્ડ હતો એ ચોકર નેકલેસનો ટ્રેન્ડ પરત ફર્યો છે. શાહી મહેલોથી લઇને સામાન્ય લોકોમાં ચોકર હંમેશાંથી સ્ટાઇલ સ્ટેટમેન્ટનો ભાગ રહ્યો છે.
અમેરિકામાં આયા એટલી મોંઘી થઈ ગઈ છે કે બાળકોની દેખરેખ માટે મહિલાઓએ નોકરી છોડવી પડી રહી છે. અનેક મહિલાઓ તો મહામારી ખતમ થયા બાદથી કામે જ જઈ શકી નથી. ખરેખર અહીં અચાનક 80 હજાર ટ્રેઈની નેની (આયા)ની અછત સર્જાઇ છે. તેનો ફાયદો કંપનીએ ઉઠાવ્યો અને અમેરિકાના શહેરી વિસ્તારોમાં ખાસ કરીને એ વિસ્તારોમાં જ્યાં આર્થિક રીતે સમૃદ્ધ લોકો રહે છે ત્યાં ચાઈલ્ડ કેર સેન્ટર શરૂ કર્યા. અહીં તે લોકો કોલેજોની ફીથી વધુ પૈસા વસૂલી રહ્યા છે.
દરેક સ્ત્રીએ 25ની વય પછી દર 5 વર્ષે એચપીવી ટેસ્ટ કરાવવો જોઇએ. આનાથી તમે ઘણી મુશ્કેલીઓથી બચી શકો છો. બીમારીના સંકેત અંગે સમયસર જાણ થઇ જશે તો સારવાર કરવાનું ઘણું સરળ થઇ જશે.
વાળમાં નિયમિત રીતે તેલથી મસાજ કરવાથી કેમિકલ અને અન્ય હેર ટ્રીટમેન્ટથી વાળને થતાં નુકસાનની અસર ઘટાડી શકાય છે. હેર ઓઇલ અલગ અલગ પ્રકારનાં હોય છે એ હંમેશા યાદ રાખો. અમુક ઓઇલ લૂબ્રિકેશન માટે તો, કોઇ ઓવરઓલ હેલ્થ માટે, તો વળી કોઇ નરિશમેન્ટ કરવા તો કોઇ સ્કિન અને વાળમાં સ્કેલ્પ માટે પરફેક્ટ હોય છે.
કુદરતી રીતે ત્વચાના સૌંદર્યને વધારવાનું કામ બેસન કરે છે. સૌથી સારી વાત એ છે કે બેસનનો ઉપયોગ દરેક પ્રકારની ત્વચા ઉપર કરી શકાય છે. બેસનથી ત્વચાને કોઇ પણ પ્રકારની આડઅસર થતી નથી. ટેન અને મૃત ત્વચાને દૂર કરવામાં બેસન મદદ કરે છે. ત્વચાને ગોરી બનાવવાની સાથે ત્વચાને લગતી સમસ્યાઓનો ઉકેલ બેસન લાવે છે. બેસનના પેકનો ઉપયોગ કરીને ત્વચાને ચમકદાર બનાવી શકીએ છીએ. બેસનનો કઈ રીતે અને ક્યાં ઉપયોગ કરી શકાય એ અંગે જાણીએ.
ક્રિકેટજગતની સૌથી સફળ આઇપીએલ (ઇંડિયન પ્રીમિયર લીગ)ની શાનદાર સફળતાના પગલે હવે ચોથી માર્ચથી વિમેન આઇપીએલનો પ્રારંભ થઇ રહ્યો છે. કુલ પાંચ ટીમ - ગુજરાત જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિમેન, દિલ્હી કેપિટલ વિમેન, યુપી વોરિયર્સ અને મુંબઇ ઇંડિયન વિમેન વચ્ચે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ અને નવી મુંબઇના ડી.વાય પાટિલ સ્ટેડિયમમાં વિમેન આઇપીએલ ટ્રોફી માટે જંગ ખેલાશે. આ ક્રિકેટ લીગ ખેલાડીઓના ઓક્શન સાથે જ અખબારોમાં છવાઇ ગઇ છે. પ્રથમ વાર યોજાઈ રહેલી મહિલા આઈપીએલ માટે 13 ફેબ્રુઆરીએ થયેલી હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)એ સૌથી વધુ રૂ. 3.40 કરોડ ચૂકવીને સ્મૃતિ મંધાનાને ખરીદી છે. આ તોતિંગ આંકડો જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનરનું મહત્ત્વ દર્શાવે છે.
તમને કોઇ કાતિલ ઠંડીમાં સ્વિમિંગ પુલમાં ઝંપલાવીને સ્વિમિંગ કરવાનું કહે તો સાંભળીને પણ શરીરમાંથી કેવું લખલખું પસાર થઇ જાય?! પણ બાર્બરાની વાત અલગ છે. ચીલીની રહેવાસી એવી બાર્બરા હર્નાન્ડેઝ નામની એક હિંમતવાન સ્વિમરે એન્ટાર્કટિકાના લગભગ ફ્રીઝ થઈ ગયેલા પાણીમાં 1.5 માઇલ સ્વિમિંગ કરવાનો જબરજસ્ત રેકોર્ડ નોંધાવ્યો છે.
સાઉથ આફ્રિકામાં યોજાયેલા ટી-20 વિમેન્સ વર્લ્ડ કપમાં એક અમ્પાયરે પણ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શ્રીલંકા-આફ્રિકા મેચમાં ઈંગ્લેન્ડની એના હેરિસે ફિલ્ડ અમ્પાયરની ભૂમિકા ભજવી ઈતિહાસ રચ્યો. માત્ર 24 વર્ષ 118 દિવસની એના મેજર આઇસીસી ઈવેન્ટ (પુરુષ-મહિલા બંને)માં અમ્પાયરિંગ કરનાર બીજી સૌથી યુવા બની છે. રેકોર્ડ સાઉથ આફ્રિકાની લોરેન એગેમબેગના નામે છે, જેણે માત્ર 23 વર્ષની વયે ટી-20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કર્યું હતું.
