મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    પ્રથમ શિક્ષિકા : સાવિત્રીબાઈ ફ...

    બાળકોને ભણાવવા જતી એક સ્ત્રીને પરેશાન કરીને એનું મનોબળ તોડવા માટે એના પર અભદ્ર ભાષામાં ગાળોનો વરસાદ વરસાવવામાં આવે, છતાં એ મહિલા વિચલિત ન થાય તો એના પર ઢેખાળા, ટામેટાં અને ગાયનું છાણ ફેંકવામાં આવે.... આ દ્રશ્યનો સમયગાળો કયો હોઈ શકે ?

    કટ્ટરવાદી સરકારના અત્યાચારથી...

    ઇસ્લામિક સરકારના જોરજુલમ અને અત્યાચારના પગલે ઇરાન ફરી હિજાબમાં છે અને 9000 મહિલાઓ જેલના સળિયા પાછળ દિવસો વીતાવી રહી છે. ઇરાનમાં મહસા અમીનીનાં મોતને 250 દિવસ થઇ ચૂક્યા છે. ગયા વર્ષે 16મી સપ્ટેમ્બરે તહેરાનમાં પોલીસ કસ્ટડીમાં અમીનીનું મોત નીપજ્યું હતું. હિજાબ નહીં પહેરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપ છે કે, માર મારવાનાં કારણે અમીનીનું મોત થયું હતું. ત્યારબાદ ઇરાનમાં થયેલા હિજાબ વિરોધી આંદોલનમાં 500 લોકોનાં મોત થયા હતા. આશરે 17 હજાર લોકોની ધરપકડ કરાઇ હતી. આંદોલન કરવાનાં મામલામાં હજુ સુધી 10 લોકોને મૃત્યુદંડ અપાયો છે.

    મ્યુઝિયમમાં પોતાના જ હૃદયની મ

    હૃદયના ધબકારે તો જીવન ધબકતું હોય છે પરંતુ, તમારું જ હૃદય જો તમને શરીરની બહાર મ્યુઝિયમમાં રખાયેલી પારદર્શક જારમાં નિહાળવા મળે તો કેવું લાગે? જેનિફર સટનને તો જાણે હૃદય બહાર નીકળી આવશે તેવી લાગણી થઈ હતી કારણ કે તે પોતાનાં મૂળ હૃદયને 16 વર્ષ પછી નજરોનજર નિહાળી રહી હતી. તેની અંદર જે હૃદય ધબકતું હતું તે કોઈ અન્યનું હતું પરંતુ, જન્મથી 22 વર્ષ સાથસહકાર આપ્યો હોય તે હૃદય સાથેનો સંબંધ ભૂલી થોડો શકાય?

    મ્યુઝિયમમાં પોતાના જ હૃદયની મુલાકાતે પહોંચી જેનિફર!

    હૃદયના ધબકારે તો જીવન ધબકતું હોય છે પરંતુ, તમારું જ હૃદય તમને શરીરની બહાર મ્યુઝિયમમાં રખાયેલી પારદર્શક જારમાં નિહાળવા મળે તો કેવું લાગે? જેનિફર સટનને તો જાણે હૃદય બહાર નીકળી આવશે તેવી લાગણી થઈ હતી કારણકે તે પોતાનાં મૂળ હૃદયને 16 વર્ષ પછી નજરોનજર નિહાળી રહી હતી. તેની અંદર જે હૃદય ધબકતું હતું તે કોઈ અન્યનું હતું પરંતુ, જન્મથી 22 વર્ષ સાથસહકાર આપ્યો હોય તે હૃદય સાથેનો સંબંધ ભૂલી થોડો શકાય?

    સોફી 28 દિવસમાં બે વખત ગર્ભવતી થ...

    ટ્વિન બાળકોના જન્મ વિશે તો ઘણા કિસ્સા સામે આવતા હોય છે પણ થોડા વખત પહેલાં તબીબી જગતમાં એક એવો કિસ્સો નોંધાયો છે, જેનાથી સહુ કોઇ આશ્ચર્યચકિત છે. કોરોનાકાળમાં હાર્ટફોર્ડશાયરના લીઓમિન્સ્ટરની સોફી નામની એક મહિલા દ્વારા બે બાળકીઓને જન્મ આપવામાં આવ્યો હતો.

    પ્રથમ નારીવાદી લેખિકા : તારાબા...

    કુંડાળામાં પગ પડી જતાં ગર્ભવતી થયેલી બ્રાહ્મણ વિધવા સામાજિક બહિષ્કારના ભયે લાડકવાયા દીકરાની હત્યા કરી નાખે અને આ અમાનવીય કૃત્ય બદલ એ નિરાધાર સ્ત્રીને ફાંસીની સજા ફટકારવામાં આવે જે પાછળથી જન્મટીપમાં ફેરવાઈ જાય...

    મેરીને ખોવાયેલી વીંટી 13 વર્ષ બ

    અમેરિકાના મિનેસોટામાં રહેતી 71 વર્ષીય મહિલા મેરી સ્ટ્રેન્ડને 13 વર્ષ પહેલાં ખોવાઇ ગયેલી ડાયમંડ રિંગ મળી છે. વાસ્તવમાં 13 વર્ષ પહેલાં તેનાં લગ્નનાં 33 વર્ષ પૂર્ણ થવા પર તેના પતિએ તેને આ રિંગ ભેટમાં આપી હતી, પરંતુ સાઈઝમાં થોડી મોટી હોવાને કારણે એક દિવસ તે તેના હાથમાંથી સરકીને ટોઈલેટમાં પડી ગઈ હતી.

    ગારા એમ્બ્રોઇડરીઃ કળા, સંસ્કૃ

    પારસી સમુદાય સાથે અતૂટ નાતો ધરાવતી એમ્બ્રોઇડરી અનેકવિધ લાક્ષણિકતા અને ભવ્યતાનું પ્રતીક છે. ભાવનાત્મક દૃષ્ટિએ જોઈએ તો સૌમ્ય અને સૌંદર્યકલાની નજરે નિહાળીએ તો કલરફુલ એવી આ એમ્બ્રોઇડરીમાં વાસ્તવદર્શી ચિત્રણનો સુભગ સમન્વય પણ જોવા મળે છે.

    ઇટલીની સંસદમાં મહિલા સાંસદે બ

    ઇટલીની સંસદમાં પહેલીવાર એક મહિલા સાંસદે બાળકને સ્તનપાન કરાવ્યું છે. 36 વર્ષનાં સાંસદ ગિલ્ડા સ્પોર્ટિએલોને તેમના બે મહિનાના પુત્ર ફ્રેડરિકોને સ્તનપાન કરાવતા જોઈને ગૃહમાં ઉપસ્થિત સાંસદોએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું હતું.

    ‘માથા પરના સિંદૂરથી હું સલામત

    સંસ્કારનગરી તરીકેની ઓળખ ધરાવતા વડોદરાની 25 વર્ષીય ક્ષમાબિંદુએ એક વર્ષ પહેલાં સોલોગામી મેરેજ (પોતાની જાત સાથે જ લગ્ન) કરવાની જાહેરાત કરતાં જ ભારે હોબાળો થઇ ગયો હતો. વિરોધનો વંટોળ એટલો તીવ્ર હતો કે જે મંદિરમાં તે લગ્ન કરવાની હતી તેના પૂજારીએ પણ લગ્નવિધિ કરાવવાની ના પાડી દીધી હતી. જોકે ક્ષમાબિંદુએ સંજોગો સામે શરણાગતિ ના સ્વીકારી અને તેણે અન્ય સ્થળે સોલોગામી લગ્ન કરી લીધાં હતાં, જેને 8 જૂને એક વર્ષ પૂરું થયું છે. ગયા ગુરુવારે લગ્નની પહેલી એનિવર્સરી ઉજવનાર ક્ષમાબિંદુ લગ્ન કર્યાં ત્યારથી રોજ સિંદૂર લગાવે છે. પબમાં પણ સિંદૂર લગાવીને જાય છે અને સલામતી અનુભવે છે. આજે દિલ્હીમાં જોબ કરતી ક્ષમાબિંદુએ સોલોગામી લગ્નના એક વર્ષના અનુભવો એક અખબાર સાથેની વાતચીતમાં રજૂ કર્યા હતા, જેના અંશો અહીં રજૂ કર્યા છે.