મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    રાજ્યસભામાં નામનિયુક્ત  પ્રથ

    સાદિર અટ્ટમ નૃત્યશૈલી અંગે સાંભળ્યું છે ? આ સવાલનો જવાબ ભાગ્યે જ હકારમાં સાંભળવા મળશે. પણ જો એવું પૂછવામાં આવે કે ભરતનાટ્યમ વિશે જાણો છો તો નકારમાં ઉત્તર વાળનાર કો’ક જ મળશે. ભરતનાટ્યમનું પ્રાચીન નામ સાદિર અટ્ટમ છે. દેવદાસીઓનાં નૃત્ય તરીકે પ્રચલિત સાદિર અટ્ટમ શૈલી લગભગ મરણતોલ અવસ્થામાં પહોંચી ગયેલી. પણ એને ભરતનાટ્યમના નામે એક નારીએ નવજીવન આપ્યું. સાદિર અટ્ટમ માટે સંજીવની સાબિત થયેલાં એ મહિલા એટલે રુક્મિણીદેવી અરુંડેલ... રાજ્યસભામાં નામનિયુક્ત થયેલાં પ્રથમ સ્ત્રી !

    પ્રથમ મહિલા વિમાનચાલક : સરલા ઠ

    સાડી પહેરીને હવાઈજહાજ ઉડાડનાર સાહસિક સ્ત્રીને જાણો છો ? સરલા ઠકરાલને મળો... લગભગ નવ દાયકા પહેલાં ભારતીય પરંપરાનું સન્માન જાળવીને સાડી પહેરીને અને આંખો પર ચશ્માં ચડાવીને વિમાન ઉડાડનાર પ્રથમ ભારતીય મહિલા વિમાનચાલક એ સરલા ઠકરાલ.

    પુરુષોની તુલનાએ સ્ત્રીઓને હૃ

    હૃદય સંબંધિત બીમારીઓ માટે સ્ત્રીઓમાં નિદાન અને સારવાર પુરુષોની તુલનાએ મોડું થાય છે અને તેનાથી પુરુષો કરતાં સ્ત્રીઓ હૃદયરોગના વધુ ખરાબ પરિણામો ભોગવે છે. વધુમાં યુવાન મહિલાઓમાં હાર્ટ એટેકના દરમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ભારત સહિત 50 દેશોના 15 અભ્યાસોના આધારે આ નિષ્કર્ષ તારવવામાં આવ્યો છે.

    ઘરની સુંદરતા નિખારશે સ્ટાઇલિ

    દરેક વ્યક્તિ પોતાના ઘરને સુંદર અને સુઘડ લુક આપવા ઇચ્છતી હોય છે. ઘરની સુંદરતા માટે કરવામાં આવતી સજાવટમાં ફ્લાવરવાઝનો સમાવશ થાય છે. ઘરમાં ફૂલથી સજાવટ કરવી હોય તો કોઇ ફ્લાવરવાઝમાં ગમતાં ફૂલો ગોઠવીને ડ્રોઇંગરૂમ કે સ્ટડીરૂમ અથવા ઘરમાં આપણી ગમતી જગ્યાએ ગોઠવવામાં આવે તો ઘરની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે.

    નવી ઊર્જા, નવો સંકલ્પઃ 33 ટકા મહ

    દેશની આન-બાન-શાન સમાન નવનિર્મિત સંસદભવનમાં યોજાયેલા સંસદના વિશેષ સત્રના પહેલા જ દિવસે મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સોનેરી પ્રકરણ ઉમેરાયું છે.

    પ્રથમ આધુનિક મહિલા ચિત્રકાર :

    રાજા રવિ વર્માનું નામ સાંભળ્યું જ હશે ! રાજા રવિ વર્મા પ્રથમ આધુનિક ચિત્રકાર અને આધુનિક ચિત્રકળાના પિતામહ ગણાય છે, પણ પ્રથમ આધુનિક મહિલા ચિત્રકારનું નામ જાણો છો? એનું નામ સુનયની દેવી...ભારતની પ્રથમ આધુનિક મહિલા ચિત્રકાર.

    સુખની ચાવીઃ પ્રકૃતિના ખોળે વિ

    કોઇ પણ રાષ્ટ્રની પ્રગતિ સમાજ, સરકાર અને બજાર પર નિર્ભર હોય છે. આ ત્રણ મુદ્દા રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ નિશ્ચિત કરતા હોય છે. આ શબ્દો છે ભારતનાં સૌથી મોટા મહિલા દાનવીર રોહિણી નિલેકણીનાં. એડેલગિવ હુરુન ઇન્ડિયા 2022ના રિપોર્ટ પ્રમાણે, 120 કરોડ રૂપિયાના દાન સાથે 63 વર્ષીય રોહિણી છેલ્લાં ત્રણ વર્ષથી સૌથી મોટાં દાનવીર મહિલાં છે. 

    સ્વાતિ નાયકને પ્રતિષ્ઠિત નોર

    નવી દિલ્હી સ્થિત ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના યુવા વિજ્ઞાની ડો. સ્વાતિ નાયકની વર્લ્ડ ફૂડ પ્રાઈઝના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માન નોર્મન ઈ. બોર્લોગ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

    ‘અમારું કુટુંબ અત્યંત રૂઢિચુસ્ત હતું. કડક નિયંત્રણોવાળું. છોકરીઓને શાળાએ મોકલવાનો રિવાજ નહોતો. કન્યાને ભણાવવા પર પ્રતિબંધ હતો. એથી મને નિશાળે જવાનું નસીબ પ્રાપ્ત ન થયું. અમે કુલ આઠ ભાઈબહેન હતાં. અત્યંત સાધારણ જીવન હતું. ભાઈઓ તો અભ્યાસ કરતા, પણ અમારું તો બાર વર્ષની ઉંમરથી ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયેલું....’

    આદુંનું નામ પડે એટલે સૌથી પહેલાં તેના ઔષધીય ગુણો યાદ આવે. આદું શરીરને ગરમાટો આપવાની સાથોસાથ ખાંસી અને તાવમાં રાહત આપે છે, પરંતુ આદુંના ફાયદા માત્ર આટલા સીમિત નથી. આદું સ્કિનને ચુસ્ત-દુરસ્ત કરવાનું કામ પણ કરે છે. સ્કિનને હેલ્થી બનાવવા આદુંનો ફેસ માસ્ક બનાવી તેને સ્કિન પર લગાવો.