સન 1950ના દાયકામાં શરૂ થયેલી હાઈ હીલની ફેશન ન તો આરામદાયક છે અને ન તો સ્વાસ્થ્ય માટે સારી. આમ છતાં ફેશન માર્કેટમાં તેની માંગ ઘટી નથી.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘની ચામડીનો રતાશ પડતો બદામી રંગ અને ચામડી પરના પટ્ટા આકર્ષક હોય છે. વાઘની ગણના એક શ્રેષ્ઠ અને ભવ્ય વન્ય પ્રાણી તરીકે થાય છે. ૧૮ નવેમ્બર ૧૯૭૨ના વાઘને ભારતનો રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો... શાળામાં વાઘ અંગે આ પ્રકારની માહિતી તમે ભણ્યા હશો, ક્યારેક નિબંધ પણ લખ્યો હશે, પણ એક એવી મહિલા છે જેણે વાઘ પર પીએચ.ડી. કર્યું છે. જાણો છો એને ?
ઘણા ફળો એવા છે કે આપણાં સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે, અને આવા ફળોની યાદીમાં ડ્રેગન ફ્રૂટનો પણ સમાવેશ થાય છે. ડ્રેગન ફ્રૂટ પોષકતત્ત્વોથી ભરપૂર છે, એમાં વિટામિન સી, એન્ટિ ઓક્સિડન્ટ, ફાઇબર, ફલેવોનોઈડ, કેનોલિક એસિડ, કેલ્શિયમ વગેરે પોષક તત્ત્વો જોવા મળે છે, જે ત્વચાની સમસ્યામાંધી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
ભારતનાં જાણીતાં સ્કાયડાઇવર શીતલ મહાજને નવો ઇતિહાસ સર્જયો છે.
જે દુશ્મનો પર ચાબુકથી વાર કરતી હોય, તીવ્ર ગતિથી સરકતા પાંજરામાં હાથોહાથની લડાઈ કરતી હોય, ચાલતી ટ્રેન પર શત્રુઓ સાથે બાથ ભીડતી હોય, આગ સાથે ખેલતી હોય, પહાડો પરથી છલાંગ લગાવતી હોય, ઘોડેસવારી કરવાની સાથે કરતબ દર્શાવતી હોય અને સિંહની સાથે જીવસટોસટની બાજી લગાવીને લડતી હોય.... આવાં તો કેટકેટલાંયે સાહસ અને પરાક્રમો કરનાર મેરી ઇવાન્સનું નામ સાંભળ્યું છે?
‘ઇસરો’ના ભૂતપુર્વ ડાયરેક્ટર અને હ્યુમન સ્પેસ ફ્લાઇટ પ્રોગ્રામના ડિરેક્ટોરેટ વી.આર. લલિતાંબિકાને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ધ લિજિયન ઓફ ઓનર’થી સન્માનિત કરવામાં આવ્યા છે.
તહેવારો ભલે પૂરા થઇ ગયા પણ સુંદર વ્યક્તિત્વ સદાબહાર છે. અને સુંદર વ્યક્તિત્વ માટે જરૂરી છે ફેશન અને સ્ટાઇલનો સમન્વય. જેમ કે, સુંદર અને સ્ટાઇલિશ ડ્રેસ સાથે અવનવાં ક્લચનું કોમ્બિનેશન તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવી દેશે. હકીકતમાં ક્લચની ફેશન સદાબહાર છે. આ ક્લચ અનેક સ્ટાઇલમાં અને અલગ અલગ રંગોમાં મળે છે જેથી એને સુંદર આઉટફિટ્સ સાથે મેચ કરી શકાય છે.
કેનેડાના કેમ્બ્રિજના રહેવાસી ચાન્સ આયરેસની પત્ની સોનીએ તાજેતરમાં વિક્રમજનક વજન ધરાવતા બાળકને જન્મ આપ્યો છે.
‘ફોર્બ્સ’ની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતીય મૂળની ચાર મહિલાઓએ સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 32મા સ્થાને છે. જ્યારે અન્ય ત્રણ ભારતીય મહિલાઓમાં એચસીએલ કોર્પોરેશનનાં સીઈઓ રોશની નાદર-મલ્હોત્રા (60મો ક્રમ), સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનાં ચેરપર્સન સોમા મંડલ (70મો ક્રમ) અને બાયોકોનનાં ફાઉન્ડર કિરણ મઝુમદાર-શો (76મો ક્રમ)નો સમાવેશ થાય છે.
ચંડીદેવીના નામે બનેલું ચંડીગઢ સ્વતંત્ર ભારતનું પ્રથમ યોજનાબદ્ધ રીતે નિર્માણ થયેલું નગર છે અને તેની યોજના ફ્રેંચ વાસ્તુવિદ લા કોર્બુઝિયરે તૈયાર કરી હતી એ જાણીતી બાબત છે, પરંતુ આ પરિયોજનામાં સામેલ ઊર્મિલા ચૌધરી ભારતની પ્રથમ મહિલા આર્કિટેક્ટ અર્થાત સ્થપતિ-વાસ્તુકાર હતી એ ભાગ્યે જ કોઈ જાણતું હશે !
