મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    બ્રિટિશ મહિલાઓમાં દારૂનું વ્

    બ્રિટનની મહિલાઓ દારૂ પીવાના મામલે વિશ્વમાં ટોચ પર છે. અહીંની 26 ટકા મહિલાઓ મહિનામાં એક વખત તો જરૂર ડ્રિંક કરે છે. જોકે, દારૂ પીવાના મામલે પુરુષો આગળ છે, જેમની સંખ્યા 45 ટકા છે. 

    બલોચ આંદોલનમાં નવું જોમ પૂરે છ...

    પાકિસ્તાનમાં વર્ષોથી અલગ બલૂચિસ્તાનની માગણી સાથે બલોચ આંદોલન ચાલી રહ્યું છે. બલોચ લોકો તેમની સંસ્કૃતિ અને પરંપરા બચાવવા માટે લડત ચલાવી રહ્યાં છે. અને આ માટે જાનની બાજી લગાવી રહ્યા છે. કેટલાય બલોચ નેતાઓને પાકિસ્તાનની સરકારે જેલમાં બંધ કર્યા છે ને કેટલાય નેતાઓને પાકિસ્તાની લશ્કરે ઠાર કર્યા છે. જોકે હવે એક બલોચ મહિલા નેતાએ આંદોલનને નવી ઉર્જા આપી છે. આ યુવા નેતાનું નામ છે મહરંગ બલોચ.

    એરફોર્સ ઓફિસર મેડિસન માર્શ બન

    યુએસ એરફોર્સમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ફરજ અદા કરી ચૂકેલી મેડિસન માર્શે મોટી સફળતા હાંસલ કરીને હવે મિસ અમેરિકાનો તાજ જીતી લીધો છે. મેડિસન માર્શ પ્રથમ મહિલા સૈન્ય અધિકારી છે જેણે લશ્કરી સેવામાં રહીને આ પ્રતિષ્ઠિત તાજ જીતી લેવામાં સફળતા મેળવી છે.

    ન્યૂઝીલેન્ડમાં મહિલા સાંસદ ક

    રાજકીય અને સામાજિક પદ ધરાવતી વ્યકિત પાસે હંમેશા સારા કાર્યોની આશા રાખવામાં આવે છે. જો કોઇ સાંસદ પર ચોરી કરવાનો આરોપ મૂકાય તો સૌ ચોંકી ઉઠે તે સ્વભાવિક છે. ન્યૂઝીલેન્ડમાં આવા જ ચોંકાવનારા સમાચાર સપાટી પર આવ્યા છે. ન્યૂઝીલેન્ડના મહિલા સાંસદ પર દુકાનોમાંથી મોંઘા અને વૈભવી કપડા ચોરી કરવાના ત્રણ આરોપ મૂકવામાં આવ્યા છે. વીડિયો સામે આવ્યા પછી મહિલા સાંસદને રાજીનામું આપવાની ફરજ પડી છે.

    માતૃત્વ ધારણ કરવાનો સૌથી શ્રે

    કહેવાય છે કે માતા બન્યાં વિના સ્ત્રી અધૂરી ગણાય છે, દરેક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાની ખ્વાહિશ ધરાવે છે. જોકે, આજકાલ કારકીર્દિને વધુ મહત્ત્વ અપાય છે, લગ્નો પણ મોડાં થાય છે તેમજ પુરુષ અને સ્ત્રી બંને કામકાજ ન કરતાં હોય ત્યારે આવકજાવકના બે છેડાં સરખા કરવા મુશ્કેલ બને છે. આ સંજોગોમાં માતૃત્વ ધારણ કરવામાં વિલંબ થાય છે અને ઘણી વખત સગર્ભાનો જીવ જોખમમાં મૂકાય છે. જોકે, સ્ત્રીઓ મેનોપોઝ પહેલાંની કોઈ પણ વયે સફળ સગર્ભાવસ્થામાંથી પસાર થઈ શકે છે છતાં, પ્રશ્ન એ થાય છે કે સ્ત્રી માટે માતૃત્વ ધારણ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો કયો હોઈ શકે?

    બ્યૂટિ મંત્રઃ શિયાળામાં ત્વચ

    શિયાળાના આગમન સાથે જ ઠંડી હવા અને શુષ્ક વાતાવરણને લીધે ત્વચા સુકી જાય છે અને તિરાડ પડવા લાગે છે. આવી સ્થિતિમાં, ચહેરો નિસ્તેજ અને શુષ્ક દેખાવા લાગે છે અને ધીમે ધીમે તેની ચમક ગુમાવવા લાગે છે. હવામાનમાં ફેરફાર સાથે ત્વચાની સંભાળમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. આ સિઝનમાં ત્વચા સંભાળની કેટલીક યોગ્ય ટિપ્સ અજમાવી શકો છો.

    ભારતની પ્રથમ મહિલા દાસ્તાનગો-

    દાસ્તાનગોઈ એટલે મૌખિક ઉર્દૂ કહાણી કહેવાની તેરમી સદીની કળા. ફારસી શબ્દ દાસ્તાન અને ગોઈ મળીને બનેલા દાસ્તાનગોઈમાં દાસ્તાનનો અર્થ કહાણી અને ગોઈનો અર્થ સંભળાવવું કે કહેવું એવો થાય છે. એ રીતે દાસ્તાનગોઈનો અર્થ કહાણી કહેવી કે કહાણી સંભળાવવી એવો થાય છે. મધ્ય એશિયાના દેશોમાં અને ઈરાનમાં તેરમી સદીમાં દાસ્તાનગોઈ મનોરંજનનું લોકપ્રિય માધ્યમ હતું. 

    લો’રિયલનાં સર્વેસર્વા ફ્રેન્...

    બ્યૂટી અને વેલનેસ પ્રોડક્ટ્સના ક્ષેત્રે વિશ્વભરમાં આગવી નામના ધરાવતાં લો’રિયલ સામ્રાજ્યનાં માલિક ફ્રેન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ 100 બિલિયન ડોલર (અંદાજે 8,30,000 કરોડ રૂપિયા)નાં માલિક બનનારાં વિશ્વનાં સૌપ્રથમ સન્નારી બન્યાં છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સે તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર તેમની સંપત્તિ 100.1 બિલિયન ડોલર છે. તેમની અધધધ સંપત્તિનું કારણ છે લો’રિયલ બ્યૂટી પ્રોડ્કટ રેન્જની શાનદાર સફળતા. તેમને આ કંપની વારસામાં મળી છે. ભારતીય ઉદ્યોગપતિઓ સાથે સરખામણી કરવી હોય તો કહી શકાય કે તેમણે ભારતના બિલિયોનેર મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેથી આગળ નીકળી ગયાં છે. ફ્રેન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ હાલ 70 વર્ષનાં છે અને તેઓ તેમની એકાંતપ્રિય જીવનશૈલી માટે જાણીતાં છે.

    વિન્ટરમાં તમારો વટ પાડશે વેલ્

    શિયાળો એક એવી ઋતુ છે જ્યારે દરેક વ્યક્તિ પોતાની સ્ટાઈલને લગતા અનેક પ્રયોગો કરી શકે છે. શિયાળામાં અનોખા લુક માટે આઉટફિટમાં લેયરિંગ જેવા પ્રયોગ કરી શકાય છે. શિયાળામાં સ્ત્રીઓની ફેબ્રિકની પસંદગીમાં પણ ફેરફાર થાય છે. જોકે આ સિઝનમાં વેલ્વેટનું વિશેષ મહત્ત્વ છે. આ સિઝનમાં વેલ્વેટના આઉટફિટ પહેરવાનું ખૂબ જ પસંદ કરવામાં આવે છે કારણ કે એ રોયલ લુક આપે છે. 

    અશોકચક્ર મેળવનાર પ્રથમ મહિલા:...

    અશોકચક્ર સન્માન, તમગા-એ-ઈન્સાનિયત પુરસ્કાર, ફ્લાઈટ સેફટી ફાઉન્ડેશન હીરોઈઝમ એવોર્ડ, જસ્ટિસ ફોર ક્રાઈમ અવોર્ડ, સ્પેશિયલ કરેજ એવોર્ડ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય પુરસ્કાર, ભારત ગૌરવ પુરસ્કાર.....પહેલો પુરસ્કાર ભારત સરકારનો છે, બીજો પાકિસ્તાન સરકારનો છે, ત્રીજો, ચોથો અને પાંચમો અમેરિકાનો છે, છઠ્ઠો ભારતનો છે અને સાતમો ઇંગ્લેન્ડનો છે. ચાર ચાર દેશના પુરસ્કારોની કુલ સંખ્યા સાત છે, પણ એને પ્રાપ્ત કરનાર સ્ત્રી એક જ છે....કહો જોઉં, એ કોણ છે?