ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિસ્કોવાએ મિસ વર્લ્ડ 2024નું ટાઇટલ જીત્યું છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
ભારતની સર્વોચ્ચ અદાલતમાં 13 માર્ચે એક અનોખો કાર્યક્રમ યોજાઇ ગયો. સુપ્રીમ કોર્ટમાં કૂક તરીકે કામ કરતા અજય સમાલની પુત્રી પ્રજ્ઞાને કાયદાની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે અમેરિકાની ટોચની બે યુનિવર્સિટી દ્વારા સ્કોલરશીપ પ્રાપ્ત થઈ છે.
હોળી-ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી છે. રંગોનો તહેવાર એટલે ધુળેટી! ભારતીયો દુનિયામાં ભલે કોઇ પણ ખૂણામાં જઇ વસ્યાં હોય, પણ ધુળેટીના પર્વે રંગથી રમવાનો મોકો ચૂકતા નથી. આ પર્વ તો અનેરા આનંદ-ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે, પણ બાદમાં વાળમાંથી રંગ દૂર કરતી વખતે જ્યારે વાળ તૂટે છે કે તેનાથી વાળમાં ઉકેલી ના શકાય તેવી ગૂંચ પડી જાય છે ત્યારે અફસોસનો પાર રહેતો નથી.
ઓલિમ્પિકને ખેલોનો મહાકુંભ પણ કહે છે. ઓલિમ્પિક ખેલોનો ઈતિહાસ ઘણો પુરાણો છે. પ્રાચીન કાળમાં યૂનાનની રાજધાની એથેન્સમાં ૧૮૯૬માં ઓલિમ્પિક પર્વત પર રમતો રમાવાને કારણે આ ખેલનું નામ ઓલિમ્પિક પડ્યું. ઓલિમ્પિકના ધ્વજમાં પાંચ રંગનાં વર્તુળ બનેલાં છે. નીલો, પીળો, કાળો, લીલો અને લાલ. આ રંગો આફ્રિકા, અમેરિકા, એશિયા, યુરોપ અને ઓશિનિયાનું આપસમાં જોડાયેલા રહેવાનું પ્રતિનિધિત્વ કરે છે. દર ચાર વર્ષે ખેલાતા ઓલિમ્પિક ખેલ વિશ્વની સૌથી મોટી ખેલ પ્રતિયોગિતા છે.
નવી દિલ્હીમાં રવિવારે રમાયેલી વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે દિલ્હી કેપિટલ્સની ટીમને આઠ વિકેટે પરાજય આપીને WPL 2024 ટાઇટલ કબજે કર્યું છે.
સંસ્કૃતમાં દેવગિરિ, તિબ્બતીમાં ચોમોલંગમા અને નેપાળીમાં સાગરમાથા.....ત્રણેય નામનો અર્થ અનુક્રમે દેવોનો પર્વત, બ્રહ્માંડની દેવી અને આકાશની દેવી થાય છે. મજાની વાત એ છે કે ત્રણેય ભાષામાં જુદો અર્થ હોવા છતાં એનો એક જ અર્થ થાય છે : માઉન્ટ એવરેસ્ટ...દરિયાઈ સપાટીથી અંદાજે ૨૯,૦૨૯ ફીટની ઊંચાઈએ આવેલો દુનિયાનો સૌથી ઊંચો પર્વત !
બ્રેક ડાન્સિંગને સ્પોર્ટ્સનો દરજ્જો?! વાત માનવાનું ભલે મુશ્કેલ હોય, પણ હકીકત છે. હા, બ્રેક ડાન્સિંગ હવે માત્ર એક ડાન્સ અથવા તો કળા નથી બલકે એક પ્રકારની રમત બની છે. પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રેકિંગ એટલે બ્રેક ડાન્સને પ્રથમ વખત સ્પોર્ટ્સ તરીકે સામેલ કરવામાં આવ્યા બાદ નિષ્ણાતોમાં ભારે ચર્ચા છેડાઈ છે. આ પહેલાં 2020માં બ્રેકિંગને પેરિસ ઓલિમ્પિકમાં સામેલ કરવાનો નિર્ણય કરાયો હતો. અમેરિકાની સની ચોઈ પેન અમેરિકન ગેમ્સમાં શાનદાર દેખાવ સાથે બ્રેકિંગ ઓલિમ્પિક માટે પસંદગી પામનાર અમેરિકાની પ્રથમ મહિલા તરીકે સ્થાન મેળવ્યું છે.
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
હોલેન્ડમાં ટ્યુલિપને ભારતીય અમેરિકન રાજદૂત શેફાલી રાઝદાન દુગ્ગલનું નામ અપાયું છે. અમેરિકન રાજદૂત તરીકે તેમણે મહિલા સમાનતા માટે આપેલા પ્રદાનને ધ્યાનમાં લઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિને આ નામ અપાયું છે.
ત્વચા સુંદર અને ચમકદાર હોય એવું દરેક યુવતીઓ ઇચ્છતી હોય છે. વાતાવરણમાં રહેલા પ્રદૂષણની અસર સહુ કોઇની ત્વચા પર થતી જ હોય છે. તેથી ત્વચાની યોગ્ય સારસંભાળ રાખવામાં ન આવે તો તે દિવસે દિવસે ડલ થવા લાગે છે. આ ઉપરાંત ત્વચાને લગતી અનેક સમસ્યાઓ સર્જાય છે. ત્વચાને હેલ્ધી રાખવા માટે નિયમિત ફેસિયલ અને ક્લીનઅપ કરાવવું જોઇએ. એનાથી ત્વચાને અનેક ફાયદા થાય છે જે અંગે આજે આપણે વાત કરીએ.
