ઈસ્લામિક દેશ સાઉદી અરેબિયા એક સમયે તેના કટ્ટરવાદી અભિગમ માટે બદનામ હતું. જોકે સમય સાથે તેની નીતિરીતિ અને અભિગમમાં બદલાવ આવી રહ્યો છે. મોહમ્મદ બિન સલમાન અલના શાસનમાં તે ઉદાર વિચારસરણી અપનાવીને પોતાની છાપ સુધારી રહ્યું છે. અત્યાર સુધી મિસ યુનિવર્સ સ્પર્ધાથી દૂર રહેલા સાઉદી અરેબિયાએ હવે સત્તાવાર રીતે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેવાની જાહેરાત કરી છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
આપણે સહુ જાણીએ છીએ કે તેલ અનેકવિધ પ્રકારનાં હોય છે. અમુક ઓઈલ લૂબ્રિકેશન માટે, કોઈ સર્વાંગી સ્વાસ્થ્ય માટે માટે, તો વળી કોઇ પોષણ માટે તો કોઈ તેલ સ્કિન અને વાળમાં સ્કેલ્પ માટે પરફેક્ટ છે. તેલ ભલે અલગ અલગ પ્રકારના હોય, પણ એક વાત સ્પષ્ટ છે કે હેરની સારી હેલ્થ માટે હેર મસાજ જરૂરી જ નહીં, અનિવાર્ય છે એમ કહી શકાય.
ભારત સરકારની ‘ડ્રોન દીદી’ યોજના હેઠળ, અનેક મહિલાઓ આત્મનિર્ભર થઈ રહી છે.
તમે ઈંટ, ચૂના અને સિમેન્ટથી ઈમારતનું ચણતર કરતાં કે ભવનનું નિર્માણકાર્ય કરતાં પુરુષ કડિયાને જોયા હશે, પણ કોઈ મહિલા કડિયાને જોઈ છે ? સુનીતા દેવીને મળો.. કડિયાકામ કરનારી ભારતની પ્રથમ મહિલા... ઝારખંડના આદિવાસી સમાજની સુનીતા દેવી પુરુષ પ્રધાન કડિયાકામમાં પગરણ કરનારી પ્રથમ ભારતીય મહિલા છે. ઈંટ પર ઈંટ મૂકીને દીવાલો ઊભી કરીને સુનીતા દેવી ઈમારતનું ચણતર કરે છે. ઝારખંડમાં ચણતરનું કામ કરતા આવા કડિયાને રાજમિસ્ત્રી કહેવામાં આવે છે. સુનીતા દેવી મહિલા હોવાથી રાની મિસ્ત્રી તરીકે જાણીતી થઈ ગઈ છે !
મહિલાઓ પર બાળકો અને પરિવારની દેખરેખની જવાબદારી એટલી વધી ગઇ છે કે તેમને પોતાના માટે સમય મળી રહ્યો નથી. મહિલાઓને કસરત કરવાની પણ તક મળતી નથી.
અમેરિકાના ઉટાહનાં ડવાન જેકબસને વિશ્વનાં સૌથી વૃદ્ધ મહિલા વોટરસ્કીઅર તરીકે નામના મેળવી છે. ડવાન 92 વર્ષના છે, પણ આ ઉમરે ય તેઓ મોજાં પર સ્કીઈંગનો રોમાંચ માણે છે.
યુવતીઓના હાથની સુંદરતા વધારવાનું કામ બ્રેસલેટે લઇ લીધું છે. હળવા અને સુંદર અલગ અલગ પ્રકારનાં બ્રેસલેટ તમારા લુકને સિમ્પ્લિસિટીની સાથે પરફેક્ટ બનાવે છે. બ્રેસલેટ દરેક આઉટફિટ સાથે યુનિક લુક આપે છે.
ભારતની પ્રથમ મહિલા આઈએએસ અધિકારી અન્ના રાજમ મલ્હોત્રા હતી અને પ્રથમ આઈપીએસ અધિકારી કિરણ બેદી હતી, પણ પહેલી આઇએફએસ અધિકારી કોણ હતી એ જાણો છો ?
વિયેતનામની ટોચની રિઅલ એસ્ટેટ કંપની વાન થિન્હ ફાટની 67 વર્ષની બિલિયોનેર ચેરપર્સન ટ્રુઓંગ માય લાનને 12 બિલિયન યુએસ ડોલર્સની છેતરપિંડી આચરવાના કેસમાં મોતની સજા ફટકારાઇ છે. ટુઓંગ લાનની 2022માં ભ્રષ્ટાચાર આચરવા બદલ ધરપકડ કરાઈ હતી.
દીપાનો અર્થ એક દીવો થાય, તેજસ્વી થાય અને જે પ્રકાશ આપે છે અને ચમકે છે એવો પણ થાય.... ભારતની જિમ્નેસ્ટ દીપા કર્મકારે આ તમામ અર્થ સાર્થક કર્યા છે. જિમનેસ્ટિકસના ક્ષેત્રમાં દીપા દેશ અને દુનિયામાં દીવાની માફક ઝળહળી છે, પોતાની રમતના તેજસ્વી પ્રદર્શનથી તેજ પાથર્યું છે, સૂર્યની જેમ પ્રકાશી છે અને ચંદ્રની જેમ ચમકી છે....
