સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    બાળપણથી સંગીત સાધનોની તાલીમ લ

    જો તમે ઇચ્છો છો કે તમારા બાળકનું મગજ મોટી ઉંમર સુધી તેજ રહે તો તમે તેને કોઇ સંગીતનાં સાધનો જેમ કે પિયાનો, તબલાં, વાયોલિન કે પછી અન્ય કોઇ વાજિંત્રની તાલીમ આપવાનું શરૂ કરો. સંશોધકોએ મગજને લાંબા સમય સુધી તેજ રાખવા અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા વચ્ચેના સંબંધ અંગે રિસર્ચ કરીને આ તારણ આપ્યું છે.

    હેલ્થ ટિપ્સઃ દરેક કોસ્ટ્રોલ ખ

    કોલેસ્ટ્રોલનું નામ સાંભળતા જ સૌથી પહેલા મગજમાં એ વાત આવે છે કે એ તો આરોગ્ય માટે ખરાબ હોય છે. જોકે, આ માન્યતા સાચી નથી. કેટલાક કોલેસ્ટ્રોલ આરોગ્ય માટે સારાં પણ હોય છે, જેના માટે જરૂરી એ છે કે કોલેસ્ટ્રોલ અંગેની કેટલીક માન્યતાઓથી તમે દૂર રહો. તો ચાલો કોલેસ્ટ્રોલ અંગેની આવી જ કેટલીક માન્યતાઓ અને ફેક્ટ અંગે જાણીએ.

    આલ્કોહોલનું સેવન વધારે છે લિવ

    આધુનિક જીવનમાં બદલાતી ટેવોની સાથે લિવર સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. એક તંદુરસ્ત જીવન જીવવા માટે લિવરનું યોગ્ય રીતે કામ કરવું અત્યંત જરૂરી છે. શા માટે? તમને જાણીને નવાઇ લાગશે, પરંતુ લિવર શરીરમાં 500થી વધુ કામ કરે છે. ખોરાકના પાચનથી માંડીને હાનિકારક તત્વોને શરીરમાંથી બહાર ફેંકવા સુધીમાં લિવરની મહત્ત્વની ભૂમિકા હોય છે. 

    હેલ્થ ટિપ્સઃ અઠવાડિયામાં માત

    કસરત કરવી જરૂરી હોવાથી, કસરત માટે દરરોજ સમય કાઢવાની ઘણી વાર સલાહ અપાય છે પણ ક્યારેય એ નથી જણાવાયું કે આપણે કેટલી કસરત કરવી જરૂરી છે? 

    હાસ્ય જરૂરી છે, તેનાથી આત્મવિશ...

    ચહેરા પર હાસ્ય જરૂરી છે. તેનાથી મૂડ સારો થવામાં પણ મદદ મળે છે. ચિંતા અને તણાવ ઓછો થાય છે. જ્યારે તમે નિરાશ હોવ છો ત્યારે ચહેરા પર હળવું હાસ્ય પણ સકારાત્મક વિચારોનો સંચાર કરી શકે છે.

    અમદાવાદમાં મિશન હેલ્થના સાતમ

    અમદાવાદ શહેરમાં ફિઝિયોથેરાપી ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા મિશન હેલ્થના સાતમા સેન્ટરનું સેટેલાઇટ વિસ્તારમાં લોકાર્પણ કરાયું છે. વિવિધ ક્ષેત્રના આગેવાનો અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકાયેલું આ સેન્ટર ફિઝિયોથેરાપી - ફિટનેસ અને રિહેબિલિટેશનનો ત્રિવેણીસંગમ છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. 

    ઓક્સિમીટર અશ્વેત દર્દીઓનું ઓ

    કોરોનાકાળમાં ઓક્સિમીટરનો વપરાશ બહુ જ વધ્યો છે. જોકે હવે ઓક્સિમીટરમાં મોટી ખામી સામે આવી છે. દર્દીઓમાં ઓક્સિજનનું સ્તર માપવાનું આ સાધન અશ્વેત ત્વચાવાળા દર્દીઓમાં સચોટ સ્તર નથી દર્શાવતું. શોધમાં ખુલાસો થયો છે કે ઓક્સિમીટર શ્વેત ત્વચાના આધાર પર બનાવવામાં આવ્યું છે. તેનું લાઇટ સેન્સર ત્વચાની નીચે વહી રહેલા રક્તના રંગ અનુસાર ઓક્સિજનના સ્તરને માપે છે. મતલબ કે રેડ બ્લડ સેલ (આરબીસી)નો રંગ જેટલો ઘેરો એટલું જ વધારે ડિઝોલ્વડ ઓક્સિજનનું રીડિંગ આવે છે. અશ્વેત, એશિયન અને હિસ્પેનિકની ત્વચાનો રંગ ઘેરો હોવાના કારણે ઓક્સિમીટર આ લોકોની ત્વચાના રંગને પણ ઉચ્ચ ઓક્સિજનવાળા આરબીસી માનીને રક્તમાં ઉચ્ચ સ્તરનો ઓક્સિજન હોવાનું ખોટું રીડિંગ આપે છે.

    ઇન્સ્ટન્ટ ફૂડમાં રહેલું મીઠા

    ભોજનમાં મીઠાનું વધારે પ્રમાણ જોખમી હોય છે તે આપણે જાણીએ છીએ છતાં સૌથી વધારે તૈયાર ભોજન અને પેકેટ ફૂડ વધારે પસંદ કરીએ છીએ.

    વયના વધવા સાથે શરીરમાં પોષક તત...

    પોષણયુક્ત અને સમતુલિત આહારની જરૂરત માત્ર યુવાવસ્થામાં જ નહીં, વધતી ઉંમર સાથે ઘડપણમાં પણ પડે છે. વધતી ઉંમર સાથે વડીલોને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વેઠવી પડતી હોય છે તેના અનેક કારણો હોય છે, અને તેમાંનુ એક કારણ પોષણયુક્ત અને સમતુલિત આહારનો અભાવ પણ છે. 

    હેલ્થ ટિપ્સઃ સળંગ બે સપ્તાહ સુ...

    આજની ભાગદોડભરી જિંદગી અને તણાવભર્યા કામકાજી માહોલના લીધે ડિપ્રેશનની સમસ્યા સામાન્ય બની રહી છે. આ એક એવી માનસિક અવસ્થા છે, જેને આસાનીથી ઓળખવી આસાન નથી. વ્યક્તિ શરીરે ચુસ્ત-દુરસ્ત દેખાતી હોય, પણ ડિપ્રેશનથી પીડાતી હોય તેવું પણ બની શકે છે. ડિપ્રેશનની સમસ્યા સંબંધિત જરૂરી માહિતી અહીં સવાલ-જવાબ સ્વરૂપે રજૂ કરવા પ્રયાસ કર્યો છે.