શું તમે નિયમિત ચાલો છો? તો બહુ સારી વાત છે, પરંતુ દરરોજ ઝડપી પગલાથી ચાલો છો તો તે વધુ સારી બાબત છે. તે કેન્સર અને હૃદયની બીમારીનું જોખમ 25 ટકા ઘટાડે છે. આકસ્મિક મૃત્યુના જોખમને 35 ટકા સુધી ઘટાડે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
વાયુ પ્રદૂષણ સહુ કોઇ માટે ખતરનાક સાબિત થઇ રહ્યું છે. તેના કારણે સમય પહેલાં ડિલિવરી, મિસકેરેજ, જન્મસમયે શિશુનું ઓછું વજન જેવા વિકાર જોવા મળે છે. પરંતુ વિજ્ઞાનીઓને પહેલી વાર ગર્ભસ્થ શિશુનાં (ભ્રૂણમાં) ફેફસાં અને મગજમાં પ્રદૂષણના ઝેરી કણો જોવા મળ્યા છે.
કોરોના મહામારી બે વર્ષ કરતાં વધુ સમયથી સહુ કોઇને હેરાનપરેશાન કરી રહી છે, અને હજુ તેની કાયમી વિદાયના કોઇ અણસાર દેખાતા નથી. કોરોના મહામારીએ જે પ્રકારે અડીંગો જમાવ્યો છે તે જોતાં તો એવું લાગે છે કે હવે લોકોએ કોરોના સાથે જીવતા રહેવાનું શીખી લેવું પડશે.
હંમેશા ખુશ અને સ્વસ્થ રહેવા માટે દુનિયાભરના દેશોમાં ડિનર થેરપીનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. તેને પારિવારિક તણાવ દૂર કરવા માટેની સિક્રેટ ફોર્મ્યુલા માનવામાં આવે છે.
આરોગ્ય અને લાઈફસ્ટાઈલ્સની આંતરરાષ્ટ્રીય સરખામણી કરતા YouGovહેલ્થ સર્વેમાં બ્રિટનને થાકેલા અને મેદસ્વી લોકોના દેશ તરીકે ચીતરવામાં આવ્યો છે. અન્ય દેશોના લોકોની સરખામણીએ બ્રિટિશરો ઓછી ઉંઘ લે છે, રમતો ઓછી રમે છે, ફળ-શાકભાજી ઓછાં ખાય છે અને વધુ પડતા સ્થૂળ હોવાનું નવા અભ્યાસમાં જણાવાયું છે. જોકે, બ્રિટિશરોમાં ધૂમ્રપાનનું પ્રમાણ ઓછું છે.
વધતી ઉંમરની સાથે ઘણા રોગોના જોખમ વધી જાય છે. ખોટી મુદ્રા, ખોટી રીતે કરાયેલી કસરત, નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે પણ ઘણા રોગો નાની ઉંમરમાં થઈ શઈ શકે છે. તેમાંથી જ એક છે - આર્થરાઈટિસ. એક સમયે વૃદ્ધોને થતો આ રોગ હવે બાળકોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. વિશ્વભરમાં અંદાજે 30 લાખ બાળકો તેનાથી પીડિત છે. ફક્ત ભારતની જ વાત કરીએ તો દર એક હજાર બાળકોમાંથી આજે અંદાજે 40 બાળકો આ રોગથી પીડિત છે. આર્થરાઈટિસના મુખ્ય લક્ષણોમાં છેઃ સાંધામાં દુ:ખાવો અને સોજો. દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પણ તકલીફ થાય છે. આજે આપણે જાણીએ આ રોગના લક્ષણો વિશે અને તેનાથી બચવાના ઉપાયો વિશે.
યુકેમાં મંકીપોક્સના ચેપનો વાવર ફેલાઈ રહ્યો છે ત્યારે લોકો પોતાની વેક્સિન સરળતાથી અને સમયસર મેળવી શકે તે માટે NHS દ્વારા ઓનલાઈન સાઈટ ફાઈન્ડર લોન્ચ કરાયું છે. યુકેમાં મંકીપોક્સનો પહેલો કેસ બહાર આવ્યા પછી NHS દ્વારા અત્યાર સુધીમાં આશરે 50 હજાર લોકોને વેક્સિન આપી દેવાઇ છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) અને યુકે કોન્સેન્સસ ગ્રૂપના અંદાજ મુજબ ઈંગ્લેન્ડમાં આશરે 95,000 લોકો વેક્સિન લેવાને પાત્ર છે પરંતુ, માત્ર અડધા લોકોએ જ હેલ્થ સર્વિસીસનો સંપર્ક સાધ્યો છે. ઓનલાઈન સેવાથી જેઓ ઓનલાઈન સંપર્ક કરી શકે છે તેઓ પોતાની એપોઈન્ટમેન્ટ કેવી રીતે મેળવવી તેની અને નજીકના સ્થળની માહિતી મેળવી શકશે.
અસાધ્ય ગણાયેલા એપિલેપ્સી અથવા વાઈ-ખેંચની બીમારીથી પીડાતા હજારો લોકો માટે આગામી વર્ષથી NHS દ્વારા નવીનતમ લેસર થેરપી ઓફર કરાશે. આ ટ્રીટમેન્ટ અંતર્ગત ખોપરીમાં મૂકાતા પ્રોબમાં નાજૂક લેસરની સહાયથી ડોક્ટર્સ ખેંચ લાવતા બ્રેઈનના ટિસ્યુઝનો નાશ કરી શકશે. આ સારવાર અતિશય ચોકસાઈપૂર્ણ છે તેમજ સામાન્ય બ્રેઈન સર્જરીથી ઓછી જોખમી છે તથા પેશન્ટ્સ ઝડપથી સાજા થઈ શકશે તેમ NHS Englandનું કહેવું છે. ચેરિટી એપિલ્પ્સી એક્શને જણાવ્યું છે કે આ નવી સારવાર આશાનું રોમાંચક કિરણ બની રહેશે.
અમેરિકામાં દુર્લભ અને ખતરનાક યુટરિન કેન્સર (ગર્ભાશયનું કેન્સર)ના કેસની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. 15 વર્ષ પહેલાં યુટરિન કેન્સરના 39 હજાર કેસ હતા હવે આ આંકડો 66 હજાર પર પહોંચી ગયો છે.
તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા વર્લ્ડ મેન્ટર હેલ્થ ડે મનાવાયો. જેનો મુખ્ય ઉદ્દેશ્ય માનસિક સમસ્યાઓ અને બીમારીઓ પ્રત્યે જાગૃતિ વધારવાનો છે અને તેનાથી પીડિત લોકોની મદદ કરવાનો છે. આજની ભાગદોડભરી જીવનશૈલીમાં માનસિક શાંતિનું વિશેષ મહત્ત્વ છે. મેન્ટલ ડિસઓર્ડર અંગે ચિંતાની વાત એ છે કે છેલ્લાં 30 વર્ષમાં દુનિયાભરમાં પીડીતોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે.
