સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    પાંચ ફેકટર્સ પર નિર્ભર છે કાર્...

    હૃદય, રક્ત અને રક્તવાહિની (બ્લડ વેસલ્સ) થકી બને છે શરીરની કાર્ડિયોવાસ્ક્યુલર. પણ આ કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ છે શું? કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ એટલે હૃદયને ચલાવતી પ્રણાલી. આ પ્રણાલી સાથે જોડાયેલા જુદા-જુદા રિસ્ક ફેક્ટર્સને કાર્ડિયો મેટાબોલિક હેલ્થ એટલે કે હૃદયનું મેટાબોલિઝમ કહે છે.

    શિયાળામાં થાક અને બેચેનીથી સિ

    શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. આ દરમિયાન જો તમને સુસ્તી અને થાકનો અહેસાસ થાય છે તો ગભરાશો નહીં. આ સામાન્ય વાત છે. વાસ્તવમાં, શિયાળામાં મોટા ભાગે કામ કરવાનો ઉત્સાહ ઘટવા લાગે છે. રાત્રે ઊંઘ નથી આવતી તેમજ સવારમાં મોડે સુધી ઊંઘવાની ઇચ્છા થાય છે.

    હેલ્થ ટિપ્સઃ કાળી સૂકી દ્રાક્

    શિયાળાની ઋતુમાં ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. ફૂગ અને બેક્ટેરિયા ઘણા રોગોનું કારણ બને છે. કાળી સૂકી દ્રાક્ષ તમને આ બીમારીઓથી રાહત આપી શકે છે. તેમાં પોલિફેનોલ્સ, ફાઈબર, પ્રોટીન, એન્ટિ ઓક્સિડન્ટ્સ, પોટેશિયમ સહિત ઘણા પોષક તત્ત્વ હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે દૂધ સાથે સૂકી દ્રાક્ષનું સેવન શરીર માટે ફાયદાકારક છે.

    ઠંડી વધુ લાગે છે? તો આમાંનું કો

    શિયાળામાં ઠંડી લાગવી સ્વાભાવિક છે, પરંતુ હળવી ઠંડીમાં પણ જો તમને આખો દિવસ ધ્રુજારી અનુભવાતી હોય કે પછી હાથ-પગ ઠંડા થઈ જતા હોય તો આ બાબત કોઈ બીમારી કે શારીરિક ખામીનો સંકેત પણ હોઈ શકે છે.

    હેલ્થ ટિપ્સઃ દાડમના સેવનથી આર

    દાડમ એક સ્વાદિષ્ટ, મધુર અને રસદાર ફ્ળ છે. તે ઘણા રોગોમાં પણ ફાયદાકારક છે. તબીબો શરીરની અશક્તિ દૂર કરવા માટે દાડમ ખાવાની સલાહ આપે છે. દાડમ વિટામિન સી અને બીનો સારો સ્ત્રોત ગણાય છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. દાડમના સેવનથી સ્વાસ્થ્યને થતા અનેક લાભો પર એક નજર.

    બ્રશ કર્યા વિના નાસ્તો નુકસાન

    દરરોજ સવારે ઊઠીને નાસ્તો કરતા પહેલાં ટૂથબ્રશ કરવું જોઇએ કે પછી? આ સવાલ પર ડેન્ટિસ્ટોમાં પણ મતમતાંતર જોવા મળે છે. કોઇ પહેલાં બ્રશ કરવાની સલાહ આપે છે તો કોઇ વળી નાસ્તાની પહેલા.

    વિટામીન્સ  અને હેલ્થ સપ્લીમેન

    બહુમતી લોકો આરોગ્યને જાળવવા મલ્ટિવિટામીન્સ અને સપ્લીમેન્ટ્સ લેવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે વિટામીન્સ અને હેલ્થ સપ્લીમેન્ટ્સ પ્રીસ્ક્રીપ્શન્સ વિના જ ઓવર ધ કાઉન્ટર મળી જાય છે. શરીરમાં અશક્તિ કે નબળાઈ જેવું લાગવાની સાથે જ લોકો વિટામીન્સની ગોળીઓ ગળવા લાગે છે. જે લોકોમાં વિટામીન્સની ભારે ઉણપ હોય અથવા પ્રમાણ ઓછું હોય તેમના માટે તો આવાં સપ્લીમેન્ટ્સ કે મલ્ટિવિટામીન્સ જરૂરી ગણાય પરંતુ,આડેધડ ગોળીઓ કે પ્રવાહી શરીરમાં નાખનારા લોકોએ ધ્યાન રાખવું જોઈએ. રોજિંદા મલ્ટિવિટામીન્સ લેવાના બદલે સંતુલિત આહાર અને પ્રમાણસરની નિયમિત કસરત શરીરને વધુ ફાયદાકારક નીવડે છે.

    બરફમાં 50 હજાર વર્ષથી દટાયેલા વ

    ક્લાઈમેટ ચેન્જના કારણે પીગળી રહેલા બરફના પરિણામે રશિયાના સાઈબીરિયામાં 48,500 વર્ષથી બરફમાં દટાઈ રહેલા વાઇરસ બહાર આવી રહ્યા છે.

    હોલ ગ્રેન ખાવાથી હૃદયરોગ અને ડ...

    યુનાઇટેડ નેશન્સે વર્ષ 2023ને ઇન્ટરનેશનલ મિલેટ યર એટલે કે આંતરરાષ્ટ્રીય જાડા અનાજનું વર્ષ જાહેર કર્યું છે. જાડા (સાબૂત) અનાજને હોલ ગ્રેન પણ કહેવાય છે. આખરે આ જાડું અનાજ શું છે કે જેની અચાનક માગ વધી છે. અમેરિકાસ્થિત જગવિખ્યાત માયો ક્લિનિકના અનુસાર આખું અનાજ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે. ઈન્સ્યુલિનના સ્તરને સંતુલિત કરે છે. બ્લડ પ્રેશર ઘટાડે છે. તેનાથી હૃદય રોગ, સ્ટ્રોક અને ડાયાબિટીસનું જોખમ ઘટે છે. આંતરડાના કેન્સરનું જોખમ પણ ઘટે છે. હોલ ગ્રેન કાઉન્સિલના મત અનુસાર, જો કોઇ વ્યક્તિ દરરોજ 50 ગ્રામ કે તેના કરતાં વધુ જાડું અનાજ કે તેમાંથી બનેલા પદાર્થોનું સેવન કરે છે તો અનેક ગંભીર બીમારીઓનું જોખમ ઘટી જાય છે. 

    શિયાળામાં કોલેસ્ટ્રોલ મોટો ખ

    સામાન્ય બોલચાલમાં ઠંડીના દિવસો ભલે તંદુરસ્તીની ઋતુ કહેવાતા હોય, પરંતુ હૃદય સંબંધિત બીમારી માટે અત્યંત ખતરનાક છે. ખરાબ કોલેસ્ટ્રોલનો સીધો સંબંધ હાઈ બ્લડપ્રેશર, સ્થૂળતા, કિડની રોગ અને ડાયાબિટીસ સાથે પણ છે. આ તમામ બીમારી હૃદય માટે નુકસાનકારક છે. હકીકતમાં શિયાળામાં શારીરિક સક્રિયતા ઘટી જાય છે, ને ભોજનમાં તળેલા પદાર્થોનું પ્રમાણ વધી જાય છે. આથી કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. ઈન્ડિયા ફિટ દ્વારા ગયા વર્ષે રજૂ થયેલા રિપોર્ટ અનુસાર, 50.421 ટકા ભારતીય કોલેસ્ટ્રોલ અંગે ‘હાઈરિસ્ક’ કે ‘બોર્ડરલાઈન' ૫૨ છે. કોરિયન ડેટા એનાલિસિસમાં જોવા મળ્યું કે, હાઈ કોલેસ્ટ્રોલ અથવા સુગરવાળા લોકોમાં હાર્ટ એટેકનું જોખમ 42 ટકા સુધી વધુ હોય છે.