ફાસ્ટ ફૂડનો સ્વાદ કદાચ સારો લાગતો હોઈ શકે પરંતુ, આરોગ્યની દૃષ્ટિએ તેનું પોષકમૂલ્ય શૂન્ય જ છે. ફાસ્ટ ફૂડ નિયમિત ખાવાની આદત પડી ગઈ હોય તો લિવરના આરોગ્ય બાબતે સાવધાન થઈ જવાની જરૂર છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
આજકાલ ડાયાબિટીસ અને કોલેસ્ટરોલની સમસ્યાઓ વધી ગઈ છે પરંતુ, તમને જાણ છે ખરી કે લીલાંછમ ભીંડાનું સેવન કરવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટરોલને નિયંત્રણમાં રાખી શકાય છે? પરિતૃપ્ત કરી દેનારા ડાયટરી ફાઈબરમાં સમૃદ્ધ હોવાની સાથે ભીંડા શર્કરા-સુગરના રીલિઝ થવામાં વિલંબ કરે છે અને ભૂખને ઘટાડીને કેલરી લેવાનું પ્રમાણ પણ ઘટાડે છે.
સામાન્યપણે સિનેમા હોલ્સમાં નાસ્તા તરીકે ખવાતા પોપકોર્ન ખરેખર આરોગ્યપ્રદ નાસ્તો ગણી શકાય કારણકે તેમાં ફાઈબર એને એન્ટિઓક્સિડન્ટ્સ જેવા વિવિધ પોષક તત્વો હાજર છે.
જીવનની કેટલીક પાયાની બાબતો આપણે સહુ જાણતાં હોઇએ છીએ, અને તેમ છતાં તેના પ્રત્યે આપણે આપવું જોઇએ તેટલું ધ્યાન આપતાં નથી. પરિણામે આપણે જ હેરાનગતિનો ભોગ બનવું પડે છે. જેમ કે, પચાસ અથવા સાઠ વર્ષની વયે શરીરમાં હાડકાંનો દુખાવો અને સાંઘોનો દુખાવો થવા લાગે છે.
આપણે દરરોજ સવારે અને સાંજે બ્રશ કરીને અને ઘણી વખત ફ્લોસ કરીને પણ દાંતની સફાઈ કરીએ છીએ. પરંતુ, રોજેરોજ ખાવા અને પીવાથી તેમજ ઘણી વખત ચુંબનો થતા રહે છે ત્યારે આપણા દાંત જંતુઓનું ઉછેરસ્થાન બની રહે તેમાં જરા પણ શંકાને સ્થાન નથી. આમાં પણ તમે વાંકાચૂંકા દાંતને સીધમાં રાખનારા તારવાળા બ્રેસીસને ગણતરીમાં લેશો તો તમારે મૌખિક સ્વચ્છતા, આરોગ્ય અને સંભાળ વિશે વધુ કાળજી લેવી પડશે. વર્ષમાં બે વખત ડેન્ટિસ્ટની મુલાકાત લેશો તો સારું ગણાશે.
વિજ્ઞાન અને ટેક્નોલોજી મારફત આજે શું શક્ય નથી. ભારતીય તબીબોએ આ વાત ફરી સાબિત કરી બતાવી છે. રાજધાની દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સિસ (AIIMS)માં માતાના ગર્ભમાં રહેલા એક ભ્રૂણના દ્રાક્ષના આકાર જેટલા કદના હૃદયમાં સફળતાપૂર્વક બલૂન ડાઇલેશન કરવામાં આવ્યું હતું.
અમેરિકામાં એક આંચકાજનક ઘટનામાં ફ્લોરિડાના વતની શાર્લોટ કાઉન્ટીનું બ્રેઇન ઇટિંગ અમીબાના ચેપના લીધે નિધન થયું છે. ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે તેને આ ચેપ થવાનું કારણ સાઇનસ હતું, બીજું તે વ્યક્તિ સતત ટેપ વોટરનો ઉપયોગ કરતો હતો. બ્રેઇન ઇટિંગ અમીબાને મેડિકલ ટર્મિનોલોજીમાં નેગ્લેરિયા ફૌલેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અમીબા પોતાનું સ્વરૂપ બદલવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રકારના બેક્ટેરિયા ભાગ્યે જ જોવા મળે છે.
કેટલાક લોકો એવા પણ હોય છે, જે પરસ્પરની બોલાચાલી દરમિયાન થયેલી વાતોને બહુ ગંભીરતાથી દિલોદિમાગ પર લઇ લે છે.
પેટનો દુઃખાવો સર્વસામાન્ય સમસ્યા છે. અનિયમિત જીવનશૈલી, ખરાબ ખાણીપીણી, બેઠાડું જીવન, શારીરિક નિષ્ક્રિયતા સહિત તેના અનેક કારણ હોઇ શકે છે. પેટના દુઃખાવો જ્યારે લાંબા સમય સુધી રહે તો તે અનેક બીમારીઓનો સંકેત હોઇ શકે છે.
અમેરિકામાં એક આંચકાજનક ઘટનામાં ફ્લોરિડાના વતની શાર્લોટ કાઉન્ટીનું બ્રેઇન ઇટિંગ અમીબાના ચેપના લીધે નિધન થયું છે. ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે તેને આ ચેપ થવાનું કારણ સાઇનસ હતું, બીજું તે વ્યક્તિ સતત ટેપ વોટરનો ઉપયોગ કરતો હતો.
