સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    કસરતથી ઘટે છે વધતી વયથી થતી તક

    ઉંમર વધવાની સાથે સારા માનસિક સ્વાસ્થ્ય માટે શરીર અને મગજને સ્વસ્થ રાખના એ પુરવાર થયેલો અકસીર નુસખો છે. જો એક સપ્તાહમાં 15 મિનિટ સુધી ફાસ્ટ વોક, સાઇક્લિંગ જેવી શારીરિક કસરતો કરવામાં આવે તો માણસના મગજની પ્રોસેસિંગ સ્પીડને જાળવી રાખવામાં મદદ મળે છે.

    કોરોનાની નવી લહેર માટે તૈયાર ર...

    કોરોના વાઇરસનું વધુ સંક્રમક સ્વરૂપ બહાર આવ્યું છે, અને તે ‘રક્ષણાત્મક દિવાલ’ ભેદી શકે તેમ છે. આ સાથે હોસ્પિટલમાં દાખલ થનારાઓની પણ સંખ્યા વધી રહી છે. આથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO - ‘હૂ’)ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી છે કે કોવિડના નવા મોજાં માટે દુનિયાએ તૈયાર રહેવું પડશે.

    હેલ્થ ટિપ્સઃ મનની શાંતિ...

    દુનિયાભરમાં મહામારીનો સમય, ઝડપથી બદલાતી પરિસ્થિતિઓ અને ઊથલ-પાથલ છતાં બૌદ્ધ ભિખ્ખુ ખુદને કેવી રીતે શાંત રાખી શકે છે. આ સવાલનો જવાબ આપ્યો છે બૌદ્ધ ભિક્ષુ એવા ‘ડોન્ટ વરી’ પુસ્તકના લેખક સુનમ્યો માસુનોએ. માસુનો કહે છે કે, આપણે જો કોઈ કામ આખો દિવસ કરીએ છીએ, તેની અસર શારીરિક, માનસિક, બૌદ્ધિક અને ભાવનાત્મક ક્રિયા-કલાપો પર થાય છે. જો દિનચર્યામાં આ ચાર બાબતોને સામેલ કરવામાં આવે તો શરીર ઊર્જાવાન રહીને મનને શાંત રાખી શકે છે. હકીકતમાં માનસિક શાંતિની શરૂઆત સવારે વહેલા જાગવાથી અને વ્યક્તિમાં ઉપલબ્ધિની ભાવનાથી થાય છે. આ બંને બાબતો માટે નાની-નાની ટેવોને જીવનમાં અપનાવી શકાય છે.

    પ્લાસ્ટિક સર્જરીનો ઉદ્ભવ જ ભા

    આજકાલ સૌંદર્યને વધુ નિખારવા માટે પ્લાસ્ટિક સર્જરીની બોલબાલા છે જેને પ્લાસ્ટિક સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. પ્લાસ્ટિક સર્જરીમાં પ્લાસ્ટિકનો ઉલ્લેખ થાય છે તેના મૂળ ગ્રીક શબ્દ plastikēમાં છે જેનો અર્થ નવો આકાર આપવો થાય છે. ગ્રીક શબ્દનો ઉપયોગ સ્પષ્ટ કરે છે કે પ્લાસ્ટિક સર્જરી વર્તમાન કે આધુનિક શોધની દેણ નથી. જોકે, ઘણાને જાણ પણ નહિ હોય પરંતુ, હકીકત તો એ છે કે સદીઓ પહેલા પણ ભારતમાં પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ કરાતો હતો.

    ત્રણ ઓલિમ્પિક એથ્લીટ પાસેથી જ

    બર્મિંગહામના આંગણે યોજાયેલા રમતોત્સવમાં કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ ચુસ્તી-સ્ફૂર્તિ સાથે સ્પર્ધામાં ઉતરે છે, અને 56 દેશોમાંથી સર્વશ્રેષ્ઠ ખેલાડી ગોલ્ડ મેડલ જીતે છે. આવું જ ઓલિમ્પિક રમતોત્સવનું છે, તેમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ મેડલ જીતે છે. કોમનવેલ્થ ગેમ્સ હોય કે ઓલિમ્પિક, વિજેતાનો મેડલ દર્શાવે છે કે ખેલાડી માત્ર શારીરિક રીતે જ સંપૂર્ણ ફિટ નથી, પરંતુ તે માનસિક રીતે પણ શ્રેષ્ઠ છે. રમત કોઇ પણ હોય, ખેલાડીઓની જીતમાં તેમના ડાયટની ભૂમિકા નિર્ણાયક હોય છે. આજે આપણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા ત્રણ ખેલાડીઓના ડાયટમાંથી જાણીએ કે તેમના આહારમાં એવી કઈ વસ્તુઓ છે, જે તેમને ફિટ અને મજબૂત બનાવે છે.

    હેલ્થ ટિપ્સઃ બાળકોમાં હાઇ કોલ

    જો તમને લાગે છે કે હૃદયરોગ અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ ટીનેજર્સને થતી નથી તો ફરી એક વખત તેના પર વિચાર કરો. અમેરિકી શહેર ફિલાડેલ્ફિયાની ચિલ્ડ્રન હોસ્પિટલના પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડો. જૂલી બ્રધર્સના અનુસાર બાળકોમાં સ્થૂળતા વધવાની સાથે સાથે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ વધી રહી છે.

    માનવ દર્દીમાં પહેલી વાર થયું બ...

    માનવજગતના ઇતિહાસમાં પહેલી જ વાર એવું સંભવ બનશે કે વ્યક્તિ સીધા પોતાના મગજની મદદથી ડિજિટલ ડિવાઇસનું નિયંત્રણ કરી શકશે. બ્રેઇન-કોમ્પ્યૂટર ઇન્ટરફેસ (બીસીઆઇ) તૈયાર કરતી સિન્ક્રોન કંપનીએ વિકસાવેલી ચિપનું બે સપ્તાહ પૂર્વે પહેલી જ વાર માનવ દર્દીમાં પ્રત્યારોપણ થયું છે. ન્યૂ યોર્ક ખાતેના માઉન્ટ સિનાઇ વેસ્ટ મેડિકલ સેન્ટર ખાતે માનવ દર્દીમાં બ્રેઇન ચિપનું પ્રત્યારોપણ થયું હતું. સિન્ક્રોન કંપનીએ તૈયાર કરેલી બ્રેઇન ચિપ્સની અજમાયશ માટે ચાલી રહેલા પ્રોજેક્ટના ભાગરૂપે આ પ્રત્યારોપણ થયું છે.

    લંડનવાસી સાઉથ એશિયનોને NHSની બો

    બીબીસી બ્રોડકાસ્ટર, જ્યોર્જ અલાગિયાહ સાઉથ એશિયન સમુદાયના લોકોને બોવેલ (આંતરડાના) કેન્સરના નિદાન માટે NHS લંડન દ્વારા શરૂ કરાયેલા લાઇફસેવિંગ અભિયાનને સમર્થન આપતાં NHS દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાતી બોવેલ કેન્સર સ્ક્રિનિંગ હોમ ટેસ્ટ કિટ વડે ટેસ્ટ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.

    જીવનને સરળ બનાવવા માટે કરતા રહ...

    જીવનને સરળ બનાવવું છે? બહુ સરળ ઉપાય છે - વાતચીત કરતા રહો. કહેવાય છે કોઈની સાથે વાતો શેર કરવાથી સુખની વાતનો આનંદ બમણો થઈ જાય છે અને દુઃખની વાત હોય માનસિક રાહત વર્તાય છે. આથી જ હંમેશા મિત્રો તેમજ પરિવારજનો સાથે વાતચીત કરવી જરૂરી છે.

    લાઇફસ્ટાઇલમાં બદલાવ સાથે વકર

    ભારત હોય, બ્રિટન હોય કે પછી વિશ્વનો અન્ય કોઇ દેશ, આર્થરાઇટિસની સમસ્યા વકરી રહી છે. અગાઉ આ સમસ્યા મોટી વયની વ્યક્તિઓમાં જ જોવા મળતી હતી. અને તેનું મુખ્ય કારણ હતું વિટામિન-ડીની ઉણપ કે જે હાડકાંના મેટાબોલિઝમ માટે અત્યંત જરૂરી છે. જોકે હવે હાડકાંની આ બીમારી યુવાનોમાં પણ જોવા મળી રહી છે.