દુનિયાભરમાં ફરી એક વાર કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. હાલ દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા બે કરોડ નજીક પહોંચી ગઇ છે અને દરરોજ સરેરાશ છ લાખ કેસો નવા નોંધાઇ રહ્યા છે. મોટા પાયે વેક્સિનેશન થવા છતાં દુનિયાભરમાં કોરોના કેસોની સંખ્યા ઝડપભેર વધી રહી હોવાથી લોકો ફરી ચિંતિત બન્યા છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
ઉંમરની સાથે યાદશક્તિ ઘટવી સ્વાભાવિક છે, પરંતુ અમેરિકાની જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના ન્યૂરોલોજિસ્ટ અને ‘ધ કમ્પ્લીટ ગાઈડ ટૂ મેમરી: ધ સાયન્સ ઓફ સ્ટ્રેન્થનિંગ યોર માઈન્ડ’ પુસ્તકના લેખક ડો. રેસ્તકનું માનવું છે કે, યાદશક્તિને હંમેશા સારી રાખી શકાય છે. આ ચાર રીત દ્વારા તમે પણ પોતાની યાદશક્તિને મજબૂત રાખી શકો છો.
એક અભ્યાસનું તારણ દર્શાવે છે કે ચાલવાની ગતિ તમને થનારા સ્મૃતિદોષ (ડિમેન્સિયા) સહિતના ઘાતક રોગોના સંકેત પહેલેથી જ આપી દે છે. નવા સંશોધનોમાં એ હકીકત સામે આવી છે કે 45 વર્ષની વયે ધીમી ગતિએ ચાલતી વ્યક્તિના મગજ અને શરીર ઝડપી ગતિએ ચાલતી વ્યક્તિને મુકાબલે વધુ વૃદ્ધ થઈ ચૂકેલા હોય છે.
બાર્કિંગ, હેવરિંગ એન્ડ રેડબ્રિજ યુનિવર્સિટી હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટ ખાતે કોલોરેક્ટરલ સર્જન ડો. સાસ બેનરજીએ નિઃશુલ્ક NHS બોવેલ કેન્સર સ્ક્રીનિંગ કીટ મોકલવામાં આવી છે તેવા લંડનવાસીઓને કીટ મળવાની સાથે ટેસ્ટ પૂર્ણ કરી પરત મોકલવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે,‘આ ટેસ્ટ કરવો ઝડપી અને સરળ છે. આ કોઈ લક્ષણ નહિ ધરાવતા લોકો માટે છે અને મોટા ભાગના લોકોને વધુ ઈન્વેસ્ટિગેશન્સની જરૂર પડતી નથી. આથી, જો તમને કીટ મોકલાઈ હોય તો, મહેરબાની કરી તેનો ઉપયોગ કરશો.’
ભાગદોડભરી જીવનશૈલી છતાં માનસિક સ્વાસ્થ્યની દેખરેખ જરૂરી છે. દિમાગને હંમેશા તેજ અને સ્વસ્થ રાખવા અસમંજસ - અવઢવની સ્થિતિને ટાળો. મામલાને ગૂંચવવાના બદલે ત્વરિત નિર્ણય લો.
ગત 10 વર્ષમાં ડાયાબિટીસના કારણે અંગછેદ કરાવવો પડ્યો હોય તેવા યુવાન દર્દીઓની સંખ્યા ત્રણ ગણી થઈ છે. જોકે, આ સંખ્યા વધારે હોવાનું પણ મનાય છે કારણકે મહામારીના કારણે નિદાન અને અંગછેદનમાં બેકલોગ વધ્યો હતો. NHSના કહેવા અનુસાર ડાયાબિટીસ ધરાવતા યુવાન દર્દીઓ માટે અંગછેદ અથવા તો એમ્પ્યુટેશન્સનું જોખમ 15 ગણું રહે છે. રેકોર્ડ્સ મુજબ ગયા વર્ષે જ 29થી ઓછી વયના 17 લોકોએ તેમના અંગ કપાવવા પડ્યા હતા. આ સંખ્યા 2009-10 માં માત્ર 2 હતી જે વધીને 2011-12માં 6 થઈ હતી.
લોન્ગ કોવિડની સારવાર માટે યુરોપના અનેક દેશોમાં અસંખ્ય દર્દી બ્લડ વોશિંગ એટલે કે લોહી સાફ કરાવવાનો નુસખો અપનાવી રહ્યા છે. બ્લડ વોશિંગ મોંઘી સારવાર પૈકી એક છે. દરેક વોશિંગનો ખર્ચ લગભગ બેથી અઢી હજાર પાઉન્ડ (આશરે બેથી અઢી લાખ રૂપિયા) આસપાસ થાય છે.
સમાજમાં નજર કરશો તો કેટલાક વડીલો જોવા મળશે કે જેઓ 80ની ઉંમર વટી જવા છતાં સક્રિય અને સતત કાર્યરત હોય છે. તો બીજી બાજુ એવા લોકો પણ છે જેઓ 60 વય વટતાં જ નાની-મોટી અનેક વ્યાધિથી પીડાતા હોય છે. વ્યક્તિની ઉંમર ભલે કંઇ પણ હોય, તેના સ્વાસ્થ્યમાં આહારની ભૂમિકા મહત્ત્વની છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ પૌષ્ટિક આહારની જરૂરિયાત પણ વધતી જાય છે. યોગ્ય આહાર અને જીવનશૈલીને અપનાવીને સ્વસ્થ જીવન પસાર કરી શકાય છે. નિરામય સ્વાસ્થ્ય માટે વ્યક્તિએ કેવા પ્રકારની આહારશૈલી અપનાવવી જોઇએ તે અહીં સુચવ્યું છે. આ જનરલ સુચન છે, કોઇ પણ વ્યક્તિએ તેનો અમલ કરતાં પહેલાં પોતાની શારીરિક તાસીરને ધ્યાનમાં લે તે આવશ્યક છે. જરૂર પડ્યે તમે તમારા જીપીનું માર્ગદર્શન પણ મેળવી શકો છો.
કેન્સર એવી સ્થિતિ છે જે મગજથી માંડી જઠર અને આંતરડાથી માંડી ત્વચા સુધી શરીરના કોઈ પણ અંગને અસર કરી શકે છે. જ્યારે કેન્સર ત્રાટકે ત્યારે જીવન બચાવવા શક્ય તમામ પગલાં લેવા જરૂરી બની જાય છે. જોકે, કોઈ પણ રોગ અને ખાસ કરીને કેન્સરને ઓળખવા માટે તેના લક્ષણોને જાણવા જરૂરી છે. લ્યુકેમિઆ યુકે અને લ્યુકેમિઆ કેર સહિત ચેરિટીઝ આ બાબતે ચિંતિત છે કારણકે લોકોમાં લક્ષણોની જાણકારીનો અભાવ છે.
સમાજમાં નજર કરશો તો કેટલાક વડીલો જોવા મળશે કે જેઓ 80ની ઉંમર વટી જવા છતાં સક્રિય અને સતત કાર્યરત હોય છે. વ્યક્તિની ઉંમર ભલે કંઇ પણ હોય, તેના સ્વાસ્થ્યમાં આહારની ભૂમિકા મહત્ત્વની છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ પૌષ્ટિક આહારની જરૂરિયાત પણ વધતી જાય છે. નિરામય સ્વાસ્થ્ય માટે વ્યક્તિએ કેવી આહારશૈલી અપનાવવી જોઇએ તે સૂચવ્યું છે.
