સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    પેનિક એટેકઃ મુખ્ય કારણ એકલતા,

    એકલતા પેનિક એટેકનું સૌથી મોટું કારણ છે. સતત ચિંતા અને તણાવમાં રહેવાથી પેનિક એટેકનો ખતરો વધી જાય છે. મનનો ભય કે હૃદયની કોઈ વાત શેર નહીં કરવાના કારણે પણ તે ફોબિયા કે મનોરોગમાં પરિવર્તિત થાય છે. આ પ્રકારના કેસ ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને બાળકો અને ટીનેજર્સમાં તેનો ખતરો વધ્યો છે. 20 વર્ષની ઉંમર સુધી પેનિક એટેકનો ખતરો સૌથી વધુ હોય છે. પુરુષોની તુલનામાં મહિલાઓને પેનિક એટેકનો ખતરો બમણો હોય છે.

    હેલ્થ ટિપ્સઃ ઠંડીના દિવસોમાં

    વૃદ્ધાવસ્થાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે. તેના કારણે વડીલોમાં બીમારીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. શરીરમાં તાપમાનનો ઘટાડો થવાથી રક્તવાહિનીઓ સંકુચિત થાય છે, જેના કારણે આખા શરીરમાં ઓક્સિજન પહોંચવું મુશ્કેલ બની જાય છે. વડીલો ગંભીર બીમારીઓનો ભોગ બની શકે છે. આ ઉપરાંત શ્વાસ સંબંધિત સમસ્યાઓ અને અસ્થમા અટેકની સમસ્યા પણ સર્જાઈ શકે છે. શરદીમાં ચામડી વધારે પડતી શુષ્ક બની જાય છે. તેના કારણે ડિહાઈડ્રેશન અને ચામડી સંબંધિત રોગ થાય છે. આ કારણસર ઠંડીની ઋતુમાં શરીરનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે. આ માટે નીચે આપેલી કેટલીક ટીપ્સ તમે ફોલો કરી શકો છો.

    હિમોફિલિયાની દવાના એક ડોઝની ક

    અમેરિકાના ડ્રગ રેગ્યુલેટર એફડીએ દ્વારા વિશ્વની સૌથી મોંઘી દવાને મંજૂરી આપી દીધી છે. હેમજેનિક્સ નામની જિન થેરાપી આપતી આ દવા લોહીના દુર્લભ રોગ, સીએસએલ બહરિંગ્સ હેમોફિલિયાનો ઇલાજ કરવા માટે વિકસાવાઇ છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટેટર (એફડીએ) તરફથી બજારમાં મૂકવા મંજૂર કરાયેલી આ દવાના એક ડોઝની કિંમત છે, 35 લાખ ડોલર એટલે કે આશરે 28.62 કરોડ રૂપિયા.

    ઓવર સ્લીપઃ અપૂરતી ઊંઘ જ નહીં, વ

    પૂરતી ઊંઘથી વ્યક્તિની વિચારવા અને સમજવાની ક્ષમતાની સાથે યાદશક્તિ પણ પ્રભાવિત થાય છે. સાથે જ શારીરિક, ભાવનાત્મક અને માનસિક આરોગ્ય પર પણ તેનો ઊંડો પ્રભાવ પડે છે. સારા આરોગ્ય માટે પુરતી ઊંઘ અત્યંત આવશ્યક છે, પરંતુ ઊંઘ જ્યારે જરૂર કરતાં વધુ લેવામાં આવે તો તે તન અને મનને ફાયદો પહોંચાડવાને બદલે આરોગ્યને નુકસાન પહોંચાડવા લાગે છે.

    10 સેકન્ડ એક પગે સંતુલન જાળવીને...

    સામાન્ય રીતે ખેલાડીઓની ફિટનેસ ચકાસવા ફ્લેમિંગો બેલેન્સ ટેસ્ટ એટલે કે એક પગ પર ઊભા રહીને સંતુલન જાળવવાનું કહેવાય છે. તેનાથી સ્નાયુઓની ક્ષમતા જાણવા મળે છે. હવે સંશોધકોએ આને આધેડ તથા વૃદ્ધ લોકોનું આરોગ્ય તપાસવાનું માધ્યમ બનાવવાની પણ વાત કરી છે. તેમનું કહેવું છે કે 10 સેકન્ડ સુધી એક પગ પર સંતુલન જાળવીને ઊભા રહી શકતા લોકો સ્વસ્થ છે. આધેડ અને વૃદ્ધોના કિસ્સામાં આ નાનોએવો ટેસ્ટ દર્શાવે છે કે તેમનું શરીર હજુ કેટલાં વર્ષ સુધી ચાલવા માટે સક્ષમ છે.

    ડિપ્રેશનના કેસમાં ઝડપથી વધાર

    અમેરિકાના નાગરિકોમાં ડિપ્રેશન ઝડપી ગતિએ વધી રહ્યું હોવાથી ત્યાંની એક હેલ્થ પેનલે પહેલી વાર અહીં 65 વર્ષથી ઓછી ઉંમરના દરેક વયસ્કોના એંગ્ઝાઇટી અને માનસિક સ્વાસ્થ્યનું ચેકઅપ કરાવવાની ભલામણ કરી છે. આ ભલામણ એવા સમયે કરાઇ છે જ્યારે દેશમાં લોકો તણાવ વધારતી બીમારીઓ, કોવિડ, મોંઘવારીને કારણે આર્થિક તંગી તેમજ અનિશ્વિતતાઓને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

    પોઝિટિવ રહો,  પ્રસન્ન રહો,  સ્વસ...

    ઉંમર વધવાની સાથે દરેક વ્યક્તિના સ્વભાવમાં પણ પરિવર્તન આવવા લાગે છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ. વડીલોમાં ગુસ્સો અને ચીડિયાપણું વધારે જોવા મળે છે તેનું આ જ કારણ છે. તેમને વાતવાતમાં ગુસ્સો આવી જાય છે અને કોઈ પણ બાબતે ઉકળી ઉઠે છે. આ ઉપરાંત તેમને ખોટું પણ જલ્દી લાગી જાય છે, પણ આ પ્રકારના સ્વભાવમાં વડીલોએ નિયંત્રણ લાવવું જરૂરી છે. જો તમે જીવનમાં આ અભિગમ અપનાવશો તો જ ઘર-પરિવારમાં તમારું માન-સન્માન જળવાઈ રહેશે અને તમારું ઘડપણ સુખરૂપ પસાર થશે.

    કેનેડામાં ઇચ્છામૃત્યુના આંકમ...

    કેનેડામાં ઇચ્છામૃત્યુની મંજૂરી હવે મુશ્કેલી બની રહી છે. અહીં ગયા વર્ષે એટલે કે 2021માં જ 10 હજારથી વધુ લોકોએ ઇચ્છા મૃત્યુ મારફતે પોતાના જીવનનો અંત આણ્યો છે. આ આંકડો કેનેડામાં સમગ્ર વર્ષ દરમિયાન થયેલા કુલ મોતના ત્રણ ટકા કરતાં વધુ છે. 

    હેલ્થ ટિપ્સઃ શિયાળામાં બહુ ગુ

    સૂપની વાત નીકળે તો સૌથી પહેલાં ટોમેટો સૂપનું નામ આવે છે. ટોમટો સૂપ સ્વાદમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. ટોમેટો સૂપ એવી વસ્તુ છે કે બાળકોથી લઈને વડીલો સુધી બધાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શિયાળાના દિવસોમાં તો ખાસ. ઠંડા ઠંડા દિવસોમાં ટોમેટો સૂપને ડાયટનો ભાગ બનાવી લેવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓમાંથી છૂટકારો મળી જાય છે.

    અનહદ ગળપણ ધરાવતા જ્યુસ, ડ્રિંક્સ વગેરે પીણાંને કારણે પ્રતિ વર્ષ ૮,૦૦૦ કેસોનો વધારો થઇ રહ્યો છે. યુનિવર્સિટી અોફ કેમ્બ્રીજના અભ્યાસ મુજબ અમેરિકામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧.૮ મિલિયન લોકોને અને યુકેમાં ૭૯,૦૦૦ લોકોને 'ડાયાબિટીશ ટુ'ની બીમારી થઇ હતી.