સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    માઇગ્રેનઃ દુનિયામાં દર સાતમા

    દુનિયામાં આશરે 100 કરોડથી વધુ લોકો એટલે કે વિશ્વની કુલ વસ્તીના દર 7માંથી એક વ્યક્તિ માઈગ્રેનથી પીડિત છે. મહિલાઓને પુરુષોની તુલનામાં માઈગ્રેનની સમસ્યા ત્રણ ગણી વધુ થાય છે. માઈગ્રેનથી પીડિત 10 વ્યક્તિમાંથી 8 મહિલાઓ છે. મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોનમાં થતા પરિવર્તનને કારણે તેમને માઈગ્રેનનો દુ:ખાવો વધુ થાય છે.

    એન્ટી ડિપ્રેશન્ટ્સ લેનારાની સંખ્યામાં પાંચ લાખનો ચિંતાજનક વધારો

    કોરોના મહામારી શરૂ થયા બાદ બ્રિટનમાં ડિપ્રેશનથી પીડા લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. એનએચએસના આંકડા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એન્ટીડિપ્રેશન મેડિસીન લેનારા બ્રિટિશરોની સંખ્યામાં પાંચ લાખનો વધારો થયો છે. આ પ્રકારની દવાઓ લેનારામાં બાળકો અને સગીરોની સંખ્યામાં પણ વધારો થયો છે.

    કિડની સ્ટોનથી પીડિત છો? ચા - કોફ...

    એક અંદાજ કહે છે કે લગભગ ચોથા ભાગની વસ્તી કિડની સાથે સંકળાયેલી કોઈને કોઈ સમસ્યાથી પીડાય છે, આમાં પણ 10 ટકાથી વધુ તો કિડની સ્ટોન (કિડનીમાં પથરી)ની સમસ્યાથી પીડિત છે. ઊંચું તાપમાન, હ્યુમિડિટી અને પાણીની ઉણપ ઉનાળામાં આ સમસ્યા વધારી દે છે. 

    એન્ટી ડિપ્રેસન્ટ દવાઓ યાદશક્

    એન્ટિ એંગ્ઝાયટી (એન્ટિ ડિપ્રેસન્ટ) દવાઓના સેવનથી અનેક લોકોની યાદશક્તિ ક્ષીણ થઇ રહી છે. લોકો વધુ ભૂલકણાં બની રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન ન્યૂક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઓર્ગેનાઇઝેશનના સંશોધનમાં આ તથ્ય સામે આવ્યું છે. 

    હેલ્થ ટિપ્સઃ નિરામય દીર્ઘાયુ

    પચાસની વય વટાવ્યા બાદ દરેક વડીલો ઇચ્છે છે કે તેઓ હેલ્ધી અને ફિટ રહે. જોકે મોટા ભાગના વડીલોને ઘડપણમાં કોઇને કોઇ બીમારી થતી જ હોય છે. લાંબા આયુષ્ય સુધી તંદુરસ્ત રહેવા માટે તમારે હેલ્ધી લાઇફસ્ટાઇલને ફોલો કરવી ખૂબ જરૂરી છે. જીવનમાં સ્ટ્રેસ લેવો નહીં. હંમેશા હસતાં રહો અને જીવનમાં દરેક પડાવને હસતાં હસતાં પસાર કરો. આ બધું જ સારી અને હેલ્ધી આદતો પર નિર્ભર કરે છે. લાંબા આયુષ્ય સુધી તંદુરસ્ત રહેવા માટે જીવનશૈલીમાં કેટલાક પરિવર્તન લાવવા જરૂરી છે.

    સ્થૂળતાના કારણે નાની છોકરીઓ પણ વહેલી પુખ્ત બની જાય છે!

    બાળકોમાં સ્થૂળતા કે ઓબેસિટીના કેસ વધતા જાય છે ત્યારે આઠ વર્ષ જેટલી નાની વયની છોકરીઓ પણ વહેલી પુખ્ત બની રહી છે. 2020/21માં ચાર અને પાંચ વર્ષના બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધીને 14.4 ટકા થયું છેમોટા ભાગના અભ્યાસો અનુસાર ચરબીના કોષોના વધુ પ્રમાણથી સેક્સ હોર્મોનના ઉત્પાદનને ઉત્તેજન મળે છે.

    પાર્કિન્સનઃ આ બીમારીને જેટલી

    પાર્કિન્સનની બીમારી ભલે જીવલેણ ન ગણાતી હોય, પરંતુ તે દર્દીની જિંદગીમાં ઉથલપાથલ જરૂર મચાવી દે છે. શરીરનું નિયંત્રણ વ્યક્તિના અંકુશમાં ન રહે ત્યારે આવું થવું સ્વાભાવિક છે. પાર્કિન્સનનો ભોગ બનેલા વ્યક્તિનાં હાથ સુન્ન થઇ જાય છે.

    બ્રિટનમાં ચામડીના કેન્સર મેલ

    બ્રિટનમાં પ્રવર્તી રહેલા ભારે હીટવેવ વચ્ચે કેન્સર રિસર્ચ યુકેએ ચેતવણી જારી કરી છે કે દેશમાં મેલાનોમા સ્કીન કેન્સરના કારણે મહિલાઓ કરતાં પુરુષના વધુ મોત થઇ રહ્યાં છે. તાજેતરના કેટલાંક વર્ષમાં સૂર્યપ્રકાશના કારણે ચામડીને થતા નુકસાનને પગલે મહિલા અને પુરુષમાં ચામડીના કેન્સરના કેસ વધી રહ્યા છે.

    હેલ્થ ટિપ્સઃ હેલ્થ માટે ઉપયોગ

    આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા બહુમતી લોકો એ વાતે સંમત છે કે કાચું ઓલિવ ઓઇલ ઘણું સ્વાસ્થવર્ધક છે. આ તેલ વિશ્વની આરોગ્યપ્રદ વસ્તીના આહારનો મુખ્ય ભાગ છે. ઓલિવ ઓઇલમાં રહેલ ફેટી એસિડ તથા એન્ટિઓક્સિડન્ટ્સ સ્વાસ્થ્યના કેટલાક મુખ્ય ફાયદાઓ સાથે હૃદયરોગની શક્યતા પણ ઘટાડે છે. ઓલિવ ઓઇલ શેમાંથી બને છે?

    વધારે પડતી સક્રિયતા શરીર  માટે...

    કહેવાય છે કે ઘડપણમાં શક્ય હોય એટલા એક્ટિવ રહેવું, જેથી શારીરિક અને માનસિક રીતે ચુસ્ત-દુરસ્ત રહી શકીએ. જોકે કેટલાક વડીલો ‘એક્ટિવ રહેવાની’ આ સલાહને એટલી ગંભીરતાથી લેતા હોય છે કે તેમને પરિવારજનોએ કહેવું પડતું હોય છેઃ બસ કરો... જરા તમારી ઉંમરને પણ ધ્યાનમાં રાખો. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એક્ટિવ રહેવાના ચક્કરમાં ઘણી બાબતો એવી હોય છે જે ઓવરડોઝ થઈ જતી હોય છે. પરિણામે તેનાથી લાભ થવાને બદલે નુકસાન જ થાય છે. આથી ઘડપણમાં તમારી ઉંમર, શારીરિક સજ્જતા, કાર્યક્ષમતાને આધારે જ કાર્ય કરવું હિતકારક છે. ઉત્સાહમાં આવીને કોઈ પણ કાર્યમાં વધારે પડતો શ્રમ ન કરવામાં જ સમજદારી છે.