દાંતનું જતન કરવા માટે, તેને સ્વસ્થ રાખવા માટે પહેલાં તો એ જાણવું જરૂરી છે કે દાંતોને નુકસાન કેવી રીતે પહોંચે છે. અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીના પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ અને માઈક્રોબાયોલોજિસ્ટ ડો. એ. ડી. એગુઈર કહે કે આપણા મોઢામાં 700 પ્રકારના બેક્ટેરિયા હોય છે. જેમાંથી નુકસાનકારક બેક્ટેરિયા ભોજનમાંથી શર્કરાને અલગ પાડીને તેને એસિડમાં તબદીલ કરે છે, અને આ એસિડ દાંતમાંથી જરૂરી મિનરલ્સને દૂર કરે છે. પરિણામે દાંતમાં કેવિટી થવા લાગે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
અમેરિકામાં મહામારી બાદ આર્થિક મુશ્કેલી માનસિક બીમારીનું મોટું કારણ બન્યું છે. પરિણામે, મની મેનેજમેન્ટની સાથે એવા પ્રોફેશનલ્સની માંગ વધી છે જે આ લોકોની મનોસ્થિતિ સમજી નિવારણ આપી શકે. બીમાર લોકો પણ પર્સનલ ફાઇનાન્સથી જોડાયેલી બાબત માટે સૌથી વધુ ચિંતિત છે.
વડીલોએ સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડે છે, કારણ કે વધતી ઉંમર સાથે તેમના શરીરની ઈમ્યુન સિસ્ટમ પણ નબળી પડવા લાગે છે. આમાં ધીરે ધીરે બીમારીઓ શરીરમાં ઘર કરતી જાય છે, આ કારણોસર વધતી ઉંમર સાથે ફિટ રહેવા માટે નિયમિત યોગાસન કરવા જરૂરી છે.
સૂકામેવામાં અંજીરનું આગવું સ્થાન છે. મીઠા મધુરા અંજીર શારીરિક સ્વાસ્થ્યના જતન માટે અનેક રીતે લાભકર્તા છે. અંજીર કઇ રીતે આપણા શરીર માટે સારા છે તે સમજવા માટે વાંચો આગળ...
હવે બ્લડ ટેસ્ટ કરીને કોરોનાનો ચેપ ધરાવતી વ્યક્તિને લોંગ કોવિડ થશે કે કેમ તે જાણી શકાશે તેમ લાન્સેટના ‘ઈ-બાયોમેડિસીન’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. કોરોનાના કેટલાક દર્દીઓમાં તેના ચેપની અસર લાંબો સમય સુધી જોવા મળે છે તેને લોંગ કોવિડ તરીકે ઓળખવામાં આવે છે.
પરીક્ષા નજીક આવી હોય અને વાંચવાથી ભારે થાક લાગતો હોવાનું તમે ક્યારેય અનુભવ્યું છે ખરું? આ થાક ભલે શારીરિક ન હોય પરંતુ, જગ્યા પરથી એકાદ ઈંચ પણ ખસ્યા ન હોઈએ અને આખા દિવસના અભ્યાસ પછી તદ્દન નંખાઈ જઈએ તેમ પણ બનતું હોય છે. ‘કરન્ટ બાયોલોજી’ જર્નલમાં પ્રકાશિત નવા અભ્યાસ મુજબ પ્રોફેશનલ ચેસ ખેલાડીઓ પણ ચાર-પાંચ કલાકની બાજી રમ્યા પછી અચાનક ભૂલો કરવા લાગે છે જે તેઓ સારી જાતના આરામ પછી કરતા હોતા નથી. માનસિક કે ચિંતનના નિયંત્રણો શા માટે થકવી નાખે છે તેનું રહસ્ય હજુ અસ્પષ્ટ છે.
જન્મથી મૃત્યુ સુધી માનવજીવનમાં અનેક પરિવર્તન આવે છે, જે એક ચોક્કસ તબક્કામાંથી પસાર થાય છે. આ તબક્કામાં બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાનો સમાવેશ થાય છે. તેમાં જન્મથી માંડીને કિશોરાવસ્થા સુધી વ્યક્તિનો ઝડપથી વિકાસ થાય છે. યુવાવસ્થામાં આ વિકાસ ધીમો પડવા લાગે છે અને વૃદ્ધાવસ્થા સુધીમાં તો આ વિકાસ લગભગ અટકી જાય છે.
અશ્વેત અને સાઉથ એશિયન મૂળના ડિમેન્શીઆગ્રસ્ત બ્રિટિશરોને યુવા વયે મૃત્યુનું જોખમ હોવાનું નવા અભ્યાસમાં જણાયું છે. યુનિવર્સિટી કોલેજ લંડન અને લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસીનના વિદ્વાનો દ્વારા 21 વર્ષથી વધુ સમયગાળાના યુકે મેડિકલ રેકોર્ડ્સના અભ્યાસ પછી જણાવાયું છે કે શ્વેત લોકોની સરખામણીએ આ બંને જૂથો ડિમેન્શીઆના નિદાન પછી ઓછો સમય જીવે છે. અભ્યાસ મુજબ યુકેમાં 65થી વધુ વયના 11.8 ટકા લોકોને ડિમેન્શીઆ છે.
અમેરિકાને ડરાવી રહેલો સુપર બગ હવે વિશ્વમાં સૌથી ઘાતક બીમારી તરીકે માથું ઊંચકી રહ્યો છે. સુપર બગે જે પ્રકારે પંજો ફેલાવવાનું શરૂ કર્યું છે તે જોતાં કહી શકાય કે કોરોના રોગચાળા બાદ હવે સુપર બગે વિશ્વમાં આતંક મચાવે તો નવાઇ નહીં. યુએસના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ્ડ પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ (સીડીસી)ના રિપોર્ટ અનુસાર આ બીમારી પર કોઇ દવાની અસર થતી નથી. એશિયામાં આ બીમારી સૌથી વધારે ભારતમાં પ્રસરી રહી છે અને ભારતમાં જ સૌથી વધારે જીવ લઇ રહી છે. મેડિકલ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર બ્રિટનના એક શોધકર્તા કહે છે કે આગામી સમયમાં દર વર્ષે એક કરોડ લોકો આ બીમારીના કારણે જ પોતાનો જીવ ગુમાવશે.
જીવનમાં ઉત્સુક્તા જળવાઇ રહેવી જોઇએ. તેનાથી આપણને શીખવામાં મદદ મળે છે અને તણાવ પણ દૂર થાય છે.
