દરેક સ્ત્રીએ 25ની વય પછી દર 5 વર્ષે એચપીવી ટેસ્ટ કરાવવો જોઇએ. આનાથી તમે ઘણી મુશ્કેલીઓથી બચી શકો છો. બીમારીના સંકેત અંગે સમયસર જાણ થઇ જશે તો સારવાર કરવાનું ઘણું સરળ થઇ જશે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
આજના યુગમાં ડાયાબિટીસ સૌથી મોટા લાઈફસ્ટાઈલ ડિસીઝમાંથી એક છે. આજની ભાગદોડભરી લાઈફસ્ટાઈલમાં થોડોક સુધારો ડાયાબિટીસના જોખમને 75 ટકા સુધી ઘટાડી શકે છે, પરંતુ કેટલાક બહાનાં આપણી પાસે કાયમ હોય છે. આવા બહાનાં સારી તંદુરસ્તીમાં અવરોધરૂપ બને છે, અને વ્યક્તિને ડાયાબિટીસ ભણી દોરી જાય છે. આ બહાના કયા છે? આપણે તેને કેવી રીતે દૂર કરી શકીએ છીએ? અને કેવી રીતે ડાયાબિટીસ સમગ્ર શરીરને પ્રભાવિત કરે છે તે જાણીએ અને આવા બહાનાંને ટાળીએ, જેથી ડાયાબિટીસને શરીરમાં પ્રવેશતો જ અટકાવી શકાય.
કોઈ લાંબી બીમારી પછી એમ લાગવું કે હવે સારી રીતે વિચારી શકાતું નથી. પોતાના જીવનમાં ચાલતા કોઈ તણાવની વચ્ચે એમ લાગવું કે કોઈ પણ કામમાં મન લાગતું નથી કે કોઈ પરિસ્થિતિ અંગે અગાઉની જેમ ઝડપભેર નિર્ણય લેવામાં મુશ્કેલી પડે. આ કે આવા લક્ષણ બ્રેન ફોગિંગના હોઈ શકે છે. કોઈ લાંબી બીમારી પછી કે તણાવને કારણે આમ થઈ શકે છે. અનેક રિસર્ચમાં એવું પણ જોવા મળ્યું છે કે, કોવિડ પછીના લક્ષણોમાં બ્રેન ફોગિંગનું પ્રમાણ વધ્યું છે.
ઘણી વખત કેન્સરનો ઉથલો મારે છે ત્યારે કીમોથેરાપી કોલોન કેન્સરની સારવારમાં રાહત આપી શકે છે. સ્થાનિક ટિસ્યુઝમાં આગળ વધેલા પરંતુ, દૂરના ટિસ્યુઝ સુધી નહિ પ્રસરેલા કોલોરેક્ટલ કેન્સરોમાં પહેલા સર્જરી અને તે પછી કીમોથેરાપી (એજુવન્ટ-adjuvant) સારવાર અપાય છે. આના ઘણા લાભ હોવાં છતાં, 20-30 ટકા દર્દીઓમાં કેન્સર ફરી ઉથલો મારે છે. નવા કંટ્રોલ્ડ અભ્યાસના તારણ અનુસાર માત્ર પોસ્ટસર્જરી કીમોથેરાપીની સરખામણીએ સર્જરી પહેલા અને પછી કીમો સારવાર (નીઓએજુવન્ટ) અપાય તો વધુ લાભકારી નીવડી શકે કે કેમ તેનો પ્રયોગ કરાયો હતો.
વ્યક્તિની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ શરીર અને જીવનમાં ઘણા પરિવર્તન આવતા હોય છે. આ ઉપરાંત સ્વસ્થ રહેવા માટે શરીરની જરૂરતો પણ બદલાતી રહે છે. શરીરની આ બદલાતી જરૂરતો માટે કેટલીક ટિપ્સ ફોલો કરવી જરૂરી છે, જે તમને હંમેશા સ્વસ્થ રાખે છે. વધતી ઉંમર સાથે સ્વસ્થ રહેવા માટે સમતોલ આહાર આરોગવો જરૂરી છે. તે તમને હેલ્ધી અને કાર્યક્ષમ રાખે છે તેમજ શરીરને જરૂરી પોષકતત્ત્વો મેળવવા માટે પણ ખૂબ મદદરૂપ રહે છે. આ ઉપરાંત હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ ઘટાડવામાં પણ મદદરૂપ રહે છે. વડીલોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેઓ જલ્દી બીમાર પડે છે. આ માટે તેમને વિટામિન અને મિનરલ્સયુક્ત આહાર આરોગવો જરૂરી છે. બીટા-કેરોટીન, વિટામિન - સી, વિટામિન-ઈ અને ઝીંકયુક્ત ખોરાક વડીલોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ માટે ફૂલાવર, સિમલા મરચા, બીટનો કંદ, પાલક અને રીંગણ જેવા શાકભાજી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ રહે છે.
શું તમને પણ મોડી રાત્રે કે વહેલી સવારે આવતાં સ્વપ્નો પરેશાન કરે છે? જો આ પ્રશ્નનો જવાબ ‘હા’ છે તો આ પ્રકારનાં સ્વપ્નો આવવા પાછળના કારણ પણ જાણી લો. દિવસ દરમિયાન થતી ઘટનાઓના આધારે આ સમસ્યાનું કારણ જાણી શકાય છે. અમેરિકાનાં સ્લીપ સ્પેશિયાલિસ્ટ એન્જલા હોલીડે બેલના અનુસાર અનેક વખત આ સ્વપ્નો આખા દિવસની તણાવપૂર્ણ સ્થિતિને કારણે પણ આવે છે. આ સ્વપ્નો, સમાન્ય દિવસોમાં આવતા સ્વપ્નોથી અલગ હોય છે. તે શરીર પર પોતાનો પ્રભાવ છોડે છે. આવા સ્વપ્નાં આવવા પાછળ મેન્ટલ સ્ટ્રેસ અને દારૂનું વ્યસન પણ જવાબદાર ગણાય છે.
અપરાધના સ્થળો પર લેવાતી આંગળાની છાપ એટલે કે ફિંગરપ્રિન્ટ્સ વિશેષ મહત્ત્વ ધરાવે છે. એનાલિટિકલ કેમિસ્ટ પ્રોફેસર સિમોના ફ્રાન્સેસે 15 વર્ષથી આ ક્ષેત્રે પોલીસની મદદ કરે છે પરંતુ, અપરાધીઓને શોધવાની તેમની કામગીરીમાં ધારણા બહારનું પરિણામ જોવાં મળ્યું છે કે આ ફિંગરપ્રિન્ટ્સ ટેક્નિક બ્રેસ્ટ કેન્સરને શોધવામાં પણ મદદરૂપ બને છે.
વિશ્વભરમાં ટાઈપ 2 ડાયાબિટીસ (T2D)નો ફેલાવો વધી રહ્યો છે ત્યારે જર્નલ ડાયાબિટીસમાં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ જૂની એન્ટિસાઈકોટિક ડ્રગ્સ વર્તમાન મેટફોર્મિન દવાનો વિકલ્પ બની શકે તેમ સૂચવાયું છે.
વૃદ્ધાવસ્થા ન આવવાં છતાં, ચહેરા પર થોડી ઘણી કરચલીઓ જણાય કે ત્વચા લચી પડેલી જણાય તે ચિંતાજનક છે. ત્વચાને ચુસ્ત અને દુરસ્ત રાખવા લોકો બોટોક્સના ઈન્જેક્શન્સ લેતા પણ અચકાતા નથી. જોકે, આવાં ઈન્જેક્શન્સ જોખમી ગણાય છે ત્યારે ઘણા લોકો યુવાન દેખાવા માટે ફેસિયલ યોગનો ઉપયોગ કરે છે જેનો લાભ બોટોક્સ કરતાં પણ વધુ જણાવાય છે. પરંતુ, આ તમારે નિયમિત અને યોગ્ય રીતે કરવા પડે છે તો જ તેનો સારો લાભ મેળવી શકાય છે.
બાળકોથી લઈને મોટેરાંઓની પણ પ્રિય એવી મગફ્ળી ખાવાની મજા જ કંઇક ઓર છે. મગફળીને ‘ગરીબોની બદામ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મગફ્ળીમાં એટલું પ્રોટીન હોય છે જેટલું દૂધ અને ઇંડાંમાં પણ નથી હોતું. મગફ્ળીનું સેવન આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક મનાય છે. મગફ્ળીમાં ગુડ ફેટ્સ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત રાખે છે. આ કારણે હેલ્થ એક્સપર્ટ વજન પર નિયંત્રણ રાખવા માટે સામાન્ય માખણની જગ્યાએ પીનટ બટરના સેવન પર ભાર મૂકે છે.
