છેલ્લા બે વર્ષોથી સમગ્ર વિશ્વને કોરોના મહામારી પજવી રહી છે. એક તરફ જ્યાં દર વર્ષે એક નવા વેરિઅન્ટની સાથે આ મહામારી લોકોને ફક્ત શારીરિક નહીં, પરંતુ માનસિક રીતે નબળાં બનાવી રહી છે. બીજી તરફ અમેરિકામાં માણસોની વચ્ચે ઝડપથી ફેલાઇ રહેલા એક સુપરબગે સમગ્ર વિશ્વાં ફરીથી ચિંતાનું મોજું ફેલાવ્યું છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ હાડકાંનું આયુષ્ય ઘટતું જાય છે. આ ઉપરાંત આર્થરાઈટિસ અને હાડકાં સંબંધિત અન્ય બીમારી થવાનો પણ ભય રહે છે. કેલ્શિયમની ઉણપથી હાડકાં નબળા રહે છે અને ઊઠવા બેસવામાં પણ તકલીફ પડે છે. આ સિવાય પડી જવાથી હાડકું તૂટવાનો પણ ભય રહે છે. આવા સમયે શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે તે જરૂરી છે અને કેલ્શિયમ મેળવવા માટે કેલ્શિયમયુક્ત આહાર આરોગવો જરૂરી છે. હાડકામાં કેલ્શિયમનું પૂરતું પ્રમાણ જાળવવા માટે તમે નીચે જણાવેલો આહાર આરોગી શકો છો.
તાજેતરના એક તબીબી અભ્યાસનું તારણ કહે છે કે જો કોઈ વ્યક્તિને ભોજન ચાવવા, ગળવા કે બોલવામાં મુશ્કેલી થઈ રહી છે. સાથે સાથે જ ભાવનાત્મક પરિવર્તન ઝડપથી થઈ રહ્યા છે તો આ પાર્કિન્સનની શરૂઆતના સંકેત હોઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓની ટીમે ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલનો ઉપયોગ કરવા સામે ચેતવણી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ પર જ કોઈ પણ પ્રકારની પેઇનકિલર અથવા પેરાસિટામોલનું સેવન કરવું જોઈએ. અન્યથા જન્મનાર બાળક પર અનેક પ્રકારે ખરાબ અસર થઈ શકે છે. તેમાં ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસને નુકસાન થાય છે અને જન્મ બાદ બાળકને મગજને લગતી સમસ્યા થઈ શકે છે.
શિયાળાની ઋતુ આવતા જ સંક્રમણ કેમ વધવા લાગે છે? હકીકતમાં તાપમાનમાં થોડો ઘટાડો પણ આપણી ઈમ્યુનિટી (રોગપ્રતિકારક ક્ષમતા)ને 50 ટકા સુધી ઘટાડી દે છે. આની નાક પર સૌથી વધુ અસર થાય છે. આ જ કારણે શિયાળામાં શરદી, ખાંસી જેવા કેસ વધે છે. તેનાથી બચવા માટે ઈમ્યુનિટી વધારવી અને તેને ટકાવી રાખવી જરૂરી છે. જોકે, તેના માટે અલગથી પ્રયાસ કરવાની જરૂર નથી. પૂરતી ઊંઘની સાથે જ હેલ્ધી ડાયટ, શરીરને હાઈડ્રેટ રાખવા માટે પૂરતું પાણી અને ફિઝિકલ એક્ટિવિટીને જાળવી રાખવામાં આવે તો ઈમ્યુનિટીને મજબૂત રાખી શકાય છે.
માનવીના મગજ માટે લોહીનો સતત પૂરવઠો મળતો રહે તે અતિ આવશ્યક છે. જો મગજમાં કોઈ ગાંઠ, ક્લોટ અથવા રક્તવાહિની તૂટી જવાની સમસ્યા સર્જાવાથી લોહીનો પૂરવઠો મળતો બંધ થાય કે ઘટી જાય ત્યારે બ્રેઈન સ્ટ્રોક આવે છે. સ્ટ્રોક આવ્યા પછી સારવાર મેળવવામાં પસાર થતી પ્રત્યેક મિનિટ સાથે આપણા મગજના આશરે 2 મિલિયન ન્યુરોન્સ (ચેતાકોષ)નું મોત થાય છે.
શરીરની આંતરિક ઘડિયાલને નિયંત્રિત કરીને અનિદ્રાની સમસ્યા પર કાબૂ મેળવીને ગાઢ નિદ્રાનો આનંદ માણી શકાય છે. આંતરિક ઘડિયાળ પર નિયંત્રણ મુખ્યત્વે પ્રકાશ સાથે જોડાયેલું છે. શરીરને જરૂરિયાત અનુસાર પ્રકાશની માત્રા પુરી પાડીને તેમજ તેને રોકીને આંતરિક ઘડિયાળને નિયંત્રિત કરી શકાય છે. પાંચ વર્ષથી અનિદ્રાની સમસ્યાથી પીડિત સૈલી હાવર્ડ અનુસાર તેમણે આ જ રીતે અનિદ્રાની સમસ્યા દૂર કરી. તેમના અનુસાર આપણી આંતરિક ઘડિયાળ પ્રકાશના આપણા એક્સપોઝરથી નિયંત્રિત થાય છે.
માનવીના મગજ માટે લોહીનો સતત પૂરવઠો મળતો રહે તે અતિ આવશ્યક છે. જો મગજમાં કોઈ ગાંઠ, ક્લોટ અથવા રક્તવાહિની તૂટી જવાની સમસ્યા સર્જાવાથી લોહીનો પૂરવઠો મળતો બંધ થાય કે ઘટી જાય ત્યારે બ્રેઈન સ્ટ્રોક આવે છે. સ્ટ્રોક આવ્યા પછી સારવાર મેળવવામાં પસાર થતી પ્રત્યેક મિનિટ સાથે આપણા મગજના આશરે 2 મિલિયન ન્યુરોન્સ- ચેતાકોષનું મોત થાય છે જેના પરિણામે કાયમી નુકસાન થઈ શકે છે અને ગંભીર હાલતમાં સ્ટ્રોક જીવલેણ પણ નીવડી શકે છે. જોકે, દર્દીને તત્કાળ ઓપરેશનની કે ડ્રગ્સની જરૂર છે તે જાણવાનું ભારે મુશ્કેલ બની રહે છે અને તેના માટે નિષ્ણાત ડોક્ટર્સની જરૂર પડે છે.
આજે દુનિયાભરમાં સ્થુળતાની સમસ્યા દિનપ્રતિદિન વિકરાળ બનીને ઉભરી રહી છે. જીવનશૈલીથી માંડીને ખાણીપીણીમાં આવેલા બદલાવથી આ સમસ્યા વકરી છે. વધુ પડતું વજન અનેક બીમારીનું મૂળ છે. ભારતની જ વાત કરીએ તો નેશનલ ફેમિલી હેલ્થ સરવેના મતે ભારતમાં લગભગ 23 ટકા પુરુષ અને 24 ટકા મહિલાઓ વધુ વજન કે સ્થૂળતાનો ભોગ બનેલા છે. આટલું જ નહીં 5 વર્ષથી નાની વયના લગભગ 3.4 ટકા બાળકો પણ જાડા છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કોઈની ભરપૂર પ્રશંસા માત્ર એક ટીકા કરવાથી કેમ નકામી બની જાય છે? સુંદર લાંબી રજાઓનો આનંદ અંતિમ દિવસે થયેલા કોઈ નાનકડા ઝઘડાને લીધે કેમ સમાપ્ત થઈ જાય છે? ભોજનની ઉપર ઉડતી માખી કેમ સારામાં સારા ભોજનનો આનંદ છીનવી લે છે? આ તમામ પ્રશ્નોનું કારણ એ છે કે, આપણું મગજ હંમેશા નકારાત્મક વસ્તુઓને ઝડપથી નોટિસ કરે છે.
