કેનેડામાં આલ્કોહોલના સેવનને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ છે કારણ કે અહીં મોટા ભાગના લોકો નિયમિત રીતે આલ્કોહોલ અથવા તો શરાબનું સેવન કરે છે. આવી સ્થિતિમાં સરકારે નવી ગાઇડલાઇન જારી કરીને નાગરિકોને સપ્તાહમાં આલ્કોહોલ ડ્રિન્ક માત્ર બે વખત લેવાની સલાહ આપી છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
જ્યારે કોઇ વ્યક્તિ ઉદાસ હોય ત્યારે તેની મદદ કઇ રીતે કરાય? આ સવાલ દરેક એવી વ્યક્તિના મનમાં આવે છે જેને બીજાની ચિંતા રહે છે, પરંતુ ઘણી વખત યોગ્ય માહિતીના અભાવે આપણે પોતાની રીતે કોઇ ખાસ વ્યક્તિની મદદ કરવા લાગી જઇએ છીએ. ક્યારેક તેને તેની પસંદગીની ખાવાની ચીજો કે ચોકલેટ આપીએ છીએ, તો ક્યારેક તેને થોડાક સમય એકલા છોડી દઇએ છીએ.
વિશ્વભરમાં શરીરને સ્નાયુબદ્ધ અને કમરને ચૂસ્ત બનાવવાની કવાયતો મધ્યે અમેરિકી ન્યૂરોસર્જન ડો. સંજય ગુપ્તા શરીરનું સંચાલન કરતા માત્ર સાડા ત્રણ પાઉન્ડ વજનના આપણા મગજની તંદુરસ્તીને યાદ રાખવાની સલાહ આપે છે. સામાન્યપણે શરીરની વય વધવા છતાં, મગજ પોતાની શક્તિ ગુમાવતું નથી. આમ છતાં, મગજ થાક અનુભવે છે, સમયાંતરે યાદદાસ્ત ગુમાવે છે અથવા ડિમેન્શીઆ કે અલ્ઝાઈમર્સનો શિકાર પણ બને છે. એટલાન્ટામાં ન્યુરોસર્જરીના પ્રોફેસર ડો. ગુપ્તાએ ‘12 Weeks to a Sharper You’ પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે 12 સરળ પગલામાં કોઈ પણ વયે મગજ અને સ્મરણશક્તિને તીક્ષ્ણ બનાવવાની ચાવીઓ આપી છે.
શિયાળાની ઋતુમાં શરદી, ઉધરસ અને વાઇ૨લ ફીવર જેવી સમસ્યાઓની સાથે સાથે ઘણા લોકોને માથાનો દુખાવો અને માથું ભારે થવાની સમસ્યાથી પણ પરેશાન રહે છે. ઘણી વખત સવારે પથારીમાંથી ઊઠ્યા પછી પણ માથાના દુખાવો ચાલુ રહેતાં ઘણી સમસ્યાઓ થાય છે.
સતત લાંબા સમય સુધી સ્માર્ટફોન અને લેપટોપનો ઉપયોગ કરનારાઓ પર નવી બીમારીઓનો ખતરો મંડરાઇ રહ્યો હોવાની ચેતવણી અમેરિકન ડોક્ટરોએ આપી છે.
વધુ પડતો મેન્ટલ સ્ટ્રેસ - અતિશય માનસિક તણાવ આપણી આંખોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. તે આંખોની રોશની પણ છીનવી શકે છે. એક રિસર્ચ અનુસાર તણાવથી ગ્લૂકોમા, વિઝન લોસ ઉપરાંત આંખોથી જોડાયેલી અનેક સમસ્યાનો ખતરો વધી જાય છે. સૌથી વધુ આંખ નબળી થવાનું જોખમ હોય છે.
સારી તંદુરસ્તી માટે સામાન્ય રીતે સપ્તાહમાં 150 મિનિટ હળવી કે 75 મિનિટ ઝડપી કસરત આદર્શ માનવામાં આવે છે. જોકે, તાજેતરમાં થયેલા રિસર્ચનો નિષ્કર્ષ જણાવે છે કે, દિવસમાં ત્રણ વાર પણ એક-એક મિનિટ થકવી નાખતી ઝડપી કસરત કરો, તો પણ તંદુરસ્ત રહી શકાય છે. એક બીજી શોધમાં જોવા મળ્યું કે માત્ર 15 મિનિટની કસરત કરતા લોકોનું આયુષ્ય પણ લાંબુ રહ્યું છે.
વડીલોને અનિદ્રાની સમસ્યા વધારે નડતી હોય છે. ક્યારેક ક્યારેક તેમની ઊંઘ વારંવાર ઊડી જતી હોય છે, તો ક્યારેક આખી રાત ઊંઘ જ આવતી હોવાની ઘણા લોકોની ફરિયાદ હોય છે. વડીલોને રાત્રે સારી રીતે ઊંઘ આવે તે માટે કેટલાક ઉપાય તેઓ જાતે જ અજમાવી શકે છે.
ફ્રેન્ચ સંશોધકોના અભ્યાસ મુજબ દરરોજ ડાયેટ સોફ્ટ ડ્રિન્કનું એક કેન પીવામાં આવે તેનાથી હાર્ટ ડિસીઝનું જોખમ વધે છે. સંશોધકોએ કૃત્રિમ સ્વીટનર્સ અને હાર્ટની સમસ્યાઓ વચ્ચે સંબંધ જોવાં નવ વર્ષ સુધી 103,000 વયસ્કો પર નજર રાખી હતી. તેમને જણાયું હતું કે જે લોકો દરરોજ કેલરીમુક્ત સ્વીટનર્સ સાથેનો ખોરાક અથવા પીણાં લેતા હોય તેમને હાર્ટ ડિસીઝનું જોખમ 9 ટકા વધે છે.
નેસલ એન્ટિબોડી સ્પ્રે સ્ટ્રોકના કારણે મગજને થયેલાં નુકસાનમાં ઉપયોગી નીવડી શકે છે. ઊંદર જેવાં પ્રાણીઓમાં આ પ્રયોગને સફળતા મળી છે.
