સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    પુત્રીને એન્ગઝાયટી માતા પાસે

    એન્ગઝાયટી એટલે કે ચિંતા, ગભરાટ જેવી બીમારી પુત્રીને માતા પાસેથી વારસામાં મળે છે, પરંતુ પિતામાંથી પુત્રને આ પ્રકારનો વિકાર મળવાની શક્યતા ઘણી ઓછી છે. ખાસ વાત એ છે કે જો પિતામાં એન્ગઝાયટી ડિસઓર્ડર ના હોય તો પુત્રમાં પણ તે હોવાની શક્યતા નહિવત્ હોય છે.

    ઘડપણઃ જીવનનો અંત નહીં, પણ આરંભ

    ઉંમર વધવાની સાથે વડીલોની માનસિકતા પણ ઘરડી થતી જાય છે. તેઓ શારીરિક અને માનસિક રીતે પોતાની જાતને વધારે અશક્ત અને ઉંમરલાયક સમજવા લાગે છે અને નિરસ જીવન પસાર કરે છે. પણ તમારા જીવનની આ થર્ડ ઈનિંગને તમે અંત નહીં પણ નવી શરૂઆત માનો અને તેનો ભરપૂર આનંદ માણો. જે કામ તમારા વ્યસ્ત જીવનમાં નથી કરી શક્યા તે નિવૃત્તિ પછીના સમયમાં પૂરા કરો.

    હાર્ટ ચેક એપ પ્રોજેક્ટ હૃદયરો

    સ્માર્ટફોનની એપ હાર્ટ ચેકની મદદથી હાર્ટ પેશન્ટ્સ પર દેખરેખ રાખવાનો પાઈલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેનાથી તેમને વારંવાર હોસ્પિટલમાં દાખલ થતા અટકાવવાનું અને તેમના ડિસ્ચાર્જને ઝડપી બનાવવાનું શક્ય બન્યું છે. આ સ્કીમ ટુંક સમયમાં સમગ્ર યુકેમાં લાગુ થાય તેવી આશા છે.

    ભારતમાં નાકથી અપાતી કોવિડ વેક

    ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)એ ભારત બાયોટેકે વિકસાવેલી અને નાક વાટે અપાતી કોવિડ વેક્સિનને 18 વર્ષથી ઉપરના લોકો માટે મર્યાદિત ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.

    ડાયાબિટીસ માટે ઈન્સ્યુલિન પિલ્સ હવે ઈન્જેક્શનનો ત્રાસ દૂર કરશે

    યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા (UBC)ના સંશોધકોએ ઈન્સ્યુલિન પિલ વિકસાવી છે જેને મોઢાં વાટે લઈ શકાય છે. આ પિલના કારણે ડાયાબિટીસથી પીડાતા લોકોએ દરેક ભોજન કે નાસ્તા પહેલાં ઈન્સ્યુલિનના ઈન્જેક્શન લેવા પડે છે તે બંધ થઈ જશે. આ પિલ હોર્મોન્સના ઈન્જેક્શન્સ જેટલી જ અસરકારક છે અને લિવરને સીધો જ ઈન્સ્યુલિનનો ડોઝ પૂરો પાડશે. ઊંદરો પર કરાયેલી ટ્રાયલમાં ઈન્સ્યુલિનને લિવર સુધી પહોંચવામાં સંપૂર્ણ સફળતા સાંપડી છે.

    પરસેવો થવો તે સામાન્ય બાબત છે અને શારીરિક પ્રક્રિયાનું પરિણામ છે. ભારે ગરમી હોય અથવા તમે સખત કસરત કરી હોય તેવા સંજોગોમાં શરીરને ઠંડુ પાડવા પરસેવો થતો હોય છે. જો આ કારણો ન હોય તે છતાં, ભારે પરસેવો થતો હોય તો તમારે કાળજી લેવાની જરૂર છે. કોઈ શારીરિક તકલીફ હોઈ શકે અથવા તમે દવાઓ લેતા હો તેની આડઅસર પણ હોઈ શકે છે.

    સમતોલ આહાર,  સ્વસ્થ જીવન...

    ન્યૂટ્રિશન એટલે કે પોષણનો અર્થ છે ખાદ્ય પદાર્થમાંથી પોષક તત્વોને યોગ્ય પ્રમાણમાં ગ્રહણ કરવા. સ્વસ્થ આહાર માત્ર કુપોષણ જ રોકતો નથી, પરંતુ વિવિધ રોગો અને રોગ પેદા કરતી પરિસ્થિતિઓને રોકવામાં પણ મદદ કરે છે. શરીરને જરૂરી સંતુલિત આહાર લાંબા સમય સુધી ન મળવાથી રોગપ્રતિકારક ક્ષમતા ઘટે છે. પરિણામે બીમારીનું જોખમ વધે છે.

    બદામનું નિયમિત સેવન છે ખૂબ લાભ...

    ઘણા લોકો આહારમાં સૂકોમેવો નિયમિત લેતા હોય છે, અને તેમાં બદામ મુખ્ય હોય છે. એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ ઇન્ફ્લેમેટ્રી ગુણોને કારણે બદામ ત્વચા અને વાળ માટે તો ખૂબ જ સારી છે. બદામને આખી રાત પાણીમાં પલાળ્યા બાદ સવારે ખાવાથી વધુ ફાયદો થાય છે.

    ડિમેન્શીઆથી અશ્વેત- સાઉથ એશિયન બ્રિટિશરોને અકાળે મોતનું જોખમ

    અશ્વેત અને સાઉથ એશિયન મૂળના ડિમેન્શીઆગ્રસ્ત બ્રિટિશરોને યુવા વયે મૃત્યુનું જોખમ હોવાનું નવા અભ્યાસમાં જણાયું છે. યુનિવર્સિટી કોલેજ લંડન અને લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસીનના વિદ્વાનો દ્વારા 21 વર્ષથી વધુ સમયગાળાના યુકે મેડિકલ રેકોર્ડ્સના અભ્યાસ પછી જણાવાયું છે કે શ્વેત લોકોની સરખામણીએ આ બંને જૂથો ડિમેન્શીઆના નિદાન પછી ઓછો સમય જીવે છે. અભ્યાસ મુજબ યુકેમાં 65થી વધુ વયના 11.8 ટકા લોકોને ડિમેન્શીઆ છે.