સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    દિમાગને  સતત  રાખો સક્રિય...

    ગુજરાતીમાં બહુ જાણીતી કહેવત છે કે નવરો બેઠો નખ્ખોદ વાળે. તો હિન્દીમાં કહેવાય છે કે ખાલી દિમાગ શૈતાન કા ઘર. ભાષા કોઇ પણ હોય નવરું પડેલું દિમાગ કમઠાણ સર્જતું હોય છે એ તો હકીકત છે. કામધંધામાં વ્યસ્ત રહેતા લોકોને તો આ સમસ્યા બહુ કનડતી નથી, પણ ભારે દોડધામભરી જિંદગી જીવ્યા પછી નિવૃત્ત થયેલા ભરપૂર ફાજલ સમય જ ક્યારેક સમસ્યારૂપ બની જતો હોય છે. 

    હેલ્થ ટિપ્સઃ ગુડ કોલેસ્ટ્રોલ

    તબીબી નિષ્ણાતો કહે છે કે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઉચિત હોય તો હૃદય સંબંધિત બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છેઃ પ્રથમ-લો ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે એલડીએલ અથવા બેડ કોલેસ્ટ્રોલ. એલડીએલ વધવાથી ધમનીઓમાં પ્લેક એકઠું થાય છે, જેના લીધે બ્લોકેજ થાય છે, જે હાર્ટ એટેક - સ્ટ્રોક વગેરેનું કારણ બને છે. બીજું, હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન એટલે એચડીએલ કે ગુડ કોલેસ્ટ્રોલ.

    હેલ્થ બુલેટિન...

    સમગ્ર વિશ્વમાં અંદાજે 1.28 બિલિયન વયસ્ક લોકો હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જો ઊંચા બ્લડ પ્રેશરમે નિયંત્રણમાં ન લેવાય તો હૃદય, બ્રેઈન અને કિડનીનાં રોગોનું જોખમ વધી જાય છે.

    હેલ્થ ટિપ્સઃ હાર્ટ, સ્કિન, વજન

    રોસ્ટેડ મખાના ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે, અને ઘણાં લોકો બ્રેકફાસ્ટમાં તેનું સેવન કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મખાના સદાબહાર સ્વાસ્થ્ય માટે ઘણા લાભકારક છે? જો તમે નિયમિત રીતે એક મુઠ્ઠી મખાના ખાવાનું પણ રાખો છો તો તેનાથી તમને એકાદ-બે નહીં, છ ફાયદા થાય છે.

    કૃત્રિમ સ્વીટનર્સની ઈમ્યુનિટ...

    આમ તો હકીકત એ જ છે કે અતિ સર્વત્ર વર્જયેત પરંતુ, લોકો તેમાં માનતા નથી. સામાન્ય ખાંડનો વધુ પડતો ઉપયોગ ડાયાબિટીસ, સ્થૂળતા તેમજ હૃદયરોગનું કારણ બની શકે છે તે સર્વસ્વીકૃત ગણાય છે.

    તમારે ખરેખર રોજ નહાવાની જરૂર છ...

    જો તમે ઈન્ટરનેટ પર ખાંખાખોળાં કરવાની આદત ધરાવતા હશો તો અનેક સેલેબ્રિટીઝને તેઓ નહાવાને પ્રાધાન્ય આપતા ન હોવાનું કહેતા જાણ્યા હશે. મિલા કુનિશ અને ક્રિસ્ટન બેલ કહે છે કે તેઓ તેમના બાળકોને રોજ સ્નાન કરાવતાં નથી. એશ્ટોન કુચેર અને જેક ગિલેનહાલે પણ કહ્યું છે કે તેઓ ઘણી વાર સ્નાન કરતા જ નથી. આથી ઘણા લોકો શા માટે રોજ સ્નાન કરતા નથી અને આમ કરવું આરોગ્યપ્રદ ગણાય કે ન ગણાય તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સંગત સેન્ટરના સહકારથી તા. ૧ અોગસ્ટ ૨૦૧૫ના રોજ બપોરે ૩ કલાકે સંગત સેન્ટર હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો. અસીમ મલ્હોત્રા અને ઝી ટીવીના 'આઉટ એન્ડ અબાઉટ' કાર્યક્રમના પ્રોડ્યુસર અને જાણીતા જર્નાલીસ્ટ ધૃવ ગઢવીએ ડાયાબિટીશ અને મેદસ્વીતાને પગલે થઇ રહેલા રોગો અંગે સ્લાઇડ શોના નિદર્શન સાથે ખૂબ જ મહત્વની જાણકારી આપી હતી. આ અંગેનો વિસ્તૃત અહેવાલ આગામી સપ્તાહે રજૂ થશે.

    માત્ર તમાકુથી જ નહીં, સ્થૂળતા

    પુરુષોમાં થતા કેન્સરમાં સૌથી સામાન્ય છે મોંનું કેન્સર. ભારતની વાત કરીએ તો, દેશમાં દર વર્ષે મોંઢાના કેન્સરના લગભગ એકાદ લાખ નવા કેસ નોંધાય છે. એક પ્રચલિત માન્યતા એવી છે કે મોંઢાના કેન્સરનું પ્રાથમિક કારણ તમાકુ અને શરાબ છે, પરંતુ આ સિવાય બીજા અનેક કારણ છે, જેને મોંઢાના કેન્સર માટે જવાબદાર મનાય છે.

    હેલ્થ ટિપ્સઃ ફિટનેસઃ ઉંમર એક આ...

    હંમેશા યાદ રાખો કે તમારી ક્ષમતા જ મહત્ત્વની છે. ઉંમર એ તો માત્ર એક આંકડો છે. તમારી ક્ષમતા અનુસારની કસરત સ્વાસ્થ્ય અને ફિટનેસ જાળવે છે. એ સાચું છે કે વય વધવાની સાથે સ્નાયુની શક્તિ, હાડકાંની ડેન્સિટી ઘટે છે, જે શરીરમાં સ્નાયુઓને ચરબીમાં ફેરવે છે. સંશોધનો દર્શાવે છે કે કોઇ પણ વયે કસરત કરવાથી તેનું હકારાત્મક પરિણામ મળે જ છે. જેમ કે, માસ, સ્નાયુઓ દૃઢ બનવા, હાડકાંની ડેન્સિટી વધવી અને એકંદરે સ્વાસ્થયમાં વૃદ્ધિ થવી, ભલે પછી વ્યક્તિની વય 95 વર્ષ કેમ ન હોય!