દુનિયાભરમાં ભલે ઇચ્છામૃત્યુના મામલે મતભેદ પ્રવર્તતા હોય, નેધરલેન્ડ આ મુદ્દે પોતાની રીતે જ આગળ વધી રહ્યો છે. યૂથનેશિયા એટલે કે ઈચ્છામૃત્યુને મંજૂરી આપનાર વિશ્વના પ્રથમ દેશ નેધરલેન્ડ્સે હવે બાળકોને પણ ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
સંસ્કૃત સુભાષિતમાં સૈકાઓ પૂર્વે કહેવાયું છે ક્ષમા વિરસ્યં ભૂષણમ્. અર્થાત્ કોઇને ક્ષમા આપવી એ વીરનું આભૂષણ છે. તો હવે એક અભ્યાસમાં પુરવાર થયું છે કે માફી માંગવી હિંમતનું કામ છે. પોતાની કોઇ ભૂલચૂક બદલ સામેવાળી વ્યક્તિની અંતઃકરણપૂર્વક માંગેલી માફી એક નહીં અનેક કામ કરી શકે છે.
વેઇટ લોસ જર્નીમાં પ્રોટીનની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. એવામાં ઇંડાને પ્રોટીનનો સૌથી સારો સોર્સ માનવામાં આવે છે. પરંતુ જો તમે ઇંડા નથી ખાતા તો તેના સિવાય પણ બીજી એવી ઘણી વસ્તુઓ છે જેનાથી તમે પોતાના શરીરમાં પ્રોટીનની કમીને પૂરી કરી શકો છો.
આજની યુવા પેઢી એવી છે જે ઇન્ટરનેટ અને મોબાઇલના યુગમાં જન્મી છે. ડિજિટલ યુગમાં જન્મેલી આ પેઢીને ટેક્નોલોજીની વ્યાપક સમજ હોય છે. નાનાં ટેણિયાઓ પણ સહેલાઇથી ગેજેટ્સનો ઉપયોગ કરતાં હોય છે, જ્યારે વડીલોને તેમાં થોડી મુશ્કેલી જણાય છે.
વયના વધવા સાથે અનેક નાનીમોટી શારીરિક આધિ-વ્યાધિ આવતી રહે છે. આમાં પણ 60-65ની વય પછી હાડકાં નબળાં પડી જવાની સમસ્યા અનેક લોકોમાં જોવા મળે છે. હાડકાં નબળાં - પોલાં પડી જવાથી બને છે એવું કે કોઇ કારણસર પડ્યા કે તરત ફ્રેક્ચર થઇ જાય છે. તમે કેટલીક સાવચેતી રાખીને આ સ્થિતિ નિવારી શકો છો.
હાલમાં હૃદયરોગની શક્યતા કે જોખમને ટાળવા માટે ઓછાં સોડિયમ કે મીઠાં સાથેના આહારની સલાહ આપવામાં આવે છે. જોકે, હવે સંશોધકો આહારમાં મીઠું ઓછું કરવાની ઉપયોગીતા સામે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.
સાત સપ્તાહની ડેનવર કોલમનને હજુ એ ખબર કે સમજણ નથી કે, તે કેટલા મોટા ચમત્કારનાં કારણે આ દુનિયામાં આવી શકી છે. આ માસુમ બાળકી માતાનાં ગર્ભમાં હતી તે દરમિયાન જ તેનાં મગજની ચમત્કારિક સર્જરી કરવામાં આવી હતી. અમેરિકામાં બોસ્ટનની નજીક રહેનાર આ બાળકીએ આ એક્સપેરિમેન્ટલ સર્જરીમાં સામેલ થઇને ઇતિહાસ રચી દીધો છે. ગર્ભમાં ઉછરી રહેલી બાળકીનાં મગજની દુર્લભ સર્જરી કરવામાં આવી હતી. 10 તબીબોની ટીમે બે કલાકમાં સફળ ઓપરેશન પાર પાડયું હતું. આ ઓપરેશનનાં બે દિવસ બાદ બાળકી દુનિયામાં આવી છે.
નિવૃત્ત થયા બાદ એટલે કે જીવનની બીજી ઇનિંગને વડીલો ઇચ્છે તો અત્યંત સ્વસ્થતાથી અને ખૂબ સારી રીતે જીવી શકે છે. જે તેમના પોતાના માટે અને સમાજ માટે પણ ફાયદારૂપ છે. જોકે આ બીજી ઇનિંગ ઉલ્લાસ અને આનંદભેર જીવી શકાય તે માટે કેટલીક બાબતોને રોજિંદા જીવનમાં અપનાવવી જરૂરી છે. કઇ બાબતો છે આ? આવો, જાણીએ.
મોટા ભાગના લોકો માટે સવારે જાગવું એ એક પડકારરૂપ છે. એક અભ્યાસ મુજબ સવારની કસરત વજન ઘટાડવામાં સૌથી અસરકારક છે. સવારે જલ્દી જાગવાથી દિવસનું વધુ સારી રીતે આયોજન કરવામાં પણ મદદ મળે છે.
સ્ત્રીઓ માસિક દરમિયાન માઈગ્રેનથી પીડાતી હોવાનું વધુ જણાય છે ત્યારે એક નવા અભ્યાસ મુજબ માસિક સાઈકલના ગાળામાં હોર્મોન્સના પ્રમાણમાં ભારે ચડાવઉતાર થતો હોય છે ત્યારે પેપ્ટાઈડ CGRP (કેલ્સિટોનિન જીન- રિલેટેડ પેપ્ટાઈડ) માં વધારો થવાના કારણે માઈગ્રેનના હુમલા વધી જાય છે.
