સામાન્ય રીતે ઉમર વધવાની સાથે સાથે મગજ સંકોચાતું જાય છે, ખાસ કરીને યાદશક્તિ સાથે સાંમજસ્ય બેસાડવાની ગતિવિધિઓ માટે જવાબદાર ભાગ કોરટેક્સ. જોકે કેટલાક લોકોની સ્મરણશક્તિમાં આ ઘટાડો અત્યંત ધીમી ગતિએ થાય છે. આવા લોકોને સુ૫૨ એજર્સ કહે છે. આ લોકોની ઉંમર 80 વર્ષની હોય તો પણ મગજ 30 વર્ષના યુવાનોની જેમ ચુસ્તી-સ્ફૂર્તિથી કામ કરે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલે એક તબીબી અભ્યાસના આધારે તારવ્યું છે તેમ સુપર એજર્સમાં 4 ટેવ સામાન્ય જોવા મળી છે. આ ટેવો તેમના મગજને વધતી ઉમરે પણ યુવાનો જેવું બનાવી રાખે છે. તમે પણ આ ચાર ટેવોને અપનાવીને વય વધવા છતાં મગજને યુવાનો જેવું તેજ રાખી શકો છો.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
સવારે ભૂખ્યા પેટે કેટલીક વસ્તુઓનું સેવન કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સવારે ભૂખ્યા પેટે કેટલાક ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી આંતરડાંને નુકસાન થઈ શકે છે. ખાલી પેટે કઈ વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ તે અહીં જણાવવામાં આવ્યું છે. તમે પણ આ સામાન્ય સુચનાને અનુસરીને શરીરને નુકસાન થતું ટાળી શકો છો.
ટાઈપ 1 અને ટાઈપ2 ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સમાં મોતનું કારણ બનતા ગ્લુકોઝ, લિપિડ્સ અને બ્લડ પ્રેશર સહિત તમામ જોખમોમાં ધૂમ્રપાન સૌથી જોખમી છે.
નવી દિલ્હીમાં આવેલા વિખ્યાત તબીબી સંસ્થાન ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઈમ્સ’)ના તબીબોએ ત્રણ મહિનાના બાળકની બંને કિડનીમાં સર્જાયેલો અવરોધ દૂર કરવા સફળ સર્જરી કરી છે.
આરોગ્યપ્રદ જીવનશૈલી જાળવી રાખવા માટે ડોક્ટરો તો ભોજનમાં ખાંડનું પ્રમાણ ઓછું રાખવાની સલાહ આપે છે. વધુ પડતી ખાંડના કારણે વજનમાં વધારો, મેદસ્વિતા, ટાઈપ2 ડાયાબિટીસ અને હૃદયરોગ સહિતની આરોગ્ય સમસ્યા સર્જાઈ શકે છે. રિફાઈન્ડ વ્હાઈટ સુગરની નુકસાનકારી અસરો વિશે લોકોમાં જાગૃતિ વધી રહી છે ત્યારે ગોળ, મધ, કૃત્રિમ ગળપણ (સ્વીટનર્સ) અને સ્ટેવિયા જેવું કુદરતી ગળપણ જેવા વિકલ્પોના ઉપયોગ અને તેમના વિશેની ચર્ચા વધી છે.
હેપ્પીનેસ એક્ટપર્ટ પાસેથી જાણો જીવનમાં ખુશ રહેવાના ત્રણ સરળ નિયમ. હેપ્પીનેસ અને વેલનેસ સંબંધિત સ્ટાર્ટઅપ ધ ન્યૂ હેપ્પીની સંસ્થાપક અને હેપ્પીનેસ એક્સપર્ટ સ્ટેફની હેરિસન જણાવે છે કે, સમૃદ્ધિનો મંત્ર આપણા કુટુંબના મૂળમાં છે. હેરિસન કહે છે કે, તેમની માતાએ તેમને જીવનને આનંદિત બનાવવાના કેટલાક નિયમ જણાવ્યા હતા. આ એવા નિયમો છે જેનો ઉપયોગ કોઈને સાચો માર્ગ બતાવવા અને તેના જીવનને પ્રફુલ્લિત બનાવવા માટે કરી શકાય છે. આ ત્રણ સરળ નિયમ છે, જે તમને સફળ થવામાં પણ મદદરૂપ બનશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના ગવર્નર જનરલ ટેડ્રોસ એડનમ ગેર્બેયસસે ચેતવણી આપી છે કે, વિશ્વ કોવિડ-૧૯ મહામારી કરતાં પણ વધુ ખતરનાક મહામારી માટે તૈયાર રહેવું જોઈએ. કોરોના વાઇરસ સંક્રમણને મુદ્દે વિશ્વભરમાં સ્થિરતા બનેલી છે તેવામાં ‘હૂ’ના વડાએ આપેલી ચેતવણીએ ચિંતા વધારી દીધી છે.
સમગ્ર વિશ્વમાં કેન્સર મોતના મુખ્ય કારણોમાં એક છે જેનાથી વર્ષ 2020માં લગભગ 10 મિલિયન લોકો મોતનો શિકાર બન્યા હતા. કેન્સરગ્રસ્ત લોકોને બચાવવા હોય તો વેળાસર નિદાનની પદ્ધતિઓ વિકસાવવી જોઈશે.
ટ્વિન બાળકોના જન્મ વિશે તો ઘણા કિસ્સા સામે આવતા હોય છે પણ થોડા વખત પહેલાં તબીબી જગતમાં એક એવો કિસ્સો નોંધાયો છે, જેનાથી સહુ કોઇ આશ્ચર્યચકિત છે. કોરોનાકાળમાં હાર્ટફોર્ડશાયરના લીઓમિન્સ્ટરની સોફી નામની એક મહિલા દ્વારા બે બાળકીઓને જન્મ આપવામાં આવ્યો હતો.
રસભરી કેરીની સીઝન આવી ગઈ છે! જ્યાં જૂઓ ત્યાં કેસર, તોતાપૂરી, આલ્ફાન્ઝો એટલે કે હાફૂસ, સિદૂરી, લંગડા, બદામ, રાજાપૂરી, દશહરા સહિત અનેક પ્રકારની કેરીથી બજાર ઉભરાઈ ગયું છે.
