સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    હેલ્થ ટિપ્સઃ સર્જનાત્મક્તા સ

    તમે ભલે કળાના ક્ષેત્રમાં નિપુણ ન હોવ, પરંતુ રસ-રુચિના હિસાબે થોડો ઘણો પ્રયાસ પણ કરો તો તમારા માનસિક આરોગ્યને ચમત્કારિક ફાયદો થાય છે. અમેરિકાના મનોચિકિત્સક ડોક્ટર ફ્રેન્ક ક્લાર્ક જણાવે છે કે, તેઓ જ્યારે નિરાશાના સમયમાંથી પસાર થઈ રહ્યા હતા, તો તેમાંથી બહાર નીકળવા માટે દોડવા, યોગ અને થેરપી જેવા અનેક રસ્તા પસંદ કર્યા. જોકે ફાયદો થયો નહીં.

    હેલ્થ બુલેટિનઃ શું શિયાળામાં

    આપણા આરોગ્ય માટે ઊંઘ મહત્ત્વનું પરિબળ છે અને યોગ્ય ઊંઘ શરીરની તંદુરસ્ત કામગીરી અને સાજા થવાની પ્રક્રિયાને આગળ વધારે છે. દરેકને ઊંઘની જરૂર રહે છે પરંતુ, અંગત જરૂરિયાત જુદીજુદી હોઈ શકે છે. 

    હવે સોશિયલ મીડિયા માટે ફેમિલી...

     બાળકો અને ટીનેજર્સની માનસિક આરોગ્ય સ્થિતિ પર સોશિયલ મીડિયાની અસરને આપણે હજુ સંપૂર્ણપણે સમજી શક્યા નથી. ખતરો અપેક્ષા કરતા પણ ઘણો વધારે છે. સોશિયલ મીડિયાનાં અયોગ્ય કન્ટેન્ટ અને નશાની પડી રહેલી કુટેવનાં કારણે માતા-પિતા અને ટીનેજર્સ ભારે પરેશાન છે. અમેરિકાનાં ભારતવંશી સર્જન જનરલ વિવેક મુર્તિએ પોતાની એડવાઇઝરીમાં આ પ્રકારની તમામ ચિંતા વ્યક્ત કરી છે.

    સ્લીપ વોકિંગઃ પાર્કિન્સનનું

    પુખ્તાવસ્થા પછી જો વ્યક્તિને ઊંઘમાં ચાલવાની, બોલવાની, હાથ-પગ ઉલાળવાની આદત હોય તેમને પાર્કિન્સન ડિસીઝ થવાનું રિસ્ક વધુ હોય છે. ઊંઘમાં જોવા મળતા આવાં લક્ષ્ણો પાર્કિન્સન ડિસીઝનાં ખૂબ જ આગોતરાં લક્ષણો હોઈ શકે છે.

    ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ માટે...

    ભારતની પ્રાચીન યોગ પરંપરાએ છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વતખતે આગવી નામના મેળવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના પરિણામે યુનાઇટેડ નેશન્સ દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરાયો તે પછી તો યોગનું મહત્ત્વ સહુ કોઇ સ્વીકારતા થયા છે. તન-મનને સ્વસ્થ રાખતા યોગાસનના આમ તો અનેક પ્રકાર છે, પરંતુ તેમાં પ્રાણાયમ આગવું સ્થાન ધરાવે છે. પ્રાણાયામ એટલે કે શ્વાસોચ્છ્વાસ પર નિયંત્રણ રાખવાની ક્રિયા. પ્રાણાયમ કોઇ પણ શાંત સ્થળે બેસીને સરળતાથી - સહજતાથી કરી શકાય છે. વજન ઘટાડવાની વાત હોય, સ્ટ્રેસ દૂર કરવું હોય, રિલેક્સ થવું હોય, હૃદય-ફેફસાં-મગજ જેવાં મહત્ત્વનાં અવયવોના સ્વાસ્થ્ય-સુધારની વાત હોય તો પ્રાણાયામ કરવાની હિમાયત કરવામાં આવે છે. આજે જોઈએ પ્રાણાયામ એટલે શું? એનાથી ફાયદો કેમ થાય છે અને પ્રાથમિક પ્રાણાયામ ક્રિયાઓ કેવી રીતે કરવી જોઇએ.

    હેલ્થ ટિપ્સઃ નિવૃત્તિ પછી પ્ર

    મોટા ભાગના લોકોને નિવૃત્તિ પછીના સમયમાં શું કરીશું તેની ભારે ચિંતા સતાવતી હોય છે. નિવૃત્તિ પછી લોકો સાથે રોજિંદો સંપર્ક ઘટી જાય છે અને એકલા પડવાથી માનસિક અકળામણ ઉભી થતી હોય છે. આ સ્થિતિ આગળ જતાં વિસ્મૃતિ અથવા ડિમેન્શીઆમાં ફેરવાઈ જવાનો ભય રહે છે. જોકે, ડિમેન્શીઆ થવાનું જોખમ ઘટાડવા ઈચ્છતા મધ્ય વયના લોકોએ સામાજિક સંપર્કોથી જોડાયેલા હાઉસિંગમાં રહેઠાણ અને નિવૃત્તિ પછી સ્વૈચ્છિક સેવા એટલે કે વોલન્ટીઅરીંગની ભૂમિકામાં પરોવાઈ જવાનું કાર્ય કરવું જોઈએ તેમ નિષ્ણાતો કહે છે. વોલન્ટીઅરીંગથી ડિમેન્શીઆનું જોખમ 50 ટકા સુધી ઘટી જાય છે તેમ યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)નો તાજેતરનો અભ્યાસ પણ કહે છે.

    યોગના માધ્યમથી હાડકાંને કરો મ

    વધતી ઉંમર, ખાણીપીણીમાં ગરબડ અને બીમારીને કારણે નબળા પડી ગયેલા હાડકાં યોગના માધ્યમથી મજબૂત કરી શકાય છે. અમેરિકાના રિસર્ચર ડો. ફિશમેને 741 લોકો પર વર્ષ 2005થી 2015 સુધી એટલે કે 10 વર્ષ રિસર્ચ કર્યું છે. આ લોકોને દરરોજ અથવા એક દિવસના સમયાંતરે વિશેષ પ્રકારના સાત યોગાસન કરવા કહેવાયું હતું. પ્રત્યેક આસનને લગભગ એક મિનિટ સુધી કરાવાયું. જેમાંથી 83 ટકા લોકોને ઓસ્ટિયોપોરોસિસ અથવા ઓસ્ટોપીનિયા હતો.

    સ્વાસ્થ્ય માટે બહુ નુકસાનકાર

    ઉજળું એટલું દૂધ નહિ અને પીળું એટલું સોનું નહિ ઉક્તિની માફક દરેક ખાદ્યપદાર્થો આરોગ્યને લાભકારી હોય તેમ કહી શકાય નહિ. શા માટે? કારણ કે ઉત્પાદનોને લાંબા સમય સુધી સાચવી શકાય તે માટે તેના પર એડેટિવ્ઝ અને પ્રિઝર્વેટિવ્ઝ ઉમેરવામાં આવે છે જે આપણા શરીરનું આરોગ્ય બગાડવામાં કારણભૂત બની રહે છે. આવા ખાદ્યપદાર્થોને આપણે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સની કેટેગરીમાં મૂકી શકીએ. ભાગદોડભરી જીવનશૈલીના પગલે લોકોની ભોજનશૈલી પણ બદલાઇ રહી છે. આ માહોલમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ(UPF)નો ફેલાવો એટલી ઝડપથી વધી રહ્યો છે કે સમગ્ર વિશ્વમાં જાણે કે તેનું બંધાણ વધી રહ્યું છે જેના પરિણામે, આરોગ્યવિષયક ગભરાટ પણ વધી રહ્યો છે. UPFમાં વપરાતા એડેટિવ્ઝ સ્વાદ અને સુગંધ વધારી લોકોને લલચાવે છે એટલું જ નહીં, તેનું વ્યસન લગાડે છે.

    હેલ્થ ટિપ્સઃ નિયમિત ચાલવું એ પ...

    શારીરિક અને માનસિક આરોગ્ય સારું રાખવું હોય તો જીવનમાં નિયમિતપણે ચાલવું ખૂબ જ ફાયદાકારક છે. તે દવાની માફક કામ કરે છે. વાસ્તવમાં, યુવા પેઢીમાં કમ્પ્યુટર સામે કલાકો સુધી બેસી રહીને કામ કરવાથી શરીરની હિલચાલ ઘટે છે.

    ચીઆ સીડ્સ હંમેશાં પલાળીને પીવ

    લોકોને ચીઆ સીડ્સના લાભ સમજાવા લાગ્યા હોવાથી તેનો વપરાશ પણ વધી રહ્યો છે. સાલ્વિઆ હિસ્પનિકા પ્લાન્ટના ખાઈ શકાય તેવા બીજ ચીઆ સીડ્સ છે જેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ, ઓમેગા 3 ફેટી એસિડ્સ, ફાઈબર અને પ્રોટીન હોવાથી ડાયાબિટીસ અને કાર્ડિયોવાસ્કુલર રોગમાં અને વજન ઉતારવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે.