સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    હાર્ટને હેલ્ધી રાખવું અઘરું ન

    કોરોના મહામારી બાદ હૃદય સંબંધિત બીમારીનું પ્રમાણ વધ્યું છે. આમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગના હુમલાથી મૃત્યુની ઘટનાઓનું પ્રમાણ વધતાં બનતાં લોકો હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થઈ રહ્યા છે. લોકો હૃદયના સ્વાસ્થ્યના મુદ્દે ચિંતિત છે ત્યારે હૃદયરોગના નિષ્ણાતો કહે છે, આપણે નાની-નાની બાબતો પર ધ્યાન આપીએ, જીવનશૈલીમાં આવશ્યક પરિવર્તન લાવીએ, યોગ્ય આહાર લઈએ તો હૃદયને તંદુરસ્ત રાખવાનું અઘરું નથી.

    હેલ્થ ટિપ્સઃ નિવૃત્તિ પછી પ્ર

    મોટા ભાગના લોકોને નિવૃત્તિ પછીના સમયમાં શું કરીશું તેની ભારે ચિંતા સતાવતી હોય છે. નિવૃત્તિ પછી લોકો સાથે રોજિંદો સંપર્ક ઘટી જાય છે અને એકલા પડવાથી માનસિક અકળામણ ઉભી થતી હોય છે. આ સ્થિતિ આગળ જતાં વિસ્મૃતિ અથવા ડિમેન્શીઆમાં ફેરવાઈ જવાનો ભય રહે છે. જોકે, ડિમેન્શીઆ થવાનું જોખમ ઘટાડવા ઈચ્છતા મધ્ય વયના લોકોએ સામાજિક સંપર્કોથી જોડાયેલા હાઉસિંગમાં રહેઠાણ અને નિવૃત્તિ પછી સ્વૈચ્છિક સેવા એટલે કે વોલન્ટીઅરીંગની ભૂમિકામાં પરોવાઈ જવાનું કાર્ય કરવું જોઈએ તેમ નિષ્ણાતો કહે છે. વોલન્ટીઅરીંગથી ડિમેન્શીઆનું જોખમ 50 ટકા સુધી ઘટી જાય છે તેમ યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)નો તાજેતરનો અભ્યાસ પણ કહે છે.

    ધીમા પડો, ઢીલ રાખો, શ્રદ્ધા રાખ

    શું તમે કોઇ વાત કે વિચારના લીધે તણાવ અનુભવો છો? મન પર સતત ચિંતાનો બોજ રહે છે? તો સૌથી પહેલાં ધીમા પડો. આ જીવન કંઇ રેસ નથી, તમારે ફર્સ્ટ આવવું અનિવાર્ય નથી. જે કરો છો એ નિરાંતે કરો. શ્રદ્ધા રાખો, કામનું ફળ યોગ્ય સમયે આપોઆપ મળી જ જશે. 

    યોગ ભારતની વિશ્વને ભેટ...

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સ (યુએન)ના હેડ ક્વાર્ટર ખાતે 180 દેશોના પ્રતિનિધિઓ સાથે યોગ કરીને નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. યુએન હેડ ક્વાર્ટરમાં 180 દેશના પ્રતિનિધિઓએ એકસાથે યોગાસન કરીને વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો તો ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં દોઢ લાખથી વધુ લોકોએ એકસાથે યોગ કરીને ગિનેસ બુકમાં સ્થાન મેળવ્યું હતું.

    માતૃત્વ ધારણ કરવાનો સૌથી શ્રે

    એમ કહેવાય છે કે માતા બન્યાં વિના સ્ત્રી અધૂરી ગણાય છે, દરેક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાની ખ્વાહિશ ધરાવે છે. જોકે, આજકાલ કારકીર્દિને વધુ મહત્ત્વ અપાય છે, લગ્નો પણ મોડાં થાય છે તેમજ પુરુષ અને સ્ત્રી બંને કામકાજ ન કરતા હોય ત્યારે આવકજાવકના બે છેડાં સરખા કરવા મુશ્કેલ બને છે. આ સંજોગોમાં માતૃત્વ ધારણ કરવામાં વિલંબ થાય છે અને ઘણી વખત સગર્ભાનો જીવ જોખમમાં મૂકાય છે. જોકે, સ્ત્રીઓ મેનોપોઝ પહેલાની કોઈ પણ વયે સફળ સગર્ભાવસ્થામાંથી પસાર થઈ શકે છે છતાં, પ્રશ્ન એ થાય છે કે સ્ત્રી માટે માતૃત્વ ધારણ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો કયો હોઈ શકે?

    હેલ્થ ટિપ્સઃ બાઇડેનને થયેલા સ

    અમેરિકન પ્રમુખ જો બાઈડેનના ચહેરા પર જોવા મળતી રહસ્યમય કરચલીને લઈને કેટલાક દિવસથી ચર્ચા ચાલતી હતી. જોકે હવે વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરીને ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. વ્હાઈટ હાઉસે કહ્યું છે કે બાઈડેન સ્લીપ એપ્નિયાથી પીડાઈ રહ્યા છે. આ બીમારીમાં ઊંઘમાં શ્વાસ બંધ થઈ જતો હોવાથી ફેફસાંમાં ઓક્સિજન સપ્લાય અટકી જાય છે. તેથી બાઇડેન સી-પેપ એટલે કે કન્ટિન્યુઅસ પોઝિટિવ એર-વે પ્રેશરનો ઉપયોગ કરે છે. તો ચાલો, આપણે પણ જાણીએ કે સ્લીપ એપ્નિયાના લક્ષણો શું છે અને તેનો સામનો કેવી રીતે કરી શકાય...

    સદાબહાર સ્વાસ્થ્ય માટે સૌથી મ

    શરીરની સર્વાંગી તંદુરસ્તી માટે માનસિક આરોગ્ય પણ ખુબ મહત્ત્વનું છે. આપણી માનસિક તંદુરસ્તી આપણી વિચાર કરવાની પ્રક્રિયા, કામ કરવાની પદ્ધતિ અને અનુભવ કરવાની પ્રક્રિયા પર વિપરીત અસર પાડી શકે છે. જીવનમાં આવતાં પડકારોનો સામનો કરવા, માનસિક તાણ કે સ્ટ્રેસમાંથી છુટકારો મેળવવા અને લોકોની સાથે તંદુરસ્ત સંબંધો જાળવવામાં માનસિક આરોગ્ય ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. જેમ શરીરની તંદુરસ્તી જાળવી રાખવા વિશેષ કાળજી લેવાની જરૂર પડે છે તેમ માનસિક અને ભાવાત્મક તંદુરસ્તી માટે પણ વિશેષ કાળજી અનિવાર્ય છે. માણસની માનસિક તંદુરસ્તી તેના ચેતન (જાગૃત) અને અચેતન (સુષુપ્ત) મનની સ્થિતિ પર આધારિત છે.

    કવેળાનું મોત નિવારવા આરોગ્યપ

    વિશ્વમાં લાખો લોકો બિનચેપી રોગોના કારણે કવેળા મોતને ભેટે છે. કવેળાસર મોત માટે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની આદતો મુખ્ય કારણોમાં એક છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા JAMA ઈન્ટર્નલ મેડિસીનમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર પ્લાન્ટ્સ – વનસ્પતિ આધારિત અને વૈવિધ્યપૂર્ણ આરોગ્યપ્રદ આહાર કવેળાનું મોત નિવારવામાં ભારે મદદરૂપ નીવડી શકે છે. ડાયેટરી ગાઈડલાઈન્સ ફોર અમેરિકન્સ 2020-2025 જણાવે છે કે લોકોએ વ્યક્તિગત પરંપરા અને પસંદગી અનુસાર આરોગ્યપ્રદ આહાર લેવો જોઈએ. લાંબા ગાળાની આહારની ખરાબ આદતો વહેલું મોત નોંતરી શકે છે જે ખરેખર અટકાવી શકાય તેમ હોય છે.

    વધુ પડતી શુગરથી ડાયાબિટીસ સિવ

    વિતેલા વર્ષે દુનિયામાં 178.84 મિલિયન મેટ્રિક ટન ખાંડ લોકોના પેટમાં ગઈ, એવું એક સંશોધન સંસ્થા સ્ટેટિસ્ટાનો રિપોર્ટ કહે છે. બીજી તરફ રિસર્ચ કહે છે કે, ખાંડનો વધુ ઉપયોગ શરીર માટે ઘાતક છે. હેલ્થલાઈનના એક રિપોર્ટમાં ખાંડનાં આઠ મોટા જોખમો ગણાવાયાં છે. જોકે, એક દિવસમાં કેટલી ખાંડ લેવી એ સવાલ હજુ પણ યથાવત્ છે. વિજ્ઞાનીઓ કહે છે કે, આ બાબત જીવનશૈલી, દિનચર્યા અને કેલરી પર આધાર રાખે છે. આજે આપણે જાણીએ ખાંડના ઉપયોગથી પેદા થનારી ગંભીર સ્થિતિઓ વિશે...

    હેલ્થ ટિપ્સઃ પેટની ગરબડથી પરે

    જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો તો પપૈયું ખાવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સસ્તાં અને સરળતાથી મળી રહેતાં પપૈયાના સેવનથી પેટના રોગો દૂર થાય છે. ફાઈબરથી ભરપૂર આ ફળમાં અન્ય ઘણા પોષક તત્ત્વો પણ હોય છે. તે પેટ સંબંધિત સમસ્યાઓને જડમૂળથી દૂર કરે છે. આવો આજે જાણીએ પપૈયા ખાવાના પાંચ અદ્ભુત ફાયદા...