સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    ટુથપેસ્ટ લગાવતાં પહેલાં બ્રશ

    આપણને સવારે અને રાત્રે તેમજ જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવાની સલાહ નાનપણથી અપાય છે અને આપણે દરરોજ આમ કરીએ પણ છીએ. જોકે, ડેન્ટિસ્ટ ડો. સાહિલ પટેલ કહે છે કે લાખો-કરોડો લોકો બ્રશથી દાંતની સફાઈ તો કરતા હોય છે, પરંતુ તેમની રીત કે પદ્ધતિ ખોટી હોય છે. તેઓ કહે છે કે બ્રશ પર ટુથપેસ્ટ લગાવ્યા પહેલાં તેને ભીનું કરવા જેવી ખોટી પદ્ધતિથી બ્રશિંગ કરવાથી મુખના આરોગ્યને નુકસાન થવાનો ભય વધુ રહે છે.

    ખોરાક બરાબર ચાવવાથી બ્લડ ગ્લુ

    આપણે નાનપણથી જ શીખ્યા છીએ કે ખોરાક બરાબર ચાવીને જ ખાવો જોઈએ. વાસ્તવિકતા એ છે ખોરાકનું પાચન મુખમાંથી જ શરૂ થાય છે. ચાવવાથી લાળનું પ્રમાણ વધે છે અને ખોરાકના પોષક તત્વો સહેલાઈથી શોષવામાં મદદ મળે છે.

    જીવલેણ સ્કીન કેન્સરના લક્ષણો

    બ્રિટનમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને તેમાં પણ ત્વચાનું કેન્સર સૌથી સામાન્ય પ્રકાર છે. જેના લીધે યુકેમાં દર વર્ષે 2100 માણસના મોત થાય છે. યુકેમાં 2017-2019ના ગાળામાં સ્કીન કેન્સરના કેસની સંખ્યા વર્ષે 17,545 નોંધાઇ હતી.આમ છતાં, હકીકત અને આશ્ચર્યની બાબત એ છે કે સંખ્યાબંધ લોકો સ્કીન કેન્સરના જોખમ, સૂર્યતાપ સાથે તેનો સંબંધ અને આ જીવલેણ રોગના લક્ષણો કેવી રીતે જાણવા તેના વિશે તદ્દન અજાણ જોવા મળે છે. 

    કૃત્રિમ સ્વીટનરમાં સુક્રાલોઝ...

    ઘણા લોકો પોતાનું વજન ઘટાડવા તેમજ ડાયાબિટીસના કારણે નહિવત કેલરી ધરાવતા કૃત્રિમ સ્વીટનરનો ઉપયોગ કરે છે પરંતુ, આવા કૃત્રિમ ગળપણમાં સામાન્યપણે મળતાં કેમિકલ્સની નુકસાનકારી અસરો બહાર આવી રહી છે જેનાથી હૃદયરોગ સહિત બીમારીઓનું જોખમ વધે છે.

    વધુ ફેટ અને ખાંડવાળો ખોરાક બદલ...

    સામાન્યપણે આપણું મગજ આહારના આરોગ્યપ્રદ વિકલ્પો પસંદ કરતું હોય છે. જો આપણે વધુ ચરબી અને વધુ ખાંડવાળો ખોરાક ખાઈશું તો શરૂઆતમાં મગજ તેનો વિરોધ પણ કરશે પરંતુ, જો તે ખાવાનું ચાલુ રહેશે તો આપણા મગજ માટે મીઠાઈ પણ પસંદગીનો ખોરાક બની જશે. સંશોધકો વધુ ચરબી અને ખાંડ સાથેના ખોરાક ખાવાની તીવ્ર ઈચ્છા પાછળનું મિકેનિઝમ સમજવા પ્રયાસ કરી રહ્યા છે. વધુ ચરબી અને ખાંડવાળો ખોરાક વારંવાર ખાવાથી વજનવૃદ્ધિ તથા હૃદયરોગો અને ડાયાબિટીસનું જોખમ ઘણું વધી જાય છે.

    હેલ્થ ટિપ્સઃ મગજને તંદુરસ્ત ર

    મગજની કાર્યક્ષમતા, ફોકસ અને યાદશક્તિને વધારવા માટે લોકો મેડિકલ અને ફૂડ સપ્લિમેન્ટનો ઉપયોગ કરતાં હોય છે. ગાઇવગાડીને દાવો કરાય છે કે આ સપ્લિમેન્ટથી બ્રેઇન ફોગ ઘટાડી શકાય છે તેમજ દિમાગને તેજ બનાવી શકાય છે. જોકે નિષ્ણાતો તેની સામે સવાલો ઉઠાવી રહ્યા છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ન્યૂરોલોજિસ્ટ ડો. જોઆના હેલ્મથનું કહેવું છે કે તમે હૃદયની બીમારી માટે હાર્ટ સ્પેશિયાલિસ્ટને પૂછી શકો છો, પરંતુ મગજને કેવી રીતે સ્વસ્થ્ય રાખવું તે અંગે ઘણી ઓછી જાણકારી ઉપલબ્ધ છે ત્યારે વિવિધ દાવાઓ પર ભરોસો કરવો મુશ્કેલ છે.

    90 વર્ષના બોડી બિલ્ડર જિમ દાદા...

    અમેરિકામાં લોસ એન્જલસના 90 વર્ષના જિમ અરિંગ્ટને પ્રતિષ્ઠિત બોડી બિલ્ડિંગ સ્પર્ધા જીતી લઇને વિક્રમ સર્જ્યો છે. ગયા મે મહિનામાં જ 90 વર્ષના થયેલા જિમે કહ્યું છે કે પહેલાં તેઓ પોતાના શરીરના કદકાઠીને લઇને સંતુષ્ટ ન હતા. આ બાબતના લીધે તેઓ શરીરને ચુસ્તદુરસ્ત, કસાયેલું અને અન્યો માટે પ્રેરણારૂપ બનાવવા માટે તેઓ પ્રેરાયા હતા, અને આજની આ સિદ્ધિ અત્યાર સુધી કરેલી મહેનતનું પરિણામ છે.

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સંગત સેન્ટરના સહકારથી તા. ૧ અોગસ્ટ ૨૦૧૫ના રોજ સંગત સેન્ટર હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ અને મેદસ્વીતા સામે જાગૃતી કાવવા વિશેષ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો. અસીમ મલ્હોત્રા અને ઝી ટીવીના 'આઉટ એન્ડ અબાઉટ' કાર્યક્રમના પ્રોડ્યુસર અને જાણીતા જર્નાલીસ્ટ ધૃવ ગઢવીએ અનુક્રમે મેદસ્વીતાને પગલે થઇ રહેલા વિવિધ રોગો અને તકલીફો તેમજ ડાયાબિટીશ અંગે સ્લાઇડ શોના નિદર્શન સાથે ખૂબ જ મહત્વની જાણકારી આપી હતી.

    એકલતાથી વધે છે હૃદયરોગનો ખતરો...

    આહાર નિષ્ણાતો અને ચિકિત્સકો ભલે એમ કહેતા હોય કે કસરતનો અભાવ અને પોષણહીન ખોરાક હૃદય માટે ભારે જોખમ સર્જે છે પરંતુ, વાસ્તવમાં એકલતા હૃદય માટે વધુ જોખમી છે. એમ કહી શકાય કે એકલું હૃદય એટલે ભગ્ન હૃદય.