સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    પુરુષોની તુલનાએ સ્ત્રીઓને હૃ

    હૃદય સંબંધિત બીમારીઓ માટે સ્ત્રીઓમાં નિદાન અને સારવાર પુરુષોની તુલનાએ મોડું થાય છે અને તેનાથી પુરુષો કરતાં સ્ત્રીઓ હૃદયરોગના વધુ ખરાબ પરિણામો ભોગવે છે. વધુમાં યુવાન મહિલાઓમાં હાર્ટ એટેકના દરમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ભારત સહિત 50 દેશોના 15 અભ્યાસોના આધારે આ નિષ્કર્ષ તારવવામાં આવ્યો છે.

    શાવર સવારે લેવું જોઇએ કે સાંજે...

    ઘણા લોકોને નહાવાનું પસંદ હોતું નથી તો ઘણા લોકો સવાર-સાંજ બન્ને સમય નહાવાનું પસંદ કરે છે. હવે શાવર લેવાનું સવારે કે સાંજે સારું ગણાય તેના વિશે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો, જેનો હવે નિવેડો આવી ગયાનું જણાય છે. સવારે અને સાંજે શાવર લેવાના પોતાના ફાયદા છે અને વ્યક્તિગત પસંદગીની બાબત છે પરંતુ, આરોગ્ય અને સ્વચ્છતાની વાત આવે ત્યારે ડોક્ટર્સ અને સ્કીન સ્પેશિયાલિસ્ટ્સ સાંજે લેવાતા શાવરની તરફેણ કરી રહ્યા છે અને હા, શાવરનો સમય 10 મિનિટથી વધુ લાંબો નહિ રાખવાનું પણ ડોક્ટર્સ જણાવે છે.

    હેલ્થ ટિપ્સઃ ક્યારેક ફોન, ચાવી...

    શું ક્યારેક ફોન, ચાવીને પર્સ મૂક્યા પછી ભૂલી જવાય છે? આપણને અચાનક ક્યાંક કોઈ પરિચિત મળે છે ત્યારે આપણને તેનો ચહેરો યાદ આવે છે, પણ તેનું નામ યાદ નથી આવતું? જો તમારી સાથે પણ આવું બનતું હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ બીમારી નથી, પણ સામાન્ય બાબત છે.

    સ્માર્ટવોચ કે નુકસાનકારી બેક

    ટેકનોલોજીના વર્તમાન યુગમાં સમય જોવાં સહિત અને કાર્ય માટે સ્માર્ટવોચનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે પરંતુ, શું તમે જાણો છો કે કાંડા પર પહેરાયેલી આ સ્માર્ટવોચ હાનિકારક બેક્ટેરિયાની ચાલતીફરતી દુકાન છે જે તમને બીમાર પાડી શકે છે?

    અમદાવાદના ૭૯ વર્ષીય જ્યોત્સ્ના બાએ કમર, ખભા,

    અમદાવાદના ૭૯ વર્ષીય જ્યોત્સ્ના બા, કમર તેમજ કમરથી બંને પગમાં ઊતરતા દુખાવાથી પીડાતા હતા. 

    ઓવરથિન્કિંગઃ ડિપ્રેશન, એંગ્ઝ

    જો પથારીમાં પડતાંની સાથે જ જો તમારું મગજ ભવિષ્યની યોજનાઓ બનાવવા લાગતું હોય, પેન્ડિંગ કામો અંગે એટલા બધા વિચારો કરવા લાગે કે છે કે ઊંઘ હરામ થઇ જાય તો તેને ઓવરથિન્કિંગ કહે છે. ઓવરથિન્કિંગ સામાન્ય રીતે આ બે પ્રકારનું હોય છેઃ એક તો, ભૂતકાળ અંગે વિચારવું અને બીજું, ભવિષ્યની ચિંતા કરવી.

    શરીરમાં ઊંડે પ્રવેશીને કેન્સ

    રોબોટિક ટેન્ટેકલ્સ એટલે કે સ્પર્શતંતુઓ શરીરમાં ઊંડે જઈ કેન્સરના કોષોનો નાશ કરે એ દિવસો દૂર નથી. તાજેતરમાં યુનિવર્સિટી ઓફ લીડ્ઝના સાયન્સ એન્ડ ટેકનોલોજીસ ઓફ રોબોટિક્સ ઈન મેડિસિન (Storm)ના સંશોધકોએ ખોપરીની પ્રતિકૃતિમાં નાક વાટે બે રોબોટિક સ્પર્શતંતુનો પ્રવેશ કરાવીને સફળ બ્રેઈન સર્જરી કરી છે.

    સુગર હોય તો જમીને તરત ઊંઘવાનું...

    લાઇફસ્ટાઇલ ડિસીઝ ગણાતો ડાયાબિટીસ જ્યારે લાંબા સમય સુધી શરીરમાં રહે છે તો નાની અને મોટી રક્તવાહિનીને ગંભીર નુકસાન પહોંચે છે. આથી હાર્ટ-એટેક, સ્ટ્રોક સહિત કિડની, આંખ, પગ અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાન થાય છે. 

    નિષ્ફળતા બાળકો માટે સારી હોય છ...

    આજકાલના પેરેન્ટ્સ બાળકોને જરૂર વિના જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. જ્યારે હંમેશા સારા રેન્ક મેળવવા માટે દબાણ પણ કરતા રહે છે. આ જ રીતે હેલિકોપ્ટર પેરેન્ટિંગથી બાળકો ચિંતા અને ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે પણ તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું કે નિષ્ફળતા બાળકો માટે સારી હોય છે. આ નિષ્ફળતાને બાળકો કઈ રીતે અપનાવે છે તે અંગે ચાઈલ્ડ માઇન્ડસેટના ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ ડેવિડ એન્ડરસન કહે છે કે બાળકો માટે નિષ્ફળતા ખૂબ જ કોમન હોય છે.