શરીરના આરોગ્ય અને ખાસ કરીને હૃદયરોગ અને સ્ટ્રોકના જોખમોની હાલત જાણવા માટે બ્લડ પ્રેશરનું પ્રમાણ જાણવું જરૂરી છે. સામાન્યપણે બેઠેલી હાલતમાં બ્લડ પ્રેશર મપાય છે પરંતુ, સુવાની હાલતમાં મપાયેલું બ્લડ પ્રેશર પણ હૃદયરોગના જોખમોનો નિર્દેશ કરે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
ઘોંઘાટ કોઈને પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. તેનાથી ઊંઘમાં પણ ખલેલ પડવી અને તણાવ જેવી સમસ્યા સર્જાય છે. પરંતુ, તમામ અવાજ સમસ્યાઓનું કારણ નથી બનતા.
જો આ શિયાળામાં વજન ઘટાડવા માટે કસરત શરૂ કરવા માગો છો તો આ રિસર્ચ તમને પ્રોત્સાહિત કરી શકે છે. સપ્ટેમ્બર-2023માં જર્નલ ઓબેસિટીમાં પ્રકાશિત રિસર્ચ કહે છે કે, વેઈટ મેનેજમેન્ટ માટે સવારે 7થી 9 દરમિયાન કરેલી કસરત ફાયદાકારક છે.
બહુમતી વર્ગમાં એક ગેરમાન્યતા જોવા મળે છે કે શરીર તંદુરસ્ત છે તો મોઢાની તંદુરસ્તી અંગે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. જોકે, હકીકત એ છે કે મોઢાની નાદુરસ્તીનો સંબંધ હૃદયરોગ, ગર્ભધારણ, ડાયાબિટીસ, હાડકાં સંબંધિત રોગો સાથે પણ છે. દાંતોમાં એક યા બીજા પ્રકારની નાદુરસ્તી ખરાબ તંદુરસ્તી શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપનો સ્પષ્ટ સંકેત બતાવે છે. એક અભ્યાસના તારણ અનુસાર, 60થી 80 ટકા બાળકોમાં દાંત વચ્ચે જગ્યા, દાંત એક લાઈનમાં ન હોવા અને દાંત સંબંધિત બીજી સમસ્યાઓ જોવા મળે છે. 90 ટકા યુવાનોમાં પેઢાંને લગતી કોઇને કોઇને સમસ્યા જોવા મળે છે. તેમાં પણ 50 ટકા લોકો આ વાતને ગંભીર ગણતા નથી. મોટી વયે જોવા મળતી આ દાંતની તકલીફો નિવારવી હોય તો બાળકોના દાંતની નાનપણથી જ વિશેષ કાળજી રાખો.
ભોજનની આપણા શરીર અને મન ૫૨ સીધી અસર થાય છે. જેમાં કેટલાક એવા ખાદ્ય પદાર્થ હોય છે જે હૃદય, આંખોની રોશની અને સાંધાની હલનચલનને સીધી અસર પહોંચાડે છે. ‘ડ્રેસિંગ ઓન ધ સાઈડ’ની લેખિકા જેકલિન લંડનના અનુસાર ભોજનમાં જો વધુ એન્ટી-ઈન્ફ્લેમેન્ટરી ફૂડ્સને સામેલ કરાય તો શરીરને 10 વર્ષ સુધી વધુ યુવાન રાખી શકાય છે.
તમે કદાચ નોંધ્યું હશે કે સવારમાં કોફીનો કપ પીવા સાથે લગભગ હંમેશાં બાથરૂમ/લેટ્રિનની મુલાકાતે જવું પડે તેમ બને છે. આ માત્ર તમારી વાત નથી. આમ થવાના ઘણા કારણો છે
શું તમે જાણો છો કે સ્વાદ પણ તમારી તંદુરસ્તી અંગે ઘણું કહે છે? ડાયાબિટીસ જેવી કેટલીક બીમારીનો આ પ્રારંભિક સંકેત આપી શકે છે. હેલ્થલાઈન મેગેઝિનના રિપોર્ટમાં અલગ-અલગ સ્વાદ અને તેના સંબંધિત જોખમો અંગે ચર્ચા કરાઈ છે. જો તમે આ પ્રકારના સ્વાદનો સતત અનુભવ કરો છો તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
મનની શાંતિ મેળવવા માટે અમેરિકામાં લોકો 10 સેકન્ડ સુધી આરામપૂર્વક ધીમે-ધીમે શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. એક સંશોધન મુજબ કામ કરતી વખતે વચ્ચે થોડો સમય આરામથી શ્વાસ લેવો હવે અલ્ઝાઈમરના દર્દીઓ માટે પણ ફાયદાકારક હોવાનું કહેવાય છે.
નિદ્રાની સમસ્યા વય કે લિંગને ધ્યાનમાં લીધા સિવાય કોઈને પણ નડી શકે છે. વિશ્વમાં લાખો સ્ત્રીઓ અનિદ્રા તથા તેને સંબંધિત અન્ય સમસ્યાઓના રોગથી પીડાય છે. નવા અભ્યાસથી જાણમાં આવ્યું છે કે સ્ત્રીઓ માટે રાત્રે એક ચોક્કસ સમયે (વહેલી પરોઢે 3.29 કલાકે) અચાનક જાગી જવાનું સામાન્ય છે.
નિયમિત કસરત તંદુરસ્તીની પ્રથમ ચાવી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર, નિયમિત કસરત શારીરિક અને માનસિક બંને તંદુરસ્તીમાં સુધારો કરે છે. સાથે સાથે જ તે વજન નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેનાથી બીમાર પડવાનું જોખમ ઘટે છે. હાડકાં અને માંસપેશી પણ મજબૂત થાય છે. મધ્યમથી તેજ ગતિની કસરતના એક સેશન માત્રથી મગજ પર સીધી અસર જોવા મળે છે. આજે જાણીએ નિયમિત કસરતથી શરીર અને મન પર થતી અસર વિશે.
