સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    હેલ્થ ટિપ્સઃ પનીર ખાવાના ફાયદ

    પનીરને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ ફાઈબર અને એન્ટિઓક્સિડેન્ટ જેવા ગુણ જોવા મળે છે, જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. આ સિવાય બીજા પણ ઘણા ફાયદા છે. 

    કમ્પ્યુટર સતત કામ કરવાથી અડધા...

    કમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરવાથી પીઠ અને ગરદનમાં દુખાવો હવે કોઇ સામાન્ય વાત નથી. પશ્ચિમી દેશોએ તેને ‘ઓનલાઇન સ્પાઇન’નું નામ આપ્યું છે. 

    બ્લડ સુગરનું ઊંચું સ્તર મહિલા

    બિનઆરોગ્યપ્રદ આહારના કારણે બ્લડ સુગરના ઊંચા સ્તરથી મહિલાઓમાં હૃદયરોગનું જોખમ 50 ટકા અને પુરુષોમાં 30 ટકા જેટલું વધી શકે છે. 

    વિશ્વને ચિકનગુનિયાની પ્રથમ વ

    વિશ્વને ચિકનગુનિયાની પ્રથમ વેક્સિન મળી છે. યુએસ-એફડીએ ચિકનગુનિયાની પહેલી રસી ઇક્સ્ચિકને મંજૂરી આપી છે. 18 વર્ષથી વધુ વયના લોકોને આ રસી અપાશે. 

    સારું સ્વાસ્થ્ય જાળવવાની સૌથ

    તમે તમારી નજીકના પ્રિયજનો કે મિત્રોને મહિનામાં કેટલી વાર મળી રહ્યા છો... અથવા તો છેલ્લી વખતે ક્યારે મળ્યા હતા? શું યાદ નથી આવતું? જો આ પ્રશ્નનો જવાબ ‘હા’ છે તો વહેલી તકે મળવાની શરૂઆત કરી દો. કારણ કે આધુનિક વિજ્ઞાનનું પણ કહેવું છે કે મહિનામાં ઓછામાં ઓછું એક વખત પ્રિયજનોને ચોક્કસપણે મળો. આના કારણે અકાળે મોતનું જોખમ ઘટે છે એટલે કે જીવનની ઇચ્છાને લઈને વિચારો હકારાત્મક રહે છે. સાથે સાથે આયુષ્યમાં પણ વધારો થાય છે.

    હેલ્થ ટિપ્સઃ દાંતને હેલ્ધી અન

    ઓરલ હેલ્થનું ધ્યાન રાખવા માટે પૂરતી કાળજી રાખવી જરૂરી છે. નિયમિતરૂપે બ્રશ કરવાથી આપણાં દાંતમાં સડો કે અન્ય બીમારી પેદા કરનારા બેક્ટેરિયા દૂર થાય છે. સાફ અને ચમકતાં દાંત આપણી પર્સનાલિટીને પણ શાનદાર બનાવે છે. કેટલાક લોકો દાંત સાફ કરવા માટે સવાર-સાંજ બ્રશ કરે છે અને કેટલાક લોકો રાત્રે ટૂથબશ પણ કરે છે. હવે સવાલ એ ઊઠે છે કે દાંતને હેલ્ધી અને ક્લીન રાખવા માટે દિવસમાં કેટલી વાર બ્રશ કરવું જોઈએ. આવો આપણે જાણીએ.

    હેલ્થ બૂલેટિનઃ છાતીમાં બળતરા

    છાતીમાં બળતરા અને અપચાની સમસ્યા સામાન્ય હોવાથી લાખો લોકો તેની દવાઓ છાસવારે લેતા રહે છે પરંતુ, આ દવાઓ તેમની યાદશક્તિને અસર કરે છે તેનાથી તેઓ અજાણ રહે છે. પ્રોટોન પમ્પ ઈન્હિબિટર પ્રકારની ડ્રગ નિયમિત 4.4 વર્ષ અથવા તેનાથી વધુ સમય લેવામાં આવે તો ડિમેન્શીઆ, સ્મૃતિભ્રંશ કે યાદશક્તિ ગુમાવવાનું જોખમ 33 ટકા વધી જતું હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે.

    ઓછી કેલરીયુક્ત પૌષ્ટિક ભોજનથ

    રોજિંદા ભોજનમાં ઓછી કેલરી ધરાવતાં પૌષ્ટિક ખોરાકનું નિયમિત સેવન તમારા આયુષ્યમાં 50 ટકાનો વધારો શકે છે. આયુષ્ય વધારતી દવાઓ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે.

    નોકેબો ઇફેક્ટઃ નકારાત્મક વિચ

    હોસ્પિટલમાં ભીડ કે કોઈ બીમાર વ્યક્તિને જોઈને તમે પોતે પણ તરત જ ‘બીમાર’ હોવાનું અનુભવવા લાગો છો. ગળામાં ખરાશ, શરીરમાં બેચેની કે પછી ચેપને કારણે થતાં કેટલાંક લક્ષણ અનુભવાય છે તો આ બીમારી નથી, પરંતુ મગજમાં ચાલતા વિચાર તમને તાત્કાલિક ‘બીમાર' બનાવી દે છે.

    હેલ્થ ટિપ્સઃ ઘઉંના લોટમાં અન્

    ગુજરાતી પરિવારો ઘઉંની રોટલી ખાવાનું પસંદ કરે છે. જો તમે તેને વધુ પૌષ્ટિક બનાવવા માંગતા હો, તો તમે એમાં ચણાનો લોટ ઉમેરીને રોટલી બનાવી શકો છો. ચણાના લોટની વાત કરીએ તો તે ઘઉંની રોટલીને વધુ ફાયદાકારક અને પૌષ્ટિક બનાવે છે. જો તમે આ રીતે રોટલી બનાવીને ખાશો તો તમને બંને દાણામાં રહેલા પોષક તત્ત્વો મળી જશે. સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા થશે.