સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    હેલ્થ ટિપ્સઃ મગફળીનું સેવન કર

    શિયાળાની ઋતુમાં ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. આ સિઝનમાં એવી ચીજો ખાવી જોઈએ જેનાથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળી શકે. ગોળ અને સીંગદાણા બંનેની તાસીર ગરમ હોય છે જે શિયાળામાં ખૂબ ફાયદાકારક બને છે. બંનેનું કોમ્બિનેશન શિયાળામાં ખાવાથી મજેદાર હોવાની સાથે સાથે લાભ કરાવે છે. જાણો તેના ફાયદા વિશે.

    છીંકને રોકવાથી ગંભીર પરિણામો

    કુદરતી હાજતો રોકી શકાતી નથી અને ખરેખર તેને રોકવી પણ ન જોઈએ. આવી જ હકીકત છીંક વિશે પણ છે. છીંક આવવાથી તમારાં નાકમાં બેક્ટેરિયા સહિત અનિચ્છનીય વસ્તુઓ દૂર કરવામાં મદદ મળે છે અને નાક ખૂલી જાય છે. 

    બ્રિટિશ મહિલાઓમાં દારૂનું વ્

    બ્રિટનની મહિલાઓ દારૂ પીવાના મામલે વિશ્વમાં ટોચ પર છે. અહીંની 26 ટકા મહિલાઓ મહિનામાં એક વખત તો જરૂર ડ્રિંક કરે છે. જોકે, દારૂ પીવાના મામલે પુરુષો આગળ છે, જેમની સંખ્યા 45 ટકા છે. 

    ડ્રાય આઈઝનું કારણ છે જીવનશૈલી...

    જો તમારી આંખમાં કુદરતી રીતે અશ્રુ બનતા નથી કે આંખનું પાણી સુકાઈ રહ્યું છે, તો તે ડ્રાય આઈઝની સમસ્યાનો સંકેત છે. એક અભ્યાસ મુજબ લગભગ અડધોઅડધ શહેરી વસ્તી આ સમસ્યાનો સામનો કરી રહી છે. ડ્રાય આઈઝ થતાં આંખમાં બળતરા, ખૂંચવું અને ઝાંખુ દેખાવા જેવી સમસ્યાઓ આવી શકે છે. 2020માં બહાર પડેલા એક મેડિકલ રિપોર્ટ અનુસાર અશ્રુ સુકાઈ જવાથી વિઝન પર અસર પડી શકે છે. અશ્રુની ક્વોલિટી જ્યારે સારી હોતી નથી તો આંખો વધુ અશ્રુ બનાવવા લાગે છે, જેને કારણે પણ ડ્રાય આઈઝની સમસ્યા આવે છે. રિસર્ચરોનું કહેવું છે કે, કમ્પ્યુટરના કલાકો સુધી ઉપયોગને પણ ડ્રાય આઈઝની સમસ્યા જોવા મળી રહી છે.

    હેલ્થ ટિપ્સઃ ઇમ્યુનિટી વધારશ

    શિયાળામાં જ્યારે પણ તંદુરસ્તીની વાત આવે છે તો લોકો ડ્રાયફૂટ્સ, ઘી, દૂધ અને એવા જ પૌષ્ટિક ખોરાકની વાતો કરે છે, પરંતુ તેના ઉપરાંત કેટલાક એવા ફળ અને પદાર્થ છે, જે શરીર માટે સુપરફૂડની જેમ કામ કરે છે. તે ઈમ્યુનિટી વધારવાની સાથે શરીર માટે જરૂરી માઈક્રોન્યૂટ્રિયન્ટ્સની પૂર્તી પણ કરે છે. શરીરને અનેક બીમારીથી બચાવવામાં મદદ મળે છે.

    ડાયાબિટીક્સ અને સ્થૂળ લોકો મા

    શિકાગોની યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસના સંશોધકોનું કહેવું છે કે દિવસમાં એક જ વખત આહાર લેવાથી ડાયાબિટીક્સ અને સ્થૂળ લોકોને લાભ થાય છે. અભ્યાસ મુજબ એક જ વખત ભોજન લેવાથી મળતી કેલરીમાં 25 ટકાનો ઘટાડો થાય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

    માતૃત્વ ધારણ કરવાનો સૌથી શ્રે

    કહેવાય છે કે માતા બન્યાં વિના સ્ત્રી અધૂરી ગણાય છે, દરેક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાની ખ્વાહિશ ધરાવે છે. જોકે, આજકાલ કારકીર્દિને વધુ મહત્ત્વ અપાય છે, લગ્નો પણ મોડાં થાય છે તેમજ પુરુષ અને સ્ત્રી બંને કામકાજ ન કરતાં હોય ત્યારે આવકજાવકના બે છેડાં સરખા કરવા મુશ્કેલ બને છે. આ સંજોગોમાં માતૃત્વ ધારણ કરવામાં વિલંબ થાય છે અને ઘણી વખત સગર્ભાનો જીવ જોખમમાં મૂકાય છે. જોકે, સ્ત્રીઓ મેનોપોઝ પહેલાંની કોઈ પણ વયે સફળ સગર્ભાવસ્થામાંથી પસાર થઈ શકે છે છતાં, પ્રશ્ન એ થાય છે કે સ્ત્રી માટે માતૃત્વ ધારણ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો કયો હોઈ શકે?

    અસ્થમાઃ શરદી-ખાંસીની સાથે શ્વ

    ભેજવાળા દિવસોમાં અસ્થમા પીડિતોની મુશ્કેલીઓ વધવા લાગે છે. અસ્થમા શ્વસન પ્રણાલી સંબંધિત એવી બીમારી છે, જેમાં પીડિતોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ખાંસી-કફની સમસ્યા થાય છે. આ એક આનુવાંશિક ટેન્ડન્સી છે, એટલે કે પરિવારમાં જો કોઇને અસ્થમાનો ઈતિહાસ હોય તો આ થવાની શંકા વધી જાય છે. ખાસ તો બાળકોને શરદી, ખાંસી દરમિયાન જો શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય સમસ્યાને ગંભીરતાથી લેવી જરૂરી છે. અસ્થમાને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય છે. લગભગ 95 ટકા પીડિત કોઈ પણ તકલીફ વગર કામ કરી શકે છે.

    હેલ્થ ટિપ્સઃ સૂતા સૂતા ગેજેટ્

    રોજિંદી આદતો નક્કી કરે છે કે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેવું રહેશે. ખાસ કરીને વધુ વજનના કિસ્સામાં તેની સીધી અસર થાય છે. અમેરિકન ન્યુટ્રિશનિસ્ટ ટેમી લાકાટોસના જણાવ્યા અનુસાર પથારીમાં સૂતી વખતે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવા સહિતની રાત્રિના સમયે કેટલીક આદતો મેદસ્વિતા વધારી શકે છે. ખાસ કરીને કમરની આસપાસની ચરબી આનાથી વધુ વધે છે.

    ડાયાબીટીસની સારસંભાળ વિશે ચર

    લંડનઃ ડાયાબીટીસ નિષ્ણાતો ડો. કાશીનાથ દીક્ષિત અને પ્રોફેસર એન્ડ્રયુ બોલ્ટને ભારતમાં તેમના હસ્તકના વિવિધ પ્રોજેક્ટ્સની ચર્ચા કરવા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/ તંત્રી સી. બી. પટેલની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટસનો મુખ્ય હેતુ લોકોને પરવડી શકે તેવી કિંમતે વિશ્વ કક્ષાની સારસંભાળ પૂરી પાડવાનો છે.