છેલ્લે આપણે બાગવાનીના લેખમાં લીલીછમ લોનની વાત જાણી હતી. આમ તો મુખ્ય મુખ્ય મુદ્દાઓ જણાવ્યા હતા તે પછી આપણને વર્ષની ઘણી મહેર મળી. વરસાદ આ દેશનું એક અમૂલ્ય ઘરેણું છે, વર્ષાની મહેર ગમે ત્યારે થતી જ રહે છે અને તેથી જ બાગવાનીને હંમેશા નવજીવન મળતું રહે. ફૂલ છોડ દ્વારા આપણા ઘરની શોભા અને સુંદરતાને શણગારી શકીએ અને આવા લગભગ છથી સાત મહિના અલગ અલગ પ્રકારની ફૂલદાની સજાતી રહે છે. તન-મન અને આંખો માટે કેટલું મોટું નજરાણું બની રહે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
વડીલોને વયના વધવાની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે, પણ આ બધામાં અનિદ્રાની સમસ્યા તેમનામાં સામાન્ય બની રહી છે. અનિદ્રાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં માનસિક તાણ, સૂવાની ખોટી આદત, ઘોંઘાટ, જગ્યા બદલાવી, માનસિક અથવા શારીરિક શ્રમ જેવી સમસ્યાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે તેમને ઊંઘ તો આવે છે, પણ સારી રીતે નથી આવતી. ઘણી વખત સમય પહેલાં આંખ ખુલી જાય છે, રાત્રે 11 વાગે પથારીમાં ગયા હોઈએ અને ત્રણ-ચાર વાગે તો આંખ ખુલી પણ જાય છે. એ પછી પ્રયત્નો કરવા છતાં ઊંઘ આવતી નથી. પરિણામે સવારે મન ભારે રહે છે, કોઈ કામમાં મન નથી લાગતું અને શારીરિક અને માનસિક તકલીફો થાય છે.
કોઇને પણ વધારે કસરત કરો કહેવાનું સરળ છે, પણ વય વધે ત્યારે કસરત કરવાનું મુશ્કેલ બને છે. સિનિયર સિટિઝન્સને સંતુલન સાધવા, ચપળતા દાખવવા, ઝડપથી હલનચલન કરવા વગેરેમાં અનેક સમસ્યા નડે છે, અને દિવસોના વહેવા સાથે આ સમસ્યાઓ વધતી જ જાય છે. જોકે કેટલીક સાદી કસરતો ઘરમાં જ કરીને વડીલો સંતુલન અને ચપળતા જાળવી શકે છે.
સગર્ભાવસ્થા મુશ્કેલ પરિસ્થિતિ બની રહે છે. મોટા ભાગની અથવા 70 ટકા સગર્ભાઓને સવાર જાણે ઉલટી અને ઉબકાં સહિતની તકલીફો લઈને જ આવે છે. મોર્નિંગ સિકનેસ અથવા હાઈપરેમેસીસ ગ્રેવિડારમ (hyperemesis gravidarum) તરીકે ઓળખાતી આ સ્થિતિના કારણે સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવી હાલત પણ સર્જાય છે.
પૂર્વ આફ્રિકામાં રહેતી ન્યુરિન્દા લોયન્સ છેલ્લા ૧૦ વર્ષથી કમર, ગરદન, ખભા, ઘૂંટણ અને પગના અસહ્ય દુખાવાથી પીડાઈ રહ્યા હતા. આ અસહ્ય દુખાવાથી તેઓ જમીન પર પગ મૂકી શકતા નહોતા કે રાત્રે સુઈ પણ શકતા નોહતા.
દુબઈના (મૂળ રાજકોટ વતની) 50 વર્ષીય સંજયભાઈને ઓગષ્ટ 2023માં થયેલા GBS બાદ, તેઓનું સંપૂર્ણ શરીર લકવાગ્રસ્ત બન્યું હતું. દુબઈના 1 મહિનાની મેડિકલ તેમજ ફિઝિયોથેરાપી રિહેબ બાદ, તેઓને એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી રિહેબ માટે દુબઈથી સીધા અમદાવાદ ખાતે મિશન હેલ્થમાં લાવવામાં આવ્યા.
માનવશરીરને રોગમુક્ત રાખવા માટે નિયમિત કસરત અત્યંત જરૂરી છે. નિયમિત કસરત ફેટ, સ્ટ્રેસ અને કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે શરીરની વિવિધ ક્ષમતાઓમાં સુધારો કરે છે. કસરત ડાયાબિટીસ, હૃદયરોગ જેવી બીમારીઓથી બચાવે છે. સાથે સાથે જ આત્મવિશ્વાસમાં વધારો કરે છે. કસરતથી શરીરને ફાયદો તો થાય છે, પરંતુ ઉમર વધવાની પણ શરીર પર અસર થતી હોય છે તે ના ભૂલો.
કેન્સર જેવી બીમારીઓને લઈને આજે પણ સૌથી મોટી સમસ્યા એ છે કે યોગ્ય સમય પર બીમારી અંગે માહિતી મળી શકતી નથી. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં પ્રકાશિત રિસર્ચ પેપરમાં એવો ઘટસ્ફોટ કરાયો કે એકાએક વજન ઘટવાની બાબત ખતરનાક બની શકે છે. તે કેન્સરના સંકેત હોઇ શકે છે.
આજકાલ ફાસ્ટ કે જંક ફૂડ્સના લીધે વજન વધવા અને સ્થૂળતાની સમસ્યા આસમાને પહોંચી રહી છે ત્યારે વજન ઝડપથી ઘટાડવા માટે પણ અવનવી દવાઓ, સપ્લિમેન્ટ્સ અને ઈન્જેક્શન્સ અને સર્જરીનો સહારો લેવાઈ રહ્યો છે.
બરોડાના ૫૦ વર્ષીય ગૃહિણી સુનિતાબેનને બંને પગની ખાલી ઝંઝણાટીથી છૂટવા નવેમ્બર ૨૦૨૨
