અનેક તબીબી સંશોધનના તારણ કરે છે કે આપણા મગજે સમગ્ર શરીરની કોશિકાઓના કામ કરવાનું એક ચોક્કસ ટાઇમટેબલ બનાવેલું છે. 24 કલાક દરમિયાન આ કોશિકાઓ એ ટાઇમટેબલ મુજબ જ કામ કરતી રહે છે, જેને ‘બોડી ક્લોક’ કહે છે. ચીનની પારંપારિક ચિકિત્સા પદ્વતિમાં પણ તેનું આગવું મહત્ત્વ છે. આજે જાણીએ આપણા શરીરની બોડી ક્લોક કેવી રીતે ક્યા સમયે ક્યું કામ કરે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
શિયાળાની શરૂઆત થાય એટલે તલથી બનેલી વસ્તુઓનું સેવન કરવાની પણ શરૂઆત થઈ જાય છે. કારણ કે શિયાળામાં તલ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. તલ બે પ્રકારના હોય છે એક કાળા અને બીજા સફેદ. બંને તલનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓમાં કરવામાં આવે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ વાત કરીએ તો કાળા તલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
બાળકો અને યુવાન લોકો આડેધડ એનર્જી ડ્રિન્ક્સ ગટગટાવે છે તેમના માટે ચેતવણીના સમાચાર છે. પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રસિદ્ધ વિશાળ અભ્યાસમાં સંશોધકોએ કહ્યું છે કે કેફિન અને સુગરનું ઊંચુ પ્રમાણ ધરાવતાં પીણા બાળકોનાં શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ શાળાના પરિણામો પર વિપરીત અસર પાડે છે. તેમના માથા અને પેટમાં દુઃખાવા થાય છે અને આત્મઘાતી વિચારો વધી જાય છે.
ત્વચા શરીરનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. વ્યક્તિ પર માનસિક, શારીરિક કે હોર્મોનલ કોઈ પણ સ્તરે થતા પરિવર્તનની અસર સૌથી પહેલા અહીં જોવા મળે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના અનુસાર તમે જ્યારે માનસિક તણાવ (સ્ટ્રેસ)માં હોવ છો ત્યારે શરીર અડધા પ્રમાણમાં કાર્ટિસોલ હોર્મોન બનાવે છે. આ હોર્મોન વિવિધ પ્રકારની અસર તરીકે સામે આવે છે. હેલ્થ મેગેઝિન હેલ્થલાઈન દ્વારા જાણો તણાવ (સ્ટ્રેસ) ત્વચા પર કેવી રીતે અસર કરે છે.
છેલ્લે આપણે બાગવાનીના લેખમાં લીલીછમ લોનની વાત જાણી હતી. આમ તો મુખ્ય મુખ્ય મુદ્દાઓ જણાવ્યા હતા તે પછી આપણને વર્ષની ઘણી મહેર મળી. વરસાદ આ દેશનું એક અમૂલ્ય ઘરેણું છે, વર્ષાની મહેર ગમે ત્યારે થતી જ રહે છે અને તેથી જ બાગવાનીને હંમેશા નવજીવન મળતું રહે. ફૂલ છોડ દ્વારા આપણા ઘરની શોભા અને સુંદરતાને શણગારી શકીએ અને આવા લગભગ છથી સાત મહિના અલગ અલગ પ્રકારની ફૂલદાની સજાતી રહે છે. તન-મન અને આંખો માટે કેટલું મોટું નજરાણું બની રહે.
ડાયાબિટીસ કોઈ રોગ નથી પરંતુ, ધીમા ઝેર જેવી આરોગ્યલક્ષી ગંભીર પરિસ્થિતિ છે જે શરીરને ખોખલું કરી નાખે છે. લાઈફસ્ટાઈલના લીધે પણ સર્જાતા ડાયાબિટીસમાં વ્યક્તિના લોહીમાં ખાંડનું પ્રમાણ ઊંચુ રહે છે જેના કારણે હૃદયના રોગો અને સ્ટ્રોકની સમસ્યાનો શિકાર બની જવાય છે. તમને નવાઈ લાગી શકે પરંતુ, ડાયાબિટીસના પ્રાથમિક લક્ષણો વ્યક્તિના વાળની હાલતમાંથી પણ જાણવા મળે છે.
શું તમે પણ અજાણ્યા લોકો સાથે વાતચીત કરતા ખચકાટ કે સંકોચ અનુભવે છો? જો તમારો જવાબ ‘હા’ હોય તો પણ મુંઝાવા જેવું નથી. હકીકત તો એ છે કે મોટા ભાગના લોકો સાથે આવું જ થાય છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે આ ખચકાટ - સંકોચના પરિણામે તમે તમારું સ્વાસ્થ્ય - મૂડ સુધારવાનો સોનેરી મોકો ગુમાવી દો છો.
કેન્સર વિશેની વાત બ્રેઈન કેન્સર વિના અધૂરી જ ગણાય જેના અનેક પ્રકાર છે. અસાધ્ય બ્રેઈન કેન્સર ટ્યુમર્સમાં ગ્લીઓબ્લાસ્ટોમાઝ (Glioblastomas) પણ છે જેના કારણે યુકેમાં દર વર્ષે હજારો પેશન્ટ્સના મોત થાય છે અને દર વર્ષે નવા 2500 કેસીસ જોવા મળે છે.
એક દુઃખદ ટ્રેન દુર્ઘટનામાં બન્ને હાથ ગુમાવનાર દિલ્હીનો એક પેઇન્ટર હવે ફરીથી પોતાનું બ્રશ પકડી શકશે. તેનું સંપૂર્ણ શ્રેય દિલ્હીના ડોક્ટરોના જૂથની સર્જિકલ એક્સલન્સ અને એક મહિલાના અંગદાન કરવાના સંકલ્પને આપવું રહ્યું. મહિલાના અંગદાનથી ચાર જિંદગીઓમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. 45 વર્ષના વ્યક્તિ પ્રથમ સફળ બાઇલેટ્રલ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટનું ઉદાહરણ છે, જેને હવે સર ગંગારામ હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે. 2020માં એક ટ્રેન દુર્ઘટનામાં આ પેઈન્ટરે તેના બન્ને હાથ ગુમાવી દીધા હતાં. એક વંચિત બેકગ્રાઉન્ડમાંથી આવતો હોવાના કારણે તેની પાસે જીવનમાં કોઈ આશા પણ બચી ન હતી. પણ કહે છે ને કે ચમત્કાર હજુ પણ બને છે.
વારંવાર બીમાર પડવાથી બચવું હોય તો એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરને નિરોગી રાખે. સૂકી મેથીનું પાણી પણ શરીરના નિરામય સ્વાસ્થ્ય માટે આવું જ અકસીર છે. જો તમે રોજ સૂકી મેથીનું પાણી પીવાનું રાખો છો તો તેનાથી શરીરને ગજબના ફાયદા થાય છે. મેથીમાં ઘણાબધા પોષક તત્ત્વો હોય છે, જે શરીરના રોગને દૂર કરી શકે છે.
