આપણે ઘણી વખત ફરિયાદ સાંભળીએ છીએ કે ‘નસ ચઢી ગઈ છે...’ સમસ્યા ભલે સામાન્ય જણાતી હોય, પણ તેના કારણો અનેક છે. નસ ચઢી જવાની સમસ્યામાં મુખ્યત્વે પગની પિંડીનો સ્નાયુ (કાફમસલ) ખેંચાય, ટાઈટ થઈ જાય. વ્યક્તિને દુઃખાવો એટલો બધો થાય કે ચીસ પડાઈ જાય. પગની જમીન પર મુકી શકાય જ નહીં. મોટા ભાગે રાત્રે સૂતા હોય ત્યારે ઊંઘી ગયા હો ત્યારે આ સમસ્યા થાય છે. થોડુંક પણ હલનચલન કરવા જઈએ તો પણ દુઃખે. કળ વળે ત્યારે પગ ધીરે ધીરે છૂટો થાય અને ઓછામાં ઓછો એક કલાક તો દુઃખાવો રહે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
કોથમીર જેમ આંખો માટે ગુણકારી છે, તેમ વાળ માટે પણ ખૂબ ગુણકારી છે. જેમ તે આંખોની રોશની તેજ બનાવે છે તેમ વાળનો ગ્રોથ વધારવામાં પણ બહુ અકસીર છે. આજકાલ વાળ ખરવાની સમસ્યા લગભગ દરેક લોકને સતાવે છે. એવામાં વાળનો ગ્રોથ ઘટી જાય એ કોઈ નવાઈની વાત નથી રહી. મોટા ભાગે લોકો પાંખા વાળની સમસ્યાથી પીડાતા હોય છે. વાળ ડ્રાય થઈ ગયા હોય અને તેને રીપેર કરવા માટે સારા શેમ્પૂ કે કન્ડિશનર વાપરીએ તો તે કારણે વાળ ખરવા લાગે અને જો વાળ ખરવાની સમસ્યા ઉપર ધ્યાન આપીને વાળનો ગ્રોથ વધારવા કાર્યરત થઈએ તો વાળ ડ્રાય થઈ જતા હોય છે. અલબત્ત કોથમીર આ બધામાં મદદરૂપ થાય છે. કઈ રીતે તે જોઈ લઈએ.
શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો. ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો.
અન્ય કોઈ પણ પશ્ચિમી દેશની સરખામણીએ યુકેમાં સૌથી વધુ એન્ટિડિપ્રેસન્ટ્સ પ્રીસ્ક્રાઈબ કરાય છે ત્યારે રોયલ કોલેજ ઓફ સાઈકિયાટ્રિસ્ટ્સ દ્વારા લાખો પેશન્ટ્સને તેની તીવ્ર અવળી અસર વિશે ચેતવણી આપી છે. અત્યાર સુધી એન્ટિડિપ્રેસન્ટ્સની આડઅસર હળવી ગણાતી હતી પરંતુ, નિષ્ણાતોએ હવે તેને વધુ ખરાબ ગણાવી છે. રોયલ કોલેજ ઓફ સાઈકિયાટ્રિસ્ટ્સે પ્રથમ વખત એન્ટિડિપ્રેસન્ટ્સના કારણે મહિનાઓ સુધી તેની આડઅસર રહેતી હોવાનું સ્વીકાર્યું છે. એન્ટિડિપ્રેસન્ટ્સ ગોળીઓના વધુપડતા વપરાશને અટકાવવા તેને પ્રથમ વખત પ્રીસ્ક્રાઈબ કરતી વખતે દર્દીઓને તેની ગંભીર આડઅસરોની ચેતવણી આપવા ડોક્ટરોને જણાવ્યું છે.
ગર્ભાવસ્થાના પ્રારંભિક સમયમાં મહિલા તાણ અનુભવતી હોય તો તેની અસર તેના પૌત્ર-પૌત્રીના જન્મ થવાની શક્યતા પર પડતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. જે મહિલાઓને ગર્ભાવસ્થાના શરૂઆતના ૧૮ અઠવાડિયામાં તંગદિલીભર્યા પ્રસંગોનો સામનો કરવો પડ્યો હોય અને તેનો છોકરો મોટો થાય ત્યારે તેના સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો, આ બન્ને વચ્ચે સંબંધ હોવાનું સંશોધકોને જણાયું હતું.
જેટલી માત્રામાં અને જેટલી ગતિથી વાળ આપણાં વાળ ખરે છે, તેટલી માત્રામાં અને તેટલી જ ગતિથી નવા વાળ ઊગતા નથી. પરિણામ એ આવે છે કે વાળનો ગ્રોથ દિવસે ને દિવસે ઘટી જાય છે અને આપણા વાળ સાવ પાંખા લાગવા માંડે છે. શું તમે કોઈ વાર વિચાર્યું કે ફિલ્મી એક્ટ્રેસ પોતાના વાળમાં કેટલાંય એક્સપેરિમેન્ટ કરાવતી હોય છે તેમ છતાં તે લોકોના વાળ આટલા સારા કઈ રીતે રહી શકે છે? તો તેનો જવાબ છે જરૂરી દેખભાળ. વાળ માટે અમુક સંભાળ અતિ આવશ્યક છે.
માતા-પિતા તેમનાં સંતાનોની સુખસુવિધા માટે બધેબધું કરે છે, પરંતુ તે કદાચ એકબીજાની પસંદ-નાપસંદ વિશે એટલું વધુ ધ્યાન નથી રાખતા. પતિ અથવા પત્નીને ભોજન કરાવવાની, દૂધ પીવડાવવા, કપડાં પહેરાવવાની જરૂર નથી પડતી. બાળકો માટે એ બધું કરવું પડે છે. બીજી શબ્દોમાં એમ કહી શકાય કે તેમને પ્રેમ કરવો એ સ્કૂલે જવા સમાન છે, કારણ કે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. મતલબ કે ફરજીયાત છે. જ્યારે જીવનસાથીને પ્રેમ કરવો એ કોલેજ જવા જેવું છે. તે તમારી મરજી પર નિર્ભર કરે છે. અને તેથી જ આપણે જીવનસાથીને - સંતાન જેટલો જ - પ્રેમ કરવાની વાતને પૂરતું મહત્ત્વ આપતા નથી.
આદું ઘર-ઘરમાં વપરાતો મહત્ત્વનો મસાલો છે, જે દરેક ખોરાકમાં નાંખીને ખાઈ શકાય છે. શિયાળા દરમિયાન તાજું વાપરી શકાતા આદુંને સૂકવીને તૈયાર થતો તેનો પાઉડર સૂંઠ પણ એટલી જ ઉપયોગી છે. રેસા વગરના આદુંને જો ધોઈને છાંયડે સૂકવી લેવાય તો પછી તેને બારેમાસ વાપરી શકાય છે. જેને આપણે સૂંઠ તરીકે ઓળખીએ છીએ. આદુ-સૂંઠનો શિયાળા દરમિયાન વિશેષ ઉપયોગ થાય છે કેમ કે ત્યારે ઠંડીને કારણે શરીરને વધુ કેલેરીની જરૂર પડે છે. ઠંડીમાં આદું શરીરને ગરમાવો પૂરું પાડવાનું કામ કરે છે. જો અપચાનો પ્રોબ્લેમ રહેતો હોય, ગેસ-એસિડિટી વારંવાર થતા હોય તો આદુંનો કાયમ ઉપયોગ કરવાથી તેમાં ફાયદો થઈ શકે છે. આદું તાજું ક્રશ કરીને તેમાં લીંબુનો રસ સાથે લેવાથી ફાયદાકારક રહે છે. તેમાં થોડું મધ પણ ઉમેરી શકાય. આપણે દિવસ દરમિયાન જે ખોરાક ખાઈએ છીએ તેમાંના પોષક તત્વોને શરીરમાં પચાવવા માટે આદું ઉપયોગી છે.
આપણા મહાનગરની જ વાત છે. એક દિવસ ૩૧ વર્ષનો એક તંદુરસ્ત યુવાન એકાએક બેભાન થઇ ગયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો. તેના પલ્સ બરાબર હતા, હાર્ટ પણ યોગ્ય રીતે કામ કરતું હતું છતાં એ શા માટે બેભાન થયો એ પ્રશ્ન ડોક્ટરો માટે કોયડો બની ગયો હતો.
યોગવિદ્યા એટલે પ્રાચીન ભારતીય સંસ્કૃતિએ મનુષ્ય જાતિને આપેલી અણમોલ ભેટ. આ વિદ્યાને ઇસવી સન પૂર્વે ૨૦૦૦માં મહર્ષિ પતંજલિએ શાસ્ત્રીય રૂપ આપ્યું. યોગ એ મનુષ્યની અમર્યાદિત શક્તિ અને ચેતનાનો વિકાસ સાધવાનું વિજ્ઞાન છે. ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યાો છે ત્યારે આવો આપણે સરળ અને લાભકારક યોગાસનો વિશે જાણીએ અને સદાબહાર સ્વાસ્થ્ય પ્રાપ્ત કરીએ.
