સેલફોનનો ઉપયોગ હવે બેફામ વધી રહ્યો છે ત્યારે તાઇવાનની પચીસ વર્ષની ચેન નામની કન્યાના સમાચાર લાલ બત્તી સમાન છે. આ બહેનને દિવસ-રાત ફોન પર ફુલ બ્રાઇટનેસ મોડ પર કામ કરવાની આદત હતી. છેલ્લાં બે વર્ષથી તે લગાતાર આ આદત ધરાવતી હતી જેને કારણે તેની આંખોને એવું નુકસાન થયું છે જે રિવર્સ થઈ શકે એમ નથી. આંખમાં આવેલા કોર્નિયામાં લગભગ ૫૦૦ અત્યંત ઝીણાં કાણાં પડી ગયાં છે અને કોર્નિયા દેખાવમાં જાણે માઇક્રોવેવમાં શેકાઈ ગયો હોય એવો થઈ ગયો છે. ચેન સેક્રેટરી છે અને તેને કામસર આખો દિવસ ઈ-મેઇલ, મેસેજ, ચેટ અને કોલનો જવાબ આપવો પડતો હતો. દિવસ હોય કે રાત તે હંમેશાં મોબાઇલ પર એક્ટિવ રહેતી હતી. અંધારામાં પણ તે ફુલ બ્રાઇટનેસ મોડ ચાલુ રાખતી હતી જેને કારણે તેના કોર્નિયાને નુકસાન થયું હતું.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
બ્રિટનમાં દર વર્ષે ખરાબ આહારની આદતોનાં કારણે લગભગ ૯૦,૦૦૦ લોકો મોતને ભેટે છે. અભ્યાસ અનુસાર આ રીતે મોત થતાં હોય તેવા મુખ્ય ૨૦ દેશની યાદીમાં યુકે ૧૮મા, ચીન પ્રથમ (૩,૧૨૮,૫૧૬) અને ભારત બીજા (૧,૫૭૩,૫૯૩) ક્રમે છે, જ્યારે રશિયન સંઘ (૫૫૦,૦૦૩), યુએસએ (૫૦૩,૩૯૧) અને ઈન્ડોનેશિયા (૩૯૧,૩૪૬) અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે છે. ફળ, શાકભાજી, આખું અનાજ, કઠોળ અને રેસાવાળા ખોરાકનું ઓછું પ્રમાણ સૌથી મોટી સમસ્યા બની છે. આની સરખામણીએ યુકેમાં કોઈ પ્રકારે ધૂમ્રપાન સાથે દર વર્ષે ૯૬,૦૦૦ મોત સંકળાયેલા છે
વાયુ પ્રદૂષણની વૈશ્વિક કટોકટી દુનિયામાં અને ખાસ કરીને સાઉથ એશિયામાં બાળકો પર સૌથી વધુ અસર કરી રહી છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર (SOGA) ૨૦૧૯ના મહત્ત્વપૂર્ણ અભ્યાસ અનુસાર વર્તમાન સમયમાં જે બાળક જન્મે છે તેઓ ઝેરીલી હવા શ્વાસમાં લેવાના કારણે તેમના આયુષ્યમાં સરેરાશ ૨૦ મહિનાનો ઘટાડો થઈ જશે. જોકે, સાઉથ એશિયામાં આ પ્રમાણ ૩૦ મહિનાનું હશે. વર્ષ ૨૦૧૭માં હવા પ્રદૂષણથી ૧૦માંથી લગભગ એક વ્યક્તિનું મોત થયું હતું, જે મેલેરિયા અને માર્ગ અકસ્માતોથી થતાં મોતથી વધુ તેમજ ધૂમ્રપાનથી થતા મોતની બરાબર છે.
દરરોજ અડધી મૂઠી અખરોટનું સેવન ટાઇપ-ટુ ડાયાબિટીસનું જોખમ ઘટાડતું હોવાનું તાજેતરના અભ્યાસમાં જણાયું છે. ૩૪ હજાર કરતાં પણ વધારે અમેરિકીઓને આવરી લેતા આ અભ્યાસના તારણ કહે છે કે અખરોટ આરોગવાથી ડાયાબિટીસ જેવા રોગ થવાની શક્યતા ઘટી જાય છે. જો કોઇ વ્યક્તિ રોજ દોઢ ચમચી જેટલાં અખરોટ ખાતી હોય તે પ્રમાણ વધારીને ત્રણ ચમચી જેટલાં અખરોટ આરોગે તો ટાઇપ-ટુ ડાયાબિટીસ થવાનું જોખમ ૪૭ ટકા જેટલું ઘટી જાય છે.
હરસ-મસાની તકલીફના નિવારણ માટે ઘરગથ્થુ ઉપચારો
બ્લડપ્રેશરની બીમારી સાયલન્ટ કિલર તરીકે ઓળખાય છે કેમ કે છાના પગલે શરીરમાં ઘુસી જતી આ બીમારી કિડની, હૃદય સહિતના અંગોને નુકસાન પહોંચાડે છે અને તેની કામગીરી ખોરવી નાંખે છે. બ્લડપ્રેશર એ ધમની - શિરા કે સામાન્ય ભાષામાં કહીએ તો નસની દીવાલ પર થતું લોહીનું દબાણ છે. તે નસની દીવાલને નુકસાન કરે છે અને તેને પગલે કિડનીના રોગો અને હૃદયની કેટલીક પરેશાનીને નોતરે છે. બ્લડપ્રેશરમાં પણ ઋતુ પ્રમાણે થોડીક વધઘટ થતી રહે છે, ખાસ કરીને ઉનાળામાં. નિષ્ણાતો કહે છે કે તમે ગરમીના દિવસોમાં ભોજનમાં હાઇપર ટેન્શન ફૂડ સામેલ કરીને બ્લડપ્રેશરની સમસ્યામાં રાહત મેળવી શકો છો.
છેલ્લા કેટલાક દિવસોમાં ટેક કંપનીઓએ એવા ગેઝેટ્સ લોન્ચ કર્યા છે જે શરીરની અંદર આકાર લઇ રહેલી કોઇ પણ સમસ્યાને ઓળખીને તત્કાળ એલર્ટ કરી દે છે. તબીબી નિષ્ણાતોના મતે આવા ઇનોવેશન લાઇફલાઇન સમાન છે કારણ કે ઘણી શારીરિક સમસ્યાઓનો તો ખ્યાલ જ આવતો નથી. આ ગેઝેટ્સને અમેરિકી એફડીએની મંજૂરી પણ મળી ગઇ છે. ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં થયેલા ટેક ઇવેન્ટ્સમાં એવા જ ઇનોવેટિવ ગેઝેટ્સ જોવા મળ્યા.
આજની દોડધામભરી, તણાવયુક્ત જીવનશૈલીમાં સ્વસ્થ - તંદુરસ્ત રહેવા માટે આખી દુનિયાના લોકોએ કાજુ, બદામ, મગફળી, અખરોટ, ફળફળાદિ, લીલા શાકભાજી અને કઠોળ વધુ ખાવાની જરૂર છે. આના બદલે હાલમાં વધારે પડતા ખાંડ અને નમકવાળા પદાર્થો તેમજ પ્રોસેસ્ડ માંસ વધુ ખાવામાં આવે છે. પરિણામે તેમને હૃદયરોગ, કેન્સર અને ડાયાબીટીસ જેવા રોગો લાગુ પડે છે અને મહામૂલું માનવજીવન વેડફાઇ જાય છે. વર્ષ ૨૦૧૭માં દુનિયાભરમાં થયેલા ૧.૧૦ કરોડ માનવીઓના મોત, આ બીમારીઓના લીધે થયા છે.
મધમાખીઓના ડંખ વડે વૈકલ્પિક સારવારનો દાવો કરતા ચીનના એક દંપતીએ કૃત્રિમ મધપૂડો બનાવી ઘરે ૧૦ હજાર મધમાખી તો પાળી, પણ તેમનો આ નિર્ણય પડોશીઓ માટે પરેશાનીનું કારણ બની ગયો હતો. આખરે પરેશાન લોકોએ દંપતી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા દંપતીએ મધમાખીઓ તો હટાવવી પડી જ છે, સાથોસાથ દંડ પણ ભરવો પડ્યો છે. આ દંપતીએ એક વર્ષ અગાઉ મધમાખી પાળવાનું શરૂ કર્યું હતું. તેમનો દાવો હતો કે આ મધમાખીઓના ડંખ વડે તેઓ જુદા જુદા પ્રકારની બીમારીનો ઇલાજ કરે છે.
બ્લડપ્રેશરની બીમારી સાયલન્ટ કિલર તરીકે ઓળખાય છે કેમ કે છાના પગલે શરીરમાં ઘુસી જતી આ બીમારી કિડની, હૃદય સહિતના અંગોને નુકસાન પહોંચાડે છે અને તેની કામગીરી ખોરવી નાંખે છે. બ્લડપ્રેશર એ ધમની - શિરા કે સામાન્ય ભાષામાં કહીએ તો નસની દીવાલ પર થતું લોહીનું દબાણ છે. તે નસની દીવાલને નુકસાન કરે છે અને તેને પગલે કિડનીના રોગો અને હૃદયની કેટલીક પરેશાનીને નોતરે છે. બ્લડપ્રેશરમાં પણ ઋતુ પ્રમાણે થોડીક વધઘટ થતી રહે છે, ખાસ કરીને ઉનાળામાં.
