સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    જોડિયા બહેનોને બચાવવા ડોક્ટર

    લંડનના ડોક્ટરોએ ગર્ભાશયમાં જ ભ્રૂણની સર્જરી કરીને જોડકી બાળકીઓનું જીવન બચાવ્યું છે. બાળકીઓ ટ્વીન-ટ્વીન ટ્રાન્સફ્યુઝન સિન્ડ્રોમથી પીડાતી હતી, જેના કારણે એક છોકરીમાં વધુ લોહી હતું જ્યારે બીજીમાં ઓછું હતું. 

    હેલ્થ ટિપ્સઃ ખજૂર વિશે જાણો...

    ખજૂર ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેમાં આયર્ન ભરપૂર છે. તેમાં વિટામિન અને મિનરલ્સ ઘણાં બધાં આવેલાં છે. તેને રેગ્યુલર ખાવાથી કોલેસ્ટરોલ પણ ઓછું થાય છે. આ ઉપરાંત, તેનાથી હેલ્થના ઘણા ફાયદા થાય છે.

    ડ્રોન દ્વારા કિડનીની ડિલિવરી!...

    વિશ્વમાં પ્રથમ વખત અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરમાં ડ્રોનના માધ્યમથી સફળતાપૂર્વક કિડનીની ડિલિવરી કરાઇ છે. અંતર માત્ર પાંચ જ કિલોમીટરનું હતું, પરંતુ આ સફળ પ્રયોગે માનવઅંગોના ઝડપી પરિવહન માટે એક અનોખો અને ઝડપી વિકલ્પ પૂરો પાડ્યો છે.

    કૂતરાઓને ફેફસાંના કેન્સરની ઝ

    ઓરલેન્ડો શહેરમાં યોજાયેલા અમેરિકન સોસાયટી ફોર બાયોકેમિસ્ટ્રી એન્ડ મોલેક્યૂલર બાયોલોજીના અધિવેશનમાં રજૂ થયેલા રિસર્ચ પેપર અનુસાર કૂતરાઓને ફેફસાંના કેન્સરની ઝડપથી ખબર પડી જાય છે. સંશોધન દરમિયાન બીગલ પ્રજાતિના ચાર કૂતરાઓની સામે માનવ લોહીના કેટલાક નમૂના રજૂ કરવામાં આવ્યા હતા. આમાંથી કેટલાક નમૂનામાં કેન્સરના કોષો હતા. ચારમાંથી ત્રણ કૂતરાઓએ સેમ્પલ સૂંઘ્યા બાદ ભસીને સંકેત આપ્યો હતો કે કયા સેમ્પલમાં ફેફસાનું કેન્સર છે. આ તારણ ૯૬.૭ ટકા મામલાઓમાં એકદમ સાચું જોવા મળ્યું હતું.

    NHS ડોક્ટરોએ નસોમાંથી લોહીના ગઠ

    લંડન શહેરનાં ૫૫ વર્ષીય જેકી ફિલ્ડ દુનિયાનાં પહેલા એવા દર્દી બન્યા છે, જેમના પગના નીચેના હિસ્સામાંથી બ્લડ ક્લોટને વર્ટેક્સ થ્રોમ્બેક્ટોમી કેથેટર ડિવાઇસની મદદથી દૂર કરવામાં આવ્યા છે. હવે તેના જીવન પર કોઈ ખતરો નથી. આ લાઇફસેવિંગ ડિવાઇસ બનાવવાનો શ્રેય બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના ડોક્ટરો અને સંશોધકોને જાય છે.

    હેલ્થ ટિપ્સઃ શક્તિદાયક - પુષ્ટ...

    ડુંગળી વાત, પિત્ત અને કફ એ ત્રણેય વિકારો પર ગુણકારી છે. તેના સેવનથી વાત પ્રકોપ શમે છે. પિત્ત બહાર નીકળી જવાથી ઓછું થાય છે અને કફનો નાશ થાય છે. ડુંગળીનું દરરોજ સેવન કરવાથી આંખની શક્તિ વધે છે. ડુંગળી વાયુથી ઉત્પન્ન થતાં શૂળનું શમન કરે છે. ડુંગળી ગરમ નથી. તે પાકમાં તથા રસમાં મધુર, વીર્યને વધારનારી છે. ચરક તથા સુશ્રુતે તેના ગ્રંથોમાં ડુંગળીને શક્તિ આપનાર, શરીરને પુષ્ટ બનાવનાર અને બુદ્ધિવર્ધક ગણાવી છે.

    ક્રૂડ ઓઇલ બાથઃ સાંધાના દુઃખાવ

    ક્રુડ ઓઇલનો ઉપયોગ વાહનો તથા વિમાનમાં ઇંધણ તરીકે થાય તે તો સહુ કોઇ જાણે છે, પરંતુ આ ક્રુડ ઓઇલ સાંધા તથા કમરનાં દુખાવાનો રામબાણ ઇલાજ છે તે જાણીને તમને અચૂક આશ્ચર્ય થશે.

    એકલા રહેવા કરતાં જીવનસાથી સાથ

    અમેરિકાના ઉત્તાહ સ્ટેટમાં આવેલી બ્રિઘમ યંગ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અભ્યાસના તારણ અનુસાર એકલા રહેવા કરતાં જીવનસાથીની સાથે રહેવાથી માનસિક તણાવમાં ખૂબ મોટો ઘટાડો થાય છે. સંશોધકોએ વ્યક્તિની કીકીની હલનચલનના આધારે આ અભ્યાસ કર્યો હતો.

    એશિયાની સૌથી મેદસ્વી મહિલાએ ૨

    વસઈમાં રહેતી ૪૨ વર્ષીય ગુજરાતી મહિલા અમિતા રાજાણી ૪ વર્ષ પૂર્વે મહત્તમ ૩૦૦ કિલો વજન સાથે એશિયામાં સૌથી વધુ વજન ધરાવતી મહિલા હતી. જેની પર લેપ્રોઓબેસો સેન્ટરના સ્થાપક ડો. શશાંક શાહે સર્જરી કર્યા પછી ૪ વર્ષમાં તેનું વજન ૨૧૪ કિલો ઘટીને હવે ૮૬ કિલો થઈ ગયું છે. અમિતાનું વજન નવજાતાવસ્થામાં ૩ કિલો હતું, પરંતુ ૬ વર્ષની ઉંમર પછી વજન સતત વધતું રહીને તેની સામાન્ય પ્રવૃત્તિઓ પણ અવરોધાઈ હતી. ભારત અને યુકેના અગ્રણી ડોક્ટરોને બતાવવામાં આવ્યું પણ સ્થૂળતાનું અચૂક કારણ શોધી શકાયું નહોતું. વજન વધતાં વધતાં અંતે ૩૦૦ કિલો સુધી પહોંચી ગયું હતું. ૩૦૦ કિલોની અમિતા વજન ખૂબ જ વધી જતાં ઘરની બહાર પણ નીકળી શકતી નહોતી.

    જાપાનમાં ઉર્જાનો ખર્ચ ઘટાડવા

    જાપાન સરકારે કાર્યસ્થળ પર ઉર્જા બચાવવા માટે અનોખું પગલું ભર્યું છે. આ માટે તેણે કર્મચારીઓને હલકા અને કેજ્યુઅલ વેર પહેરવાની છૂટ આપી છે. આ માટે કુલ કેજ્યુઅલ વેર કેમ્પેઇન શરૂ કરાયું છે. ગત સપ્તાહે ગોલ્ડન વીક પૂર્ણ કર્યા બાદ જાપાનના વિવિધ મંત્રાલયો અને સરકારી ઓફિસના કર્મચારીઓ સૂટ-બૂટ-ટાઈને બદલે પારંપારિક કરિયુશી શર્ટ પહેરી ઓફિસ પહોંચ્યા હતા.