શરાબ કે આલ્કોહોલનું સેવન બ્રેસ્ટ કેન્સરનું કારણ હોવાં વિશે પાંચમાંથી ચાર એટલે કે ૮૦ ટકા સ્ત્રીઓ અજાણ છે તેમ યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનના સંશોધન અભ્યાસના તારણોએ જણાવ્યું છે. સંશોધકોએ બ્રેસ્ટ સ્ક્રીનિંગ એપોઈન્ટમેન્ટની મહિલાઓ અને NHSના સ્ટાફ સહિત ૨૩૮ મહિલાનો સર્વે કર્યો હતો. તેઓમાંથી ૧૬ ટકા આ બંને વચ્ચે કડી હોવા વિશે તદ્દન બેખબર હતા. નિષ્ણાતોએ શરાબના જોખમને સમજવા ચેતવણી આપી છે કારણકે યુકેના સૌથી સામાન્ય કેન્સર કેસીસમાં એક બ્રેસ્ટ કેન્સર છે અને ૧૦માંથી એક કેસ તેનો હોય છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
જુવાર, બાજરી, મકાઈ અને રાગી જેવા આખા ધાન્યથી ભરપૂર પરંપરાગત ભારતીય થાળી આરોગ્યની સાથે સાથે પર્યાવરણ માટે પણ સારી હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. દુનિયાભરના ૧૬ દેશના ૩૭ વિજ્ઞાનીઓએ ત્રણ વર્ષના સંશોધન પછી તૈયાર કરેલા ‘ફૂડ પ્લાનેટ હેલ્થ’ રિપોર્ટમાં આ નિષ્કર્ષ રજૂ કર્યો છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને ફૂડ પ્લાનેટ હેલ્થ રિપોર્ટના મુખ્ય લેખક વોલ્ટર વિલેટ કહે છે કે આ રિપોર્ટ બનાવતી વખતે કરાયેલા સંશોધનમાં અમને જાણવા મળ્યું હતું કે ભોજનમાં ૫૦ ટકા હિસ્સો મોસમી ફળો અને શાકભાજીનો હોવો જોઈએ.
આપણા સ્વદેશી પ્રોટીન સ્રોતની વાત કરીએ તો સત્તુ બિહાર, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના લોકો માટે અજાણ્યો ખોરાક નથી. એ મોટા ભાગે ઉનાળાના દિવસોમાં શરબત તરીકે વેચાય છે. આ પીણું શરીરને લૂ સામે રક્ષણ આપે છે.
ગુજરાત સહિત બહુમતી ભારતવંશીઓ તેમની ત્વચાના રંગના આધારે ઘઉંવર્ણા તરીકે ગણાય છે. જોકે હવે આ ઓળખ કદાચ બદલવી પડશે. ના, ભારતીયોનો નહીં, પણ ઘઉંનો રંગ બદલાઈ રહ્યો છે. કૃષિ નિષ્ણાતોએ બ્લ્યૂ, બદામી, કાળા સહિત વિવિધ રંગોના ઘઉં વિકસાવ્યા છે. આથી શક્ય છે કે હાલ દુકાનોમાં બ્રાઉન બ્રેડ લેવા જનારા લોકો આગામી દિવસોમાં ગ્રીન કે પર્પલ બ્રેડ માગશે અથવા તો ઘરમાં બનતી મસાલા પુરી પીળી નહીં, પણ વાદળી રંગની જોવા મળશે. બજારમાં નવરંગી બિસ્કિટ, પાઉં, પિત્ઝા કે બર્ગર મળતાં થશે. વાત એમ છે કે પંજાબના મોહાલીસ્થિત ભારત સરકારની નેશનલ એગ્રી ફૂડ બાયો-ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ (એનએ-બીઆઇ)ના વિજ્ઞાનીઓએ આઠ વર્ષની જહેમત બાદ આ રંગીન ઘઉં વિક્સાવીને તેની પેટન્ટ માટે અરજી કરી છે. આમ પર્પલ, બ્લ્યુ, બ્લેક રંગના ઘઉં માનવ વપરાશ માટે ઉપલબ્ધ છે. હાલ પંજાબ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં પર્પલ અને બ્લેક રંગના ઘઉં ઉગાડાયા છે.
સ્વિત્ઝર્લેન્ડની ડ્રગ્સ બનાવતી જગવિખ્યાત કંપની નોવાર્ટીસે બાળકોમાં જોવા મળતા એક વિશિષ્ટ રોગની જીન થેરેપી માટે ખાસ પ્રકારની દવા વિકસાવી છે. આ ડ્રગ્સના ઉપયોગ અને વેચાણ માટેની અમેરિકાએ મંજૂરી પણ આપી છે. આ ડ્રગ્સની વિશેષ વાત એ છે કે આ ડ્રગ્સ વિશ્વની સૌથી મોંઘી ડ્રગ્સ છે. આ ડ્રગ્સના જીન થેરેપીના એક ડોઝની કિંમત ૨૧ લાખ ડોલર એટલે કે અંદાજે ૧૪ કરોડ રૂપિયા નક્કી કરાઇ છે. અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ ડ્રગ્સને તાજેતરમાં જ પરમિશન આપવામાં આવી છે. આ ડ્રગ્સની મદદથી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (એસએમએ - કરોડરજ્જુની માંસપેશીઓનું સંકોચન)ની સારવાર કરવામાં આવશે. આ બીમારી ખાસ કરીને બાળકોમાં આ જોવા મળે છે.
ઓફિસમાં કામના દબાણને કારણે લાગતા થાકને પણ બીમારી ગણવાના સૂચનનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO - હૂ)એ સ્વીકાર કર્યો છે. ‘હૂ’એ તેને બર્ન આઉટ એવું નામ આપીને તેને બીમારી યાદીમાં સ્થાન આપ્યું છે. હવે આ બીમારીની તપાસ પણ થઈ શકશે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં જ ‘હૂ’એ વીડિયો ગેમિંગની લતને માનસિક બીમારીની યાદીમાં સામેલ કરી હતી. ‘હૂ’ના જણાવ્યા મુજબ બર્ન આઉટ એક એવું સિન્ડ્રોમ છે કે જે ઓફિસમાં થનારા ગંભીર તણાવ એટલે કે કામના વધુ પડતાં બોજને કારણે ઊભું થાય છે. જો તેને યોગ્ય રીતે કન્ટ્રોલ કરવામાં ન આવે તો વ્યક્તિ બર્ન આઉટની સ્થિતિમાં પહોંચી જાય છે.
દમ-શ્વાસની બીમારીમાં ઉપયોગી બની શકે તેવા ઘરગથ્થુ ઉપચારો
સમય અગાઉ જન્મેલા નવજાત બાળકોને શ્વાસની તકલીફમાંથી ઉગારી જીવન બચાવતા સસ્તા ઉપકરણ ‘સાંસ’ને વિકસાવનારા ભારતીય ઈજનેર નીતેશ કુમાર જાંગીરને લંડનમાં કોમનવેલ્થ સેક્રેટરી જનરલનો વર્ષ ૨૦૧૯ માટે ‘ઈનોવેશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ’ એનાયત કરાયો હતો.
ડોક્ટરો હૃદયની તંદુરસ્તી વધારવા અને હૃદયરોગને અટકાવવા માટે ‘ખરાબ’ કોલેસ્ટરોલ ઓછું રહે તેવી ભલામણ કરતા હોય છે. પરંતુ આ ઓછું એટલે કેટલું તે કોઈ ખોંખારીને કહી શકતું નથી.અમેરિકન હાર્ટ એસોસિયશન લો ડેન્સિટી લિપિડ (LDL)નું પ્રમાણ ૧૦૦થી નીચું હોય તેને સારુ ગણાવે છે અને ઈશ્કેમિક સ્ટ્રોક (મગજને લોહી નહિ મળતા એટેક)નું જોખમ ઘટે છે. મગજને રક્ત પહોંચાડતી ધમની ગંઠાય તો લોહીની માત્રા મળતી ઘટે છે અને ઈશ્કેમિક સ્ટ્રોક આવે છે.
લગભગ ૩૪ ટકા પુખ્ત લોકો દરરોજ મલ્ટિ વિટામીન્સ, ફિશ ઓઈલ કે એન્ટિ ઓક્સિડેન્ટ્સ સહિતના સપ્લિમેન્ટસ (પૂરક આહાર) લે છે જેના કારણે તેના બજારમાં પાંચ વર્ષમાં છ ટકાનો વધારો નોંધાયો છે. સપ્લિમેન્ટસનું વૈશ્વિક બજાર વધીને વાર્ષિક ૩૭ બિલિયન ડોલરનું થયું છે. જોકે, યુએસની વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર સપ્લિમેન્ટસના ફાયદા ઘણા મર્યાદિત છે અને તેનાથી હૃદયરોગ કે વહેલા મોત સામે રક્ષણ મળતું નથી.
