સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    આયુર્વેદ - કુદરતી ઉપચાર...

    ઔષધીની વર્ષો જૂની ભારતીય પદ્ધતિ આયુર્વેદની લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલા શરૂઆત થઈ હતી. આયુર્વેદ ‘જીવનનું વિજ્ઞાન’ છે અને તે તમામ ઉપચાર પદ્ધતિની માતા સમાન ગણાય છે. આયુર્વેદથી માત્ર બીમારીની જ સારવાર થાય છે તેવું નથી, તે તો લોકોને તંદુરસ્ત રહેવામાં પણ મદદરૂપ થાય છે. આયુર્વેદ સમજ આપે છે કે મન અને શરીર એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. આયુર્વેદ વિજ્ઞાન કુદરતી બાબતોનો ઉપયોગ કરે છે અને જીવનશૈલી તથા આહારમાં ફેરફારના ઉપયોગ દ્વારા લાંબા ગાળાની બીમારીની સારવારમાં મદદ કરે છે. સાથે જ તે બીમારીને અટકાવી પણ શકે છે અને જીવનશક્તિને વધારી શકે છે.

    આહારમાંથી પ્રાપ્ત વિટામીન થકી જ દીર્ઘાયુષ્ય મળી શકે

    મલ્ટિવિટામીન ગોળીઓ ખાવાથી નહિ પરંતુ, માત્ર ખોરાક દ્વારા મળતાં વિટામીનથી જ વહેલાં મૃત્યુનું જોખમ ઘટતું હોવાનું અભ્યાસમાં જણાયુ હતું. મેસેચ્યુએટ્સની ટફ્ટ્સ યુનિવર્સિટીના સંશોધકોએ વિટામીન સપ્લિમેન્ટ લેનારાં લોકો લાંબુ જીવન જીવે છે કે કેમ તેના વિશે છ વર્ષથી વધુ સમય સુધી ૨૭,૦૦૦ વયસ્કોની વિગતોનો અભ્યાસ કર્યો હતો.

    જોડિયા બહેનોના જન્મ વચ્ચે ૯૭ દ...

    વિશ્વમાં અલગ અલગ વર્ષમાં જન્મ્યાં હોય તેવો ટ્વિન્સ એટલે કે જોડિયા બાળકનો પ્રથમ દાખલો નોંધાયો છે. હવે તમે કહેશો કે આમાં નવાઈ શું છે? ૩૧ ડિસેમ્બર- પહેલી જાન્યુઆરીએ જન્મનારાં જોડિયાંની સંખ્યા ઘણી છે. જર્મનીના કોલોનમાં નોંધાયેલી આ ઘટનામાં નોંધપાત્ર એ છે કે જોડિયાં છોકરીઓનાં જન્મ વચ્ચે એક-બે કલાક કે દિવસનો નહિ પરંતુ, પૂરાં ૯૭ દિવસનો ફરક છે. આથી જ તે તબીબીવિશ્વમાં પણ પ્રથમ ઘટના ગણાઈ છે.

    ‘બબલ બોય’ બીમારીની સારવાર શોધ

    દુનિયામાં પહેલી વખત જીવલેણ બીમારી ‘બબલ બોય’થી પીડાતા બાળકોની સારવાર જીન થેરાપીથી કરવામાં સફળતા મળી હોવાનો દાવો વૈજ્ઞાનિકોએ કર્યો છે. ‘બબલ બોય’ બાળકોમાં એક એવી જેનેટિક બીમારી છે, જેમાં બાળકનું પ્રતિરોધક તંત્ર હોતું નથી અથવા તો તે સક્રિય નથી હોતું. જો બાળકને સારવાર વગર છોડી દેવામાં આવે તો બહુ નાની ઉંમરમાં તેનું મૃત્યુ થાય છે માટે આ બીમારીને બબલ એટલે પરપોટાની માફક અસ્થાયી હોવાના લીધે બબલ બોય નામ અપાયું છે.

    વિશ્વમાં સૌથી પહેલાં આફ્રિકા

    વિશ્વમાં સૌપ્રથમ આફ્રિકાના દેશ મલાવીમાં મેલેરિયાની રસી લોન્ચ થઈ છે. દર વર્ષે દુનિયામાં ૪.૩૫ લાખ લોકો મેલેરિયાથી મરે છે. આ માટે છેલ્લાં ૩૦ વર્ષથી રસી વિકસાવવાના પ્રયાસ ચાલતા હતા. આ રસી પાંચ મહિનાથી બે વર્ષના બાળકો માટે વિકસાવાઈ છે.

    હેલ્થ ટિપ્સઃ વરિયાળીના વિવિધ

    વરિયાળી મુખવાસ તરીકે ભારતીય પરિવારોમાં ખૂબ વપરાય છે. એનું કારણ એ છે કે, એ પાચનક્રિયામાં મદદરૂપ થવાની સાથે મોઢામાંથી આવતી વાસ કે શરીરની દુર્ગંધ પણ ઓછી કરે છે અને પેટના દુઃખાવા કે થાકમાં પણ રાહત આપે છે. ઉનાળાની શરૂઆત થાય ત્યારે વરિયાળીનું શરબત એ સામાન્ય રીતે મોટા ભાગે ગુજરાતમાં દરેક ઘરમાં પીવાતું ઠંડું પીણું છે.

    સારી સુગંધ ઘટાડે છે સ્મોકિંગન

    સ્મોકિંગની આદત છોડવું સરળ નથી હોતું. આ માટે લોકો અનેક પ્રકારના ઉપાય - અખતરા કરે છે, પરંતુ એક સંશોધનનું તારણ કહે છે કે જો તમે સતત સારી સુગંધ લો તો તમારી સ્મોકિંગની આદતમાં ઘટાડો થઈ શકે છે. પીટ્સબર્ગ યુનિવર્સિટીના ચીફ રિસર્ચર માઇકલ સાયટે કહે છે કે, સિગારેટ છોડવાની અનેક પદ્ધતિઓ નિષ્ફળ રહ્યા પછી અમને માલુમ પડ્યું છે કે, સારી સુગંધ સ્મોકિંગની ઇચ્છા ઘટાડે છે. તેનાથી ટૂંકા ગાળા માટે સ્મોકિંગનું વ્યસન કાબૂમાં રાખી શકાય છે.

    સ્થુળતાને લીધે વહેલા મૃત્યુનું જોખમ ૫૦ ટકા સુધી વધે

    સ્થુળ લોકોનું વજન જેમ જેમ વધતું જાય છે તેમ તેમની વિવિધ પ્રકારના જીવલેણ રોગોનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે. તેમાં પણ વહેલા મૃત્યુ થવાનું જોખમ ૫૦ ટકા જેટલું વધી જતુ હોવાનું અભ્યાસમાં જણાયું હતું.

    દરરોજ એક ગ્લાસ વાઇન ડિપ્રેશનન

    પશ્ચિમી દેશોની ભોજન પરંપરામાં વાઇન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હવે શરીરશાસ્ત્રના નિષ્ણાતો પણ કહે છે કે આવા ડ્રિંક યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો તે ફાયદાકારક હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું છે. ૧૯૯૮થી ૨૦૧૦ દરમિયાન સ્વિડનના આશરે ૫,૦૦૦ લોકોની લાઇફસ્ટાઇલ પર સ્ટડી કરાયો હતો. તેમની વિવિધ આદતો, ફૂડ લેવાની પદ્ધતિ અને વાઇન પીવાની માત્રાને ધ્યાનમાં રાખીને કરાયેલા આ સ્ટડીમાં જાણવા મળ્યું કે જે લોકો રોજ એક ગ્લાસ વાઇન પીએ છે એમનામાં ડિપ્રેશનનું રિસ્ક ઘટી જાય છે.

    લાંબુ આયુષ્ય ભોગવવું છે? જીવનસ...

     લાંબું આયુષ્ય ભોગવવા માગતી વ્યક્તિએ પોતે ખુશ રહેવાની સાથે સાથે જીવનસાથીને પણ ખુશ રાખવાની જરૂરી છે. એક સ્ટડીમાં આ બાબત જાણવા મળી છે. ‘સાઇકોલોજિકલ સાયન્સ જર્નલ’માં પ્રકાશિત રિસર્ચ રિપોર્ટ મુજબ, જેમના જીવનસાથી સક્રિય જીવન જીવે છે તેમની પોતાની જીવનશૈલી પણ સક્રિય રહેવાની શક્યતા વધુ હોય છે. નેધરલેન્ડની ટિલબર્ગ યુનિવર્સિટીનાં રિસર્ચર ઓલ્ગા સ્તાવરોવાએ કહ્યું કે આ સ્ટડી વ્યક્તિની આસપાસના સામાજિક માહોલની તેના સ્વાસ્થ્ય પર થતી અસરો દર્શાવે છે. જો તમારા જીવનસાથી ડિપ્રેશનમાં હોય અને સાંજે ટીવી સામે બેસીને ચિપ્સ ખાવાનું પસંદ કરતા હોય તો તમારી દરેક સાંજ પણ લગભગ તેમ જ વીતશે. સ્તાવરોવાએ અમેરિકાના ૫૦ વર્ષથી વધુ વયના ૪,૪૦૦ દંપતી પર સ્ટડી કર્યો છે.