આપણે આજકાલ યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુના સમાચાર અવારનવાર સાંભળતા રહીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક તારણ અનુસાર, ભારતમાં થતા કુલ મૃત્યુમાંથી 27 ટકા મૃત્યુ હૃદયરોગને કારણે થઈ રહ્યાં છે. તેના માટે આજુબાજુનું વાતાવરણ, જેનેટિક્સ અને જીવનશૈલી સંબંધિત બાબતો પણ જવાબદાર હોઈ શકે છે. અલબત્ત, કેટલીક સાવધાની રાખવામાં આવે તો આ બીમારીથી ઘણી હદ સુધી બચી શકાય છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
આપણે જે ખોરાક લઈએ તેનું પાચન થયાં પછી વધેલા કે બિનઉપયોગી તત્વોનો નિકાલ મળ દ્વારા થાય છે. યોગ્ય રીતે મળવિસર્જન ન થાય ત્યારે કબજિયાત થઈ હોવાનું કહેવાય છે. વિશ્વમાં 12 ટકા લોકો કબજિયાતથી પીડાતા હોવાનું આંકડા જણાવે છે. 6 મહિના કરતાં વધુ સમય સુધી સપ્તાહમાં ઓછામાં ઓછા ત્રણ વખત પણ મળવિસર્જન થતું ન હોય કે જોર કરવું પડતું હોય તેવી સ્થિતિ કબજિયાત કહેવાય છે. આવી સ્થિતિમાં સોલ્યુબલ દ્વાવ્ય ફાઈબર ઈસબગુલ (Psyllium) લેવાથી કબજિયાતમાં રાહત મળે છે અને જોર કર્યા વિના સરળતાથી મળ પસાર થાય છે.
છાતીમાં બળતરાની ફરિયાદ હોય ત્યારે લાખો લોકો દ્વારા લેવાતી દવાઓ ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે. આવી દવાઓ પીડાકારી માઈગ્રેન અને બ્રેઈન એટેક્સનું જોખમ વધારે છે.
એક સમયે વૃદ્ધોનો રોગ ગણાતો પાર્કિન્સન્સ યુવા પેઢીને પણ પ્રભાવિત કરી રહ્યો છે. પશ્ચિમી દેશોમાં આ રોગનું જોખમ 60 વર્ષની ઉંમર પછી વધી જાય છે તો ભારતમાં જોખમ 50 વર્ષની ઉમરથી શરૂ થાય છે. તાજેતરમાં, પાર્કિન્સન રિસર્ચ એલાયન્સ ઓફ ઈન્ડિયા અને જેનોમિક્સ કંપની મેડજેનોમે ભારતીય યુવાપેઢીમાં પાર્કિન્સન્સ સાથે સંકળાયેલા કેટલાક સામાન્ય અને દુર્લભ આનુવંશિક ફેરફારો શોધી કાઢ્યા છે, જેને યંગ ઓનસેટ પાર્કિન્સન્સ ડિસીઝ (YOPD) નામ અપાયું છે. 40 થી 50 વર્ષની ઉમરે પાર્કિન્સન રોગના લક્ષણો જોવા મળી શકે છે. સ્ત્રીઓ કરતાં પુરુષોમાં પાર્કિન્સન્સનું જોખમ 50 ટકા જેટલું વધારે હોય છે.
તમે શરીરને કોઇ પણ પ્રકારનો પરિશ્રમ કરાવ્યા વગર ઊંઘમાં પણ વજન ઘટાડી શકો છો એવું કોઇ તમને કહે તો માન્યામાં આવે ખરું? સહુ કોઇ જવાબમાં નનૈયો જ ભણવાના, પરંતુ આ સાચું છે. જો કેટલીક ટેવ અપનાવાય તો ઊંઘ દરમિયાન પણ શરીરમાં એકત્રિત ફેટને ઘટાડી શકાય છે. આજે જાણીએ વિજ્ઞાન આધારિત આવા જ પાંચ ઉપાય અંગે...
દહીંનું સેવન આરોગ્ય માટે ખૂબ હિતકર છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ દહીંમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, ઉપરાંત તેમાં લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. જે લોકોને હાર્ટને લગતી બીમારીઓ હોય છે, ડોકટરો તેમને દહીં ખાવાની સલાહ આપે છે, કારણ કે આવા લોકો માટે દહીંનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તમે પણ દહીંનું સેવન કરીને અનેક બીમારીથી બચી શકો છો.
દુનિયાના તમામ દૃષ્ટિહિન લોકોમાંથી ૨૦ ટકા લોકો કોર્નિયલ ડિસીઝને કારણે જોઈ શકતા નથી. નિષ્ણાતોના મતે આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ વધુમાં વધુ ચક્ષુદાન છે. નેત્રદાન કઈ રીતે કરી શકાય, કોણ કરી શકે અને એ દાન કરેલી આંખ કોને કામ લાગી શકે એ સમજવા જાણો આ લેખ.
તમને ડાયાબિટીસ હોય ત્યારે પણ આરોગ્યપ્રદ આહાર લેવો આવશ્યક રહે છે. સમતોલ ખોરાકથી તમારી બ્લડ સુગર અંકુશમાં રહે છે અને ડાયાબિટીસ સાથે સંકળાયેલા હૃદયરોગ અને ઊંચા બ્લડ પ્રેશર જેવી સ્થિતિનું જોખમ ઘટી શકે છે. તાજાં ફળો પોષણયુક્ત અને ડાયાબિટીસ ફ્રેન્ડલી ડાયેટ હિસ્સો બની શકે છે.
વધુ પડતા માનસિક તણાવની સ્થિતિમાં મોટાભાગે હાર્ટબીટ અને બ્લડપ્રેશર વધી જાય છે. જોકે શ્વાસોચ્છવાસની કસરતથી શ્વાસને નિયંત્રિત કરીને શરીરને રિલેક્સ અવસ્થામાં લાવી શકાય છે. અમેરિકાના લોસ એન્જલસમાં હેડસ્પેસ મેડિટેશન ટીચર ડોરા કમાઉના અનુસાર સ્ટ્રેસ અનુભવો ત્યારે જો તમે આ સિમ્પલ બ્રિધિંગ એક્સરસાઈઝ કરો છો તો તે બહુ ઝડપથી રાહત આપે છે.
એમ માનવામાં આવે છે કે નિદ્રા દરમિયાન મગજમાંથી ઝેરી કચરો દૂર કરવાની પ્રક્રિયા ચાલતી રહે છે. જોકે, ઉંદરો પર કરાયેલા નવા અભ્યાસમાં આ સિદ્ધાંત કે માન્યતા ખોટી હોઈ શકે તેમ જણાયું છે. અભ્યાસના
