સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    તમે બેસી રહેશો તો હાર્ટ પણ બેસ

    તમે ભલે બેસી રહેવાને કોઈ પ્રવૃત્તિ ગણાવતા હો પરંતુ, ઉંઘવા સહિત અન્ય કોઈ પ્રવૃત્તિ કે એક્ટિવિટીની સરખામણીએ તે હૃદય માટે વધુ નુકસાનકારક છે. બેસી રહેવામાં જે સમય ખર્ચાતો હોય તેમાં ઘટાડો કરીને અને થોડા કલાક ડેસ્ક પાસે ઉભા રહેવામાં પણ ગાળીને લોકો હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે તેમ યુનિવર્સિટી કોલેજ લંડનના અભ્યાસમાં જણાવાયું છે.

    કસરત ન કરવા માટેના પાંચ સદાબહા...

    શું તમે જાણો છો કે નવા વર્ષે લેવાયેલા મોટા ભાગના સંકલ્પો આરોગ્ય સંબંધિત હોય છે? અને સંશોધનના તારણ દર્શાવે છે કે આ સંકલ્પો ચાર મહિનાથી વધુ સમય સુધી ટકતા નથી. મોટા ભાગે તમારું મગજ તમને નવા બહાના બનાવીને આ સંકલ્પો પૂર્ણ કરતાં અટકાવે છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના બિહેવિયરલ સાયન્ટિસ્ટ અને ‘હાઉ ટુ ચેન્જ’ પુસ્તકના લેખક કેટી મિલ્કમેન કહે છે કે, સૌપ્રથમ તો બહાનાને બહાના તરીકે ન જોવું જોઈએ, પરંતુ ઉકેલમાં અવરોધો તરીકે જોવું જોઈએ. પછી તે અવરોધોને દૂર કરવા પર કામ કરો. કારણ કે જ્યારે તમે તેને બહાના તરીકે જુઓ છો, ત્યારે તમે પોતાની ટીકા કરવાનું શરૂ કરો છો અને આ વલણ તમારી ઇચ્છા શક્તિને નબળી પાડે છે. આવો આજે જાણીએ વ્યાયામ ન કરવાના સૌથી સામાન્ય બહાનાંઓ અને તેનો સામનો કઇ રીતે કરી શકાય તે અંગે.

    વિટામિન-ડીઃ હાડકાં ઉપરાંત ઇમ્

    શું તમને ભરપૂર ઊંઘ પછી પણ આખો દિવસ થાક અનુભવાય છે? અથવા તો હાડકાં કે પીઠનો દુઃખાવો રહે છે? આ અને આવા સંકેત વિટામીન-ડીની ઊણપ સામે આંગળી ચીંધે છે. બહુમતી વર્ગ એટલું જ જાણે છે કે વિટામિન-ડી હાડકાં માટે જરૂરી છે, પરંતુ હકીકત એ છે કે વિટામિન-ડી હાડકાં સિવાય પણ ઉપયોગી છે. વિટામિન-ડીની ઉણપથી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી થાય છે, જેનાથી વ્યક્તિ ઝડપભેર બીમાર પડે છે. કેટલાક કિસ્સામાં ડિપ્રેશન પણ જોવા મળે છે. આથી જ શરીરમાં વિટામિન-ડીનું પ્રમાણ જળવાય રહે તે જરૂરી છે.

    હેલ્થ ટિપ્સઃ દહીં-ગોળ સાથે આરો...

    ઘણા લોકો દહીં અને ગોળ એકસાથે ખાતા હોય છે. કેટલાક લોકોને આ કોમ્બિનેશન વિચિત્ર લાગી શકે છે પરંતુ હકીકતમાં દહીં સાથે ગોળ ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્ત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી ફાયદો થાય છે. ગોળમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. દહીંમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તો ચાલો આજે આપણે જાણીએ દહીં અને ગોળ સાથે ખાવાના ફાયદા વિશે...

    ડોક્ટર્સે ડુક્કરની કિડની ટ્ર

    હાર્ટ ફેઇલ્યોરનો સામનો કરી રહેલા દર્દી માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે જ્યારે કિડની ફેઇલ્યોરના દર્દી માટે - જો નસીબ હોય તો - કિડની ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે, પરંતુ જે દર્દીના હાર્ટ અને કિડની બંને ફેઇલ હોય તેના માટે ટ્રાન્સપ્લાન્ટની આશા બહુ જ ધૂંધળી હોય છે કારણ કે, આ બંને અંગો યોગ્ય સમયે મળી રહેવાનું મુશ્કેલ જ નહીં, લગભગ અસંભવ હોય છે. જોકે આવા દર્દીઓ માટે અમેરિકાથી સારા સમાચાર આવ્યા છે. હાર્ટ અને કિડની એમ બન્ને મોરચે ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલી એક મહિલામાં ડુક્કરની કિડની અને હાર્ટ ડિવાઈઝ સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને તબીબોએ જાણે ચમત્કાર સર્જ્યો છે.

    પાકિસ્તાનની આયશાના શરીરમાં ધ

    ભારત-પાકિસ્તાનના રાજદ્વારી સંબંધોમાં ભલે તંગદિલી પ્રવર્તતી હોય, પણ લોકોના દિલ લાગણીથી જોડાયેલા છે. પાકિસ્તાનના કરાચીની રહેવાસી 19 વર્ષની યુવતી આયશા રશન હૃદયની ગંભીર બીમારીથી પીડાતી હતી. તેણે પાકિસ્તાનની અનેક હોસ્પિટલમાં દેખાડયું તો ત્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સલાહ અપાઇ હતી. જોકે આ માટે થતાં જંગી ખર્ચ તથા સારવાર માટેની પર્યાપ્ત સુવિધાના અભાવે તેની સારવાર થઇ શકતી નહોતી. તેણે ભારત ભણી આશાભરી નજર દોડાવી. તેને ભારતના મેડિકલ વિઝા મળી ગયાં, એટલું જ નહીં, તેને મફત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી આપીને નવજીવન બક્ષવામાં આવ્યું છે.

    હૃદયની તંદુરસ્તીને સીધી અસર ક

    આપણા શરીરમાં હૃદયનું વિશેષ સ્થાન છે. હૃદય એ અંગ છે, જેનાથી શરીરમાં રક્ત પ્રવાહિત થાય છે. તેમાં થોડી પણ ઉણપ કે અવરોધ શરીર અને જીવન માટે જોખમી બની શકે છે. ખાણીપીણીથી માંડીને શારીરિક ગતિવિધિ સુધીની હૃદય પર અસર થતી હોય છે, પરંતુ આ ઉપરાંત બીજા ચાર પરિબળ એવા છે જે હૃદયની તંદુરસ્તીને સીધી અસર કરે છે.

    આશીર્વાદ આપવા માથા પર હાથ મૂકવ...

    સ્પર્શ મન અને શરીર બન્ને માટે ફાયદાકારક છે. ખાસ કરીને માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપવાનું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. જર્મનીની યુનિવર્સિટી હોસ્પિટલ એસેનના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્પર્શ બાળકો તથા પુખ્ત વયના લોકોમાં પીડા, હતાશા અને ચિંતા દૂર કરવામાં અને નવજાત શિશુનું વજન વધારવામાં મદદરૂપ થાય છે.

    હેલ્થ ટિપ્સઃ ભોજનમાં લીંબુને

    લીંબુ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે નથી પણ તે સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. લીંબુના સેવનથી શરીરને કુદરતી રીતે પોષણ મળે છે. તમે દરરોજ તમારા આહારમાં લીંબુનો સમાવેશ કરીને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. આજે આપણે લીંબુના આવા જ કેટલાક ખાસ ગુણો વિશે જાણીએ.

    બ્રિટિશરો દિવસો સુધી પાણી પીધ

    શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પાણી પીવું આવશ્યક છે. પરંતુ, એક સંશોધન અનુસાર છ માંથી એક બ્રિટિશર દિવસો સુધી પાણી પીતા નથી અને મોટા ભાગના જરૂરી હોય તેના કરતાં અડધું પાણી જ પીએ છે. NHSની ગાઈડલાન્સ કહે છે કે પુખ્ત વ્યક્તિએ દર 24 કલાકમાં 8 ગ્લાસ પાણી પીવું જોઈએ પરંતુ, 15 ટકા પુખ્ત લોકો આખા દિવસમાં હોઠને પાણીથી ભીંજવતા પણ નથી.